pressure cooker cooking guide
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પ્રેશર કૂકર રસોડામાં રહેલું એક એવું વાસણ છે જે લગભગ દરેકના રસોડામાં જરૂરી છે. ગૃહિણીએ ઝડપી રસોઈ બનાવવું હોય કે પછી દરરોજ દાળ-ભાત બનાવવાનું હોય, કૂકર હંમેશા કામમાં આવે છે. પરંતુ તમે કૂકર સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓ જાણતા નથી.

લોકો ગૂગલ પર પ્રેશર કૂકર સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ વિશે પ્રશ્નો પૂછે છે, જે અમે તમારી સામે આ જ સવાલનો જવાબ લઈને આવ્યા છીએ. શું તમે જાણવા માંગો છો કે કૂકરમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકાય? આવો અમે તમને કૂકર સંબંધિત આવા જ રસપ્રદ પ્રશ્નોના જવાબો આપીએ.

1. શું પ્રેશર કૂકરમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકાય? જવાબ છે હા, જેમ તમે માઇક્રોવેવમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકો છો તેમ પ્રેશર કૂકરમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. એલ્યુમિનિયમ ફોઇલ હાર્ડ મીટ, ડિફ્રોસ્ટ વસ્તુઓ માટે સારી પસંદગી હોઈ શકે છે.

આ સિવાય, બટાકાને વરાળથી બાફવા માટે, તેને એલ્યુમિનિયમ ફોઇલમાં મૂકો અને કૂકરમાં બાફી શકાય છે. જો તમે દરેક વસ્તુ માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરો છો તો તે ખરાબ છે, કારણ કે તે ફક્ત અમુક વસ્તુઓ માટે જ હોય છે.

ધ્યાન રાખો કે કૂકરમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવાને કારણે ખૂબ જ ગરમ થઈ જાય છે તો તેને તરત જ અડવું જોઈએ નહીં. ઉપરાંત, તેનો ઉપયોગ ફક્ત એક અથવા બે સીટીઓ માટે કરો. જો તમારે આનાથી વધુ સીટી વગાડવી છે તો એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ ના કરો.

2. તમે પ્રેશર કૂકરમાં કઈ વસ્તુઓ રાંધી શકતા નથી? પ્રેશર કૂકરમાં તમે બધું જ રાંધી શકો છો એવું નથી. તેમાં ઘણી વસ્તુઓ છે જે રાંધી શકાતી નથી. તમે એવો કોઈ ખોરાક નથી બનાવી શકતા જેને ક્રિસ્પી બનાવવાંનું હોય, આ સાથે ડેરી પ્રોડક્ટ, પાસ્તા અને સીફુડને કૂકરમાં ના બનાવવું જોઈએ.

3. શું પ્રેશર કૂકરમાં માંસ રાંધી શકાય છે? જવાબ હા. તમે કોઈપણ પ્રકારનું માંસ તેમાં રાંધી શકાય છે. પહેલા તેને કુકરમાં બાફવાના બદલે, પહેલા તેને તેલમાં થોડું સાંતળી લો અને પછી તેને પ્રેશર કૂકરમાં રાંધશો તો તેનો સ્વાદ જ અલગ હશે. આ સિવાય, પહેલા પ્રેશર કૂકરમાં થોડું ઉકાળો અને પછી ફ્રાય કરો.

4. શું તમે ડેરી પ્રોડક્ટને પ્રેશર કૂકરમાં રાંધી શકો છો? જવાબ છે ના. આ પાછળનો તર્ક એ છે કે આવી વસ્તુઓ રાંધવા માટે ઓછી ગરમી અને ઓછા પ્રેશરની જરૂર પડે છે અને પ્રેશર કૂકરમાં આ શક્ય નથી. એટલા માટે તમે કૂકરમાં ડેરી પ્રોડક્ટ ન રાંધો.

5. પ્રેશર કૂકરમાં કેટલું પાણી નાખવું જોઈએ? પ્રેશર કૂકર હંમેશા એટલું ભરેલું હોવું જોઈએ કે તેનો 1/3 ભાગ ખાલી રહે. તમારે ફક્ત 2/3નો ભાગ જ ભરવું જોઈએ કારણ કે તેનાથી વરાળ બનાવવું સરળ બને છે અને કોઈ પણ પ્રકારનું જોખમ રહેતું નથી.

તો હવે તમે જાણી ગયા હશો કે પ્રેશર કુકારનો ઉપયોગ કઈ કઈ વાનગીઓ બનાવવા માટે ન કરી શકાય. જો તમને આ રસોઈ સબંધી માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા