એકદમ નવી રીતે પુડલા બનાવવાની રીત

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બપોરે દાળ ભાત કર્યા હતા. એમાં પાછું દાળ વધી. તો મને થયું નાખી દેવી એના કરતાં કંઈક બનાવું. આજે મેં કંઈક આડા અવળું મિક્સ કરીને ડીશ બનાવી.  તો એમાં થોડું ઘણું મિક્સ કરીને પુડલા બનાવી નાખ્યા. ટેસ્ટ માં પણ એકદમ જોર બન્યા છે..

સામગ્રી

 • 2 સર્વિંગ્સ
 • 1 કપ વધેલી દાળ (દાળ ભાત વાળી)
 • 1/2 કપ રવાનો લોટ
 • 1 કપ ચણા નો લોટ
 • 1/2 કપ પૌવા
 • 1 ચમચી લાલ મરચું પાવડર
 • 1 ચમચી ધાણાજીરું
 • 1/4 ચમચી હિંગ
 • મીઠું સ્વાદ અનુસાર
 • 1/2 કપ ડુંગળી ના બારીક કટકા
 • 2 ચમચી લીલા મરચા ના બારીક કટકા
 • 1 ચમચી આદુ ની પેસ્ટ
 • પાણી જરૂર મુજબ

 Pudla Recipe

બનાવવાની રીત

એક બાઉલ માં વધેલી દાળ લો. પછી તેમાં રવા નો લોટ, ચણા નો લોટ એડ કરો. પૌવા ને 2-3 વાર વોશ કરીને એડ કરો. પછી તેમાં ડુંગળી અને મરચા ના કટકા એડ કરો. ત્યારબાદ આદુ ની પેસ્ટ એડ કરો.  2) પછી તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું અને હિંગ એડ કરો. મીઠું સ્વાદ અનુસાર એડ કરો. અને પછી ધીમે ધીમે પાણી એડ કરતા જાવ અને બેટર બનાવો. એકદમ લિક્વિડ ના બનાવું. થોડું ઘટ્ટ રાખવું થોડુંક જ. પછી આ બેટર ને 5 મીનિટ રેસ્ટ કરવા ઢાંકી ને રાખી દો 3) હવે પુડલા જેમ કરીયે એ રિતે આ બેટર ના કરી લેવા. તમે આમાં તમને મન પસંદ શેપ આપી શકો છો.
4) તો 15 મિનિટ માં રેડી છે એકદમ ટેસ્ટી પુડલા. પ્લેટ માં સર્વ કરો.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

x
%d bloggers like this: