rasoi tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે પણ રસોઈ બનાવતી વખતે એ જ મહેનતમાં સ્વાદ વધારવા માંગતા હોય તો આ 10 રસોઈ ટિપ્સ તમારા માટે છે. તો આજે અમે તમને એવી જ 10 ટિપ્સ વિશે જણાવીશું જે તમારા રસોઈના કામમાં સરળ બનાવશે.

(1) જો પનીર લાંબા સમય સુધી ફ્રિજમાં રાખેલું છે અને તે ફ્રિજમાં જ કડક થઇ ગયું છે તો તેને 15 મિનિટ માટે મીઠું ભેળવીને નવશેકા પાણીમાં ડબોળીને રાખો. પનીર સોફ્ટ થઇ જશે.

(2) ઘરે પુરીઓ બનાવો છો તો પૂરીને ક્રિસ્પી બનાવવા માટે ઘઉંના લોટમાં 1 ચમચી સોજી અથવા ચોખાનો લોટ ઉમેરીને કણક બાંધો. તેનાથી પુરીઓ એકદમ ક્રિસ્પી બનશે.

(3) ડુંગળીને ફ્રાય કરવામાં વધારે સમય લાગે છે, તો તેલ ગરમ કરતી વખતે તેમાં એક ચપટી ખાંડ ઉમેરો અને ડુંગળીને ફ્રાય કરો. ડુંગળી ઝડપથી ફ્રાય થશે અને પેસ્ટનો રંગ પણ ખુબ જ સારો આવશે.

(4) પકોડાનો સ્વાદ વધારવા માટે ચણાના લોટમાં પહેલા થોડું દૂધ અને પાણી મિક્સ કરીને સારી રીતે હલાવો. ત્યારપછી તેમાં મીઠું, હળદર પાવડર નાખીને ફરીથી ફેટી લો.

(5) કૂકરમાં ભાત રાંધતી વખતે જો પાણી વધારે ઉમેરવામાં આવે તો ભાત ખીચડી જેવા થઇ જાય છે. જો તમારે ભાતને ખીલખીલો બનાવવો હોય તો ભાત બનાવતી વખતે તેમાં 2 ચમચી ઘી અને અડધા લીંબુનો રસ નાખીને 2 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

(6) લીલા શાકભાજીને રાંધતી વખતે તેમનો રંગ ઘણીવાર ઝાંખો પડી જાય છે તો જો તમે તેમનો રંગ અકબંધ રાખવા માંગતા હોય તો લીલા શાકભાજી રાંધતી વખતે 2 ચમચી દૂધ ઉમેરો. તમે દૂધને બદલે અડધી ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો.

(7) ગ્રેવીને જાડી બનાવવા માટે મોટાભાગે મલાઈનો ઉપયોગ થાય છે. પરંતુ જો ઘરમાં મલાઈ ના હોય તો તેના બદલે કોબીજનો ઉપયોગ કરો, કોબીજના મોટા ટુકડા કરીને 5 મિનિટ વરાળમાં પકાવો અને પાણી નિતારી તેને મિક્સરમાં પીસીને ઘટ્ટ પ્યુરી બનાવી લો. તો આ રીતે તમે મલાઈને બદલે કોબીજની પ્યુરીનો ઉપયોગ કરી શકો છો.

(8) ચા કે કોફી બનાવતી વખતે જો તેમાં ખાંડ વધારે પડી જાય તો તેમાં સાધારણ મીઠું નાખો. મીઠું ઉમેરવાથી ખાંડની મીઠાશ ઓછી થાય છે અને ચા કે કોફીનો સ્વાદ બરાબર રહે છે.

(9) દાળમાં જો દાળની ઉપર જો તડકો લગાવવામાં આવે તો દાળનો સ્વાદ અનેકગણો વધી જાય છે અને દાળ જોવામાં પણ સરસ લાગે છે. પરંતુ તડકો લગાવવામાં ખાસ વાત એ છે કે તડકમાં તેલનો ઉપયોગ કરવાનો નથી, દેશી ઘી નો ઉપોયોગ કરવાનો છે.

(10) પકોડા કુરકુરા બનાવવા માટે બેટર બનાવતી વખતે તેમાં ચણાના લોટમાં એક ચપટી અખરોટ અને થોડું ગરમ ​​તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. પછી તેમાં પાણી ઉમેરીને હલાવી લો. પકોડા વધુ ક્રન્ચી બને છે.

અમને આશા છે કે તમને આ કિચન ટિપ્સ જરૂર ગમી હશે અને તમને પણ રસોડામાં ઘણી મદદરૂપ થશે. જો તમે પણ આવી અવનવી કિચન ટિપ્સ વિશે જાણવા માંગતા હોય તો અમારી સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા