pressure cooker lid cleaning tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જે વાસણોમાં ખોરાક રાંધવામાં આવે છે તે ગંદા થવાના જ છે, પરંતુ તેને કેવી રીતે સાફ કરવું જેથી તે ફરીથી નવું દેખાય. પરંતુ ઘણીવાર રસોડામા રહેલા કેટલાક વાસણો એવા હોય છે જેને સાફ કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડે છે, જેમ કે કૂકર.

ક્યારેક કૂકર બળી જાય છે તો ક્યારેક બાફેલા બટાકા પર પાણીના ડાઘા પડી જાય છે, પરંતુ ત્યારે સૌથી વધુ મહેનત કરવી પડે છે જયારે કૂકરની સીટી સાફ કરવાની હોય છે. ઘણી વખત આપણે કુકર ધોતી વખતે સીટીને બસારી રીતે સાફ નથી કરતા કારણ કે તેની સાઈઝ એટલી નાની હોય છે.

દરરોજ સિટીની સારી રીતે સફાઈ ન કરવાને કારણે તેને સાફ કરવું વધારે મુશ્કેલ બની જાય છે. પરંતુ આજે અમે તમને આ લેખમાં કુકરની સીટીને કેવી રીતે સારી રીતે સાફ કરી શકાય તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ગરમ પાણી : કૂકરની સીટીને સાફ કરવાની સરળ રીત તેને ગરમ પાણીમાં પલાળી રાખો. ગરમ પાણીથી વ્હિસલ પર શાકભાજી અને દાળના પડેલા ડાઘ ભીના થઈ જશે અને તે જલ્દીથી સાફ થઇ જશે. તમે સીટીને ગરમ પાણીમાં લગભગ 10 મિનિટ પલાળી રાખો.

ઇયરબડ્સનો ઉપયોગ કરો : જ્યારે પણ આપણે ઘરે કૂકરમાં દાળ કે શાકને ઉકાળો છો અથવા રાંધો છો ત્યારે વધુ પડતી સીટી વગાડવાને કારણે તેનો ઉભરો બહાર આવે છે અને સીટી પીળી થઈ જાય છે. તેને સાફ કરવામાં પણ તકલીફ પડે છે.

કૂકરની વ્હિસલની અંદર દાળ અને શાકના ડાઘ સાફ કરવાની સૌથી સારી રીત એ છે કે સીટીને ભીની કરો અને ઇયરબડમાં થોડો વાસણ ધોવાનો સાબુ લગાવીને તેની અંદર નાખીને સાફ કરો. આમ કરવાથી સીટીની અંદરની બધી ગંદકી નીકળી જશે.

લીકવીડ ડીશવોશ : આજકાલ ઘણા લીકવીડ ડીશવોશ આવી ગયા છે બળી ગયેલી અને ચીકાશને સરળતાથી સાફ કરી નાખે છે. તેથી કુકરની સીટી સાફ કરવા માટે એક બાઉલ પાણીમાં થોડી ડીશવોશ મિક્સ કરી તેમાં સીટી પલાળી દો અને 5 થી 7 મીનીટ પછી સીટીની અંદર રાખીને સારી રીતે સાફ કરી લો.

જ્યારે પણ તમે કૂકરની સીટીને સાફ કરો ત્યારે આ ટિપ્સનો જરૂર ઉપયોગ કરો. તમારા વાસણોને નવા જેવા ચમકાવવા માટે તમે કઈ ટિપ્સનો ઉપયોગ કરો છો તે પણ અમને જણાવો અને આવી જ માહિતી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ગમે તેવી ગંદામાં ગંદી કૂકરની સીટી ફક્ત 2 મિનિટમાં થઇ જશે સાફ, જાણો આ 3 ટિપ્સ”

Comments are closed.