sabudana khavana fayda
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

સાબુદાણાનું આપણે ફરાળી વાનગીમાં ભરપૂર ઉપયોગ કરીએ છીએ. સાબુદાણા સફેદ નાના મોતી જેવા દેખાય છે. તેમનો ઉપયોગ મોટાભાગે વ્રત ઉપવાસમાં ખાવા માટે આપણે કરીએ છીએ .આમ તો સાબુદાણાનો પ્રયોગ ફળાહાર માટે થતો રહ્યો છે પણ અત્યાર સુધી તેના ગુણોથી અનેક લોકો અજાણ છે.

ભારત દેશમાં સાબુદાણાનું ઉત્પાદન સૌથી પહેલાં તમિલનાડુ રાજ્યમાં કરવામાં આવ્યું હતું. લગભગ 1943- 1944 માં ભારત દેશમાં સાબુદાણા ઉત્પાદનની શરૂઆત કુટીર ઉદ્યોગ એટલે કે લઘુ ઉદ્યોગ ના રૂપે થઈ હતી. એમાં પહેલા ટેપીઓકા ના મુળિયા ને મસળી ને એના ઘર ને અલગ કરી, જામી જાય એટલે સુકાઈ જાય ત્યાં સુધી રાખવામાં આવતું હતું. પછી એની નાની નાની ગોળીઓ બનાવી શેકવામાં આવતી હતી.

ટેપીઓકાના ઉત્પાદનમાં ભારત દેશ અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. સાબુદાણાનું ઉત્પાદન કરતાં લગભગ સાતસો એકમો સેલમ તમિલનાડુ ખાતે કાર્યરત છે. સાબુદાણા માં મુખ્યત્વે કાર્બોદિત પદાર્થ હોય છે અને એમાં થોડી માત્રામાં કેલ્શિયમ તેમજ વિટામિન પણ હોય છે. જો તમે પણ સાબુદાણાના ગુણો જાણતા નથી તો અહીંયા તેની પુરી માહિતી જાણો .

ઝાડા પર રોક લગાવે: જ્યારે પેટ ખરાબ થાય અને ઝાડાની સમસ્યા સતાવે તો ત્યારે દૂધ નાંખ્યા વગરની સાબુદાણાની ખીર ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને તમને ઝાડામાં તરત જ આરામ આપે છે.

બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા : સાબુદાણા માં જોવા મળતા પોટેશિયમ રકત સંચારને સારી રીતે નિયંત્રિત કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત માંસપેશીઓ માટે પણ સાબુદાણા ફાયદાકારક છે.

લોહીની ઉણપ દૂર કરે: તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો આયર્નના સીરપ લેવાને બદલે સાબુદાણા ખાવાનું શરૂ કરી દો. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે તમને એનિમિયાથી બચાવે છે. તે શરીરમાં રક્તકણોની સંખ્યા વધારે છે. આથી એનિમિયા માટે સાબુદાણા રામબાણ ઈલાજ છે .

ગરમી ને નિયંત્રણ કરે : એક શોધમાં થી મળેલી માહિતી મુજબ સાબુદાણા તમને ફ્રેશ રાખવામાં મદદરૂપ બની શકે છે અને તેને ચોખા સાથે મિક્સ કરીને ખાવાથી તમારા શરીરમાં વધારાનું તાપમાન ઓછું કરી દે છે. આમ ગરમી પર નિયંત્રણ કરવા માટે સાબુદાણા ઉપયોગી છે.

પેટની સમસ્યાઓ દૂર કરે: પેટમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થતા સાબુદાણા ખાવાના ખૂબ જ લાભદાયક હોય છે. સાબુદાણા પાચનક્રિયાને ઠીક કરી ગેસ, અપચો વગેરે સમસ્યાઓમાં પણ લાભ આપે છે.

એનર્જી લેવલ વધારે; સાબુદાણા કાર્બોહાઇડ્રેટનું એક સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત અને જરૂરી ઉર્જા આપવા માટે ખૂબ જ સહાયક હોય છે.

હાડકા મજબુત કરે : સાબુદાણા માં કેલ્શિયમ, આયર્ન ,વિટામિન કે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે જે હાડકાને મજબૂત બનાવી રાખવામાં અને જરૂરી લચીલાપણું માટે ખૂબ જ ફાયદાકારી હોય છે .

વજન વધારે: ઓછા વજનવાળા વ્યક્તિઓ માં ઈટિંગ ડિસઓર્ડર ની સમસ્યા હોય છે. આવી વ્યક્તિઓનું વજન સહેલાઈથી નથી વધતું. આવામાં સાબુદાણા એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે વજન વધારવામાં મદદ કરે છે. થાક દૂર કરે: સાબુદાણાનું સેવન થાકને દૂર કરે છે. સાબુદાણા થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઊર્જાના સ્તરને કાયમ રાખવામાં મદદ કરે છે .

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા