આ રીતે સાબુદાણાની ખીચડી ક્યારેય નહીં ખાધી હોય, ઉપવાસમાં પણ ખાઈ શકાય છે

0
2434
sabudana ni khichdi banavani rit

આજે અમે તમારા માટે સાબુદાણાની ખીચડી લઈને આવ્યા છીએ, સાબુદાણાની ખીચડી તો બધા બનવતા હશે પરંતુ આ રીત બહુ ઓછા લોકો જાણે છે. જો તમે આ રીતે ખીચડી બનાવશો તો મોતી ની જેમ ખીલી ખીલી બનશે, તેને ઉપવાસમાં પણ ખાઈ શકો છો, જો તમે ઉપવાસ ન કરતા હોવ તો પણ તેને એકવાર ઘરે બનાવવું જોઈએ.

સામગ્રી :

  • સાબુદાણા – 1 કપ
  • દેશી ઘી – 1 ચમચી
  • મગફળીના દાણા – 1/2 કપ
  • જીરું – 1 ચમચી
  • છીણેલું આદુ – 1 ચમચી
  • સમારેલા બાફેલા બટેટા – 2
  • સમારેલા લીલા મરચા – 2
  • પીસેલા કાળા મરી – 1 ચમચી
  • ખાંડ – 1 ચમચી
  • લીંબુનો રસ – 1 ચમચી
  • સમારેલા ટામેટા – 1
  • સેંધા મીઠું – 1 ચમચી
  • કોથમીર થોડી

સાબુદાણા ખીચડી બનાવવાની રીત

સાબુદાણા ફેક્ટરીમાં ઘણી બધી પ્રોસેસ થઈને આવે છે, તેથી સાબુદાણાની ખિચડી બનાવવા માટે, સૌ પ્રથમ, સાબુદાણાને એક થી બે વાર પાણીથી સારી રીતે ધોઈને સાફ કરો. સાબુદાણાને પાણીથી સાફ કર્યા બાદ ફરીથી 1/4 કપ પાણી નાખીને 2 કલાક સુધી રહેવા દો.

2 કલાક પછી સાબુદાણા સારી રીતે ફૂલી જશે અને બધા દાણા અલગ થઈ જશે. હવે મગફળીને તેલમાં ફ્રાય કરી લો, આ માટે પેનને ગેસ પર રાખો અને પેનમાં એક ચમચી દેશી ઘી નાખો, જ્યારે ઘી ગરમ થઈ જાય, ત્યારે તેમાં મગફળી ઉમેરો અને ધીમી આંચ પર તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો, ધ્યાનમાં રાખો કે મગફળી કાચી ન રહે, કાચી રહેશે તો ખીચડી સારી નહીં લાગે.

જ્યારે મગફળી સારી રીતે શેકાઈ જાય, ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લો અને ફરીથી એક ચમચી દેશી ઘી અને એક ચમચી છીણેલું આદુ, આદુ અને જીરુંને સોનેરી રંગના થાય ત્યાં સુધી સારી રીતે સાંતળો.

હવે તેમાં બટાકા, ઝીણા સમારેલા લીલા મરચા, ખાંડ, બરછટ પીસેલા કાળા મરી, લીંબુનો રસ, આ બધી વસ્તુઓ મિક્સ કરો અને 1 મિનિટ સુધી સાંતળો. જો તમને તેમાં લીંબુ અને ખાંડ નાખવી પસંદ ન હોય તો ના ઉમેરવી, તેના વગર ખીચડી બનાવશો તો પણ સારી જ બનશે.

1 મિનિટ પછી, તેમાં સમારેલા ટામેટાં ઉમેરો, ટામેટાં વધુ રાંધશો નહીં, તે સહેજ ઓગળે ત્યાં સુધી તેને રાંધો. જ્યારે ટામેટાં નરમ થઈ જાય, ત્યારે તેમાં પલાળેલા સાબુદાણા અને એક ચમચી સેંધા મીઠું નાખી, હાથથી સેંધા મીઠુંને ચારે બાજુ ફેલાવી દો, એક જગ્યાએ સેંધા મીઠુંને નાંખવાથી સાબુદાણા ચોંટી જશે.

સેંધા મીઠુ નાખ્યા પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરો અને આ બધી વસ્તુઓને સારી રીતે હલાવો અને સાબુદાણાનો રંગ બદલાય ત્યાં સુધી પકાવો.

સાબુદાણાનો રંગ થોડો બદલાય એટલે તેમાં ફ્રાય કરેલી મગફળી અને થોડી કોથમીર નાખીને બરાબર મિક્ષ કરી લો. તો લો તમારી સાબુદાણાની ખીચડી તૈયાર છે, મારા પર વિશ્વાસ કરો આ ખીચડી ખુબ જ સારી બનશે, તમે તેને ઉપવાસ દરમિયાન ખાઈ શકો છો.