રસોડામાં રસોઈ બનાવતી વખતે કોઈકવાર મહિલાઓ એવું વિચારે છે કે કાશ આ કામ થોડું સરળ હોત. જો કે કેટલીક મહિલાઓને રસોઈ બનાવવાનું કામ સરળ લાગે છે, પરંતુ તમે પણ એવા મહિલાઓમાંથી એક છો કે જેમને માત્ર સવાર-સાંજનું ભોજન રાંધવામાં જ ઘણો સમય લાગી જાય છે.
તો આજે અમે તમારા માટે કેટલીક ખાસ રસોઈ ટિપ્સ લાવ્યા છીએ જે તમારી મહેનતને ઓછી કરી દેશે અને તમારું કામ સરળ બનાવશે. જો તમને રસોડાનું કામ કરવામાં ઘણો સમય લાગે છે તો આ લેખમાં જણાવવામાં આવેલી કિચન ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થઈ શકે છે.
આ કિચન ટીપ્સ શાકભાજીને છોલીને કાપવાથી લઈને રસોઈ બનાવવા સુધીના ઘણા કામોમાં તમારા ઉપયોગમાં આવી શકે તેમ છે. જે લોકો હમણાં જ રસોઈ બનાવતા શીખ્યા છે અથવા રસોડામાં નવા છે તેમના માટે આ ખૂબ ફાયદાકારક ટિપ્સ છે.
1. લસણને સરળતાથી છોલવા માટે : જો લસણ ફોલવાનું કામ મુશ્કેલ લાગે છે, તો તેની છાલ ઉતારતા પહેલા તેને 15 મિનિટ માટે ગરમ પાણીમાં રહેવા દો. પછી લસણના ફક્ત ઉપરના ભાગને છરીથી કાપી નાખો, બાકીની છાલ સરળતાથી નીકળી જશે. તમારે આખા લસણને છાલવાની જરૂર નથી.
2. ક્રિસ્પી ભીંડી બનાવવા માટે : જો તમારે ભીંડી ક્યારેય ક્રિસ્પી નથી બનતી અથવા બને છે તો તેનો રંગ કાળો થઈ જાય તો તેના માટે એક નાની ટ્રીક છે. તમે ભીંડીને અડધી રાંધી લો એટલે તેમાં 1/2 ચમચી આમચૂર પાવડર ઉમેરો અને પછી જ બીજા કોઈપણ મસાલા ઉમેરો. જ્યાં સુધી આમચૂર મસાલો સારી રીતે ના ભળી જાય ત્યાં સુધી મસાલો ના નાખવો.
3. ચટણી હંમેશા લીલી રાખવા માટે : ઘણા લોકોને એવું થાય છે કે ચટણી પીસ્યા પછી તેનો રંગ થોડીવારમાં કાળો થવા લાગે છે. જો તમારી જોડે પણ આવી જ સમસ્યા છે તો, પહેલા ચટણીને પીસતી વખતે તેમાં 1 ચમચી દહીં ઉમેરો. તમારી કોઈપણ લીલી ચટણીની રેસીપી હોય, આ ટિપ્સ બધી લીલી ચટણીમાં કામ કરશે અને ચટણીનો રંગ પણ બદલાશે નહીં.
4. મેથી કડવી થઈ જાય તો એટલું કરો : જો તમારી મેથીનું શાક હંમેશા કડવું બને છે તો તેને બનાવતા પહેલા ઠંડા પાણીમાં મીઠું નાખીને અડધો કલાક રાખો. આમ કરવાથી મેથીના શાકનો રંગ તો સારો થશે જ પરંતુ મેથીની કડવાશ પણ દૂર થશે. જો તેમાં કીડા હશે તો તે પણ બહાર નીકળી જશે. બનાવતા પહેલા સાદા પાણીથી ધોઈ લો.
5. કોઈપણ શાકને રોસ્ટ કરતા પહેલા કરો આ કામ : જો તમે ટામેટા, રીંગણ, મરચું કે બીજું કોઈ પણ શાક રોસ્ટ કરતા પહેલા તેને સીધું ગેસ પર મૂકતા પહેલા તેના પર થોડું તેલ લગાવો. તેનાથી શાકની છાલ સરળતાથી નીકળી જશે. આ સિવાય જો તમે રીંગણ ભર્તા બનાવતા હોય તો રીંગણમાં નાના કટ કરો અને તેની અંદર લસણ અને લીલા મરચાં ભર્યા પછી તેને શેકી લો. આનાથી રીંગણનો સ્વાદ વધી જશે.
6. જો કોબી ક્રિસ્પી ન બને તો ફોલો કરો આ ટિપ : જો તમારે કોબીજનું શાક ક્રિસ્પી નથી બનતું તો તમારે તેને ધોવાની નવી રીત અપનાવવી જોઈએ. ઠંડા પાણીમાં 1 ચમચી સફેદ વિનેગર અને અડધી ચમચી મીઠું નાખીને, તેમાં કોબીને 15 મિનિટ રાખો. પછી તેને વિનેગરના પાણીથી બહાર કાઢીને સ્વચ્છ પાણીથી 2 થી 3 વાર ધોઈ લો. આના કારણે કોબી ખૂબ જ ક્રિસ્પી બનશે અને તમે કોબીની કઢી, આલુ ગોબી ગમે તે રીતે બનાવશો તો પણ ખીલશે.
7. લીલા વટાણાનો રંગ બદલાશે નહીં : જો તમે પણ ઈચ્છો છો કે શાક બનાવતી વખતે વટાણાનો રંગ રેસ્ટોરન્ટના શાકમાં હોય તેવો જ રહે, તો તમારે પહેલા વટાણાને હૂંફાળા પાણીમાં નાંખો અને તેમાં 1 ચમચી ખાંડ નાખો. 10 મિનિટ માટે આમ રહેવા દો અને પછી તેને પકાવો. વટાણાનો રંગ એવો જ સરસ રહેશે અને શાક પણ સ્વાદિષ્ટ બનશે.
આ કિચન ટિપ્સ તમે જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ અમારી સાથે શેર કરજો. જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ કિચન ટિપ્સ, હોમ ટિપ્સ વગેરે જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.