રસોઈ બનાવતી વખતે આપણે કેટલીક એવી ભૂલો કરી નાખીયે છીએ કે જેના કારણે ખોરાકનો સ્વાદ બગડી જાય છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ખોરાકમાં વધારે પડતું મીઠું પડી ગયું હોય અથવા લોટ વધારે ઢીલો થઈ ગયો હોય, આવી રસોઈની ભૂલો મહિલાઓને ખૂબ પરેશાન કરે છે.
ઘણી સ્ત્રીઓ તેને ખરાબ સમજીને કચરામાં ફેંકી દે છે, જો તમે ઇચ્છો તો તમારા ખોરાકનો સ્વાદ સુધારી શકો છો. એવી ઘણી ટિપ્સ છે જેની મદદથી તમે તેમને પરફેક્ટ બનાવી શકો છો.
એવી ઘણી રસોઈ ટીપ્સ છે જેની મદદથી તમે ખરાબ થઇ ગયેલા ખાવાના સ્વાદને ઠીક કરી શકો છો. આજે અમે તમને આવી જ 10 ટિપ્સ વિશે જણાવીશું, જે તમારા માટે ખૂબ ઉપયોગી થઇ શકે છે. રસોઈ કરતી વખતે તમે આ ટિપ્સ અજમાવી શકો છો. તો ચાલો જાણીએ આ ઉપયોગી ટિપ્સ વિશે.
1. રોટલી તાજી રાખવા માટે : રાતની બનાવેલી રોટલીને સવારે વાપરી શકાય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે તે તાજી અને નરમ રહેવી જોઈએ. આ માટે તમે જે વાસણ રોટલી રાખો છો તેમાં જોડે આદુનો ટુકડો મૂકો આમ કરવાથી રાતની રોટલી પણ સવારે નરમ અને તાજી રહેશે.
2. ખીર અથવા હલવો વધુ મીઠો થઇ જાય તો : આપણે જ્યારે પણ ઘરે ખીર કે હલવો બનાવીએ છીએ ત્યારે તે ઘણી વખત ખૂબ જ મીઠું બની જાય છે જે આપણને ખાવાનું મન થતું નથી અથવા ખાઈ શકતા નથી. જો ખીર અથવા હલવો ખૂબ મીઠો બને છે, તો તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.
જો ખીર ખૂબ મીઠી થઈ ગઈ હોય તો એક વાટકીમાં દૂધ લો અને તેમાં કસ્ટર્ડ પાવડર અને કોર્નફ્લોરને મિક્સ કરો. હવે આ મિશ્રણને થોડીવાર એટલે કે 4 થી 5 મિનિટ માટે ગરમ કરો અને પછી તેને ખીરમાં મિક્સ કરો. બીજી બાજુ, જો હલવો મીઠો બની જાય છે તો, તો મખાણાને પીસીને તેને પાવડરની જેમ હલવામાં મિક્સ કરી દો. આમ કરવાથી હલવાનો સ્વાદ પણ વધી જશે.
3. પરોઠાનું સ્ટફિંગ ભીનું થઇ જાય તો : આપણે પરાઠા બનાવવા માટે જ્યારે સ્ટફિંગ તૈયાર કરીએ છીએ, ત્યારે ઘણી વાર તે ભીનું થઈ જાય છે. જેના કારણે પરાઠા બરાબર બનતા નથી અને વણતી વખતે તે ફાટવા લાગે છે. સ્ટફિંગ હંમેશા બરાબર જ બને તે જરૂરી નથી.
કેટલીકવાર બટાકા વધારે પડતા બાફી જવાથી પણ સ્ટફિંગ ભીનું થઈ જાય છે. આ સ્થિતિમાં, વધુ બટાકા ઉમેરવાની જરૂર નથી, તેના બદલે થોડું નમકીન લઈને તેને મિક્સરમાં પીસી લો. હવે તેને સ્ટફિંગ માટે તૈયાર કરેલા મસાલામાં મિક્સ કરી દો, હવે તે ટાઈટ બનશે અને સ્વાદ પણ અલગ જ આવશે.
4. રાયતામાં ખટાશ કેવી રીતે દૂર કરવી : આપણે રાયતા બનાવવા માટે દહીં અને છાશનો ઉપયોગ કરીએ છીએ, પણ જો આ બંને વસ્તુ જૂની હોય તો તે ખાટા થઈ જાય છે જેના કારણે રાયતાનો સ્વાદ બગડી જાય છે. તો આવી સ્થિતિમાં, તમારા રાયતામાં થોડું દૂધ મિક્સ કરો. આ ખાટાપણું દૂર કરશે અને સ્વાદ પણ વધારશે.
5. બરફને ફ્રિજમાં ઝડપથી જમાવા માટે : બરફને જામતા સામાન્ય રીતે જોવા જઇયે તો વધુ સમય લાગે છે, પરંતુ જો તમને ઉતાવળ હોય તો તમે આ માટે એક ટિપ્સ અજમાવી શકો છો. તમે બરફ બનાવવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો એટલે નવશેકું પાણી વાપરવાથી બરફ જામી જશે. ધ્યાન રાખો કે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો.
6. ભાતમાં વધુ પાણી : પ્રેશર કૂકરમાં ભાત રાંધતી વખતે ઘણા લોકોને પાણીની માત્રા સમજાતી નથી. વધુ પાણી ઉમેરવાથી ભાત ભીના થઈ જાય છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી, એક તવા લો અને તેને ગેસ પર મુકો. તેના પર પ્રેશરકૂકરને ઢાંકણું ખોલીને રાખો. તેની ગરમીથી પાણી સુકાઈ જશે અને આ પછી પણ થોડું પાણી રહે છે તો પ્રેશર કૂકર ઊંધું કરી દો, તેનાથી પાણી નીકળી જશે અને ભાત ખીલા ખીલા જોવા મળશે.
7. કેકનું બેટર પાતળું થઈ ગયું છે : જો તમે પહેલી વાર કેક બનાવી રહ્યા છો તો ભૂલ થાય તે સ્વાભાવિક છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે કેક બેટર બનાવતી વખતે વધારે પાણીનો ઉપયોગ કરવાને કારણે તે પાતળું થઈ જાય છે. તેને જાડું બનાવવા માટે, તમે કેક પાવડર અથવા બ્રેડને પીસીને તેમાં ઉમેરી શકો છો. આ સિવાય, જો તમે ઇચ્છો તો બંનેને મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો.
8. રસોઈ તેલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો : પુરી અથવા ભજીયા તળી લીધા પછી એજ તેલનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી, કારણ કે તેમાં બળી જવાની ગંધ આવે છે. જો કે, તમે ઈચ્છો તો આ દુર્ગંધ દૂર કરી શકો છો. આદુનો એક ટુકડો આ માટે એક ઉપાય છે. ગેસ ચાલુ કરો અને ફરીથી રસોઈનું તેલ ગરમ કરો અને તેમાં આદુના ટુકડાઓને મિક્સ કરો. 10 થી 15 મિનિટમાં તેલમાંથી બળેલી બધી દુર્ગંધ દૂર થઈ જશે અને તમે તેનો ફરીથી ઉપયોગ કરી શકો છો.
9. કૂકીઝ વધારે સખ્ત બની ગયા છે : ઘરે પરફેક્ટ કૂકીઝ બનાવવી ખુબ મુશ્કેલ છે. જો કૂકીઝ સખત કઠણ બની ગઈ હોય, તો પછી તેને સરળતાથી ઠીક કરી શકાય છે. આ માટે, તેને એર ટાઈટ બોક્સમાં બ્રેડ સાથે રાખો. ધ્યાન રાખો કે પહેલા એર ટાઈટ બોક્સમાં બ્રેડ મૂકો અને પછી કૂકીઝ રાખો. આ પછી ઉપરથી બીજી એક બ્રેડ મૂકો અને તેને 5 કલાક માટે આમ જ છોડી દો. બ્રેડના ભેજથી કઠણ થયેલી કૂકીઝ નરમ થઈ જશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Comments are closed.