Pizza Khandvi
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હેલ્લો ફ્રેન્ડ, ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ એટલે ખાંડવી. ખાંડવી તો બધાએ ખાધી હસે પણ આજે તમને ખાંડવી માં પીઝા નો ટેસ્ટ ઉમેરીને ખાંડવી કેવી રીતે બનાવી શકાય તે વિશે બતાવીશુ. ફરસાણ ની દુકાન જેવી ખાંડવી ઘરે બનાવી હોય તો પરફેક્ટ માપ સાથે બનાવી જરૂરી છે. તો આજે જોઈલો કે પરફેક્ટ માપ સાથે ઘરે ખાંડવી કેવી રીતે બનાવી શકાય. જો રેસિપી સારી લાગે તો ઘરે પીઝા ખાંડવી બનાવાનો પ્રયત્ન કરજો.

સામગ્રી :

  • 1 બાઉલ ચણાનો લોટ
  • 2 બાઉલ છાસ
  • 1 બાઉલ પાણી
  • મીઠું
  • ચપટી હળદર
  • લીલા મરચાની પેસ્ટ
  • તલ
  • તેલ
  • 1/2 બાઉલ ઝીણી સમારેલ ડુંગળી
  • 1/2 બાઉલ ઝીણા સમારેલ ટમેટા
  • 1/2 બાઉલ ઝીણા સમારેલા કેપ્સિકમ
  • 1 ચમચી પીઝા મસાલા
  • મીઠું
  • મરી પાઉડર ટેસ્ટ પ્રમાણે
  • 1/2 ચમચી ઓરેગાનો
  • ટોમેટો સોસ
  • 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  • ચીઝ સ્પ્રેડ
  • કોથમીર

Pizza Khandvi

રીત :

  1. સૌ પ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં ડુંગળી, ટમેટા, કેપ્સિકમ ઉમેરી સાંતળવા.
  2. તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પીઝા મસાલા, ટોમેટો સોસ, મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી પીઝા સ્ટફિંગ તૈયાર કરવું.
  3. હવે એક બાઉલમાં ચણાના લોટમાં મીઠું, હળદર, છાસ અને પાણી ઉમેરી બેટર તૈયાર કરવું.
  4. પછી એક પેનમાં બેટર લઈ હલાવ્યા કરવું.
  5. જ્યારે કિનારી છોડે અને સ્મૂથ લોટ જેવું થાય એટલે પ્લાસ્ટિક શીટ પર પાથરી દેવું.
  6. પછી ચીઝ સ્પ્રેડ લગાવી પિઝાનું સ્ટફિંગ સ્પ્રેડ કરવું.
  7. હવે ધ્યાનથી રોલ વાળી લેવા.
  8. પછી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને તલનો વઘાર કરી ખાંડવી પર રેડી કોથમીર ભભરાવી ગાર્નિશ કરી, સર્વ કરવું.
  9. તો તૈયાર છે ખાંડવી પીઝા.

તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો:👉 રસોઈ ની દુનિયા

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા