અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવિશુ મસાલા ખિચડી, તમે ખીચડી તો ખાધી હસે પણ જો મસાલા ખીચડી નો ટેસ્ટ ના કર્યો હોય તો આજે જોઈ લો કેવી રીતે બનાવી શકાય. મસાલા ખીચડી એકદમ સ્વાદિષ્ટ અને તેનો ટેસ્ટ મોઢામાં રહી જાય એવી આજે આપણે બનાવાના છીએ. આ ખીચડી એકદમ ઓછાં સમય માં અને ખુબજ ઓછી વસ્તુઓથી બનાવી શકાય છે. તો રેસિપી જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો.
સામગ્રી :
- ચોખા – ૨ કપ
- તુવેરની દાળ – ૧ કપ
- ગાજર – ૧ નંગ
- વટાણા – ૧૫૦ ગ્રામ
- તજ – ૪ નંગ
- લવિંગ – ૨-૪ નંગ
- આખા લાલ મરચાં – ૨ નંગ
- હળદર – અડધી ચમચી
- મરચું – ૧ ચમચી
- ગરમ મસાલો – ૧ ચમચી
- જીરું – પા ચમચી
- રાઇ – પા ચમચી
- આદું-લસણની પેસ્ટ – દોઢ ચમચી
- તેલ – ૨ ચમચા
- પાણી – જરૂર પ્રમાણે
રીત :
- દાળ અને ચોખાને ધોઇ એક કલાક માટે પલાળી રાખો.
- જો લીલા વટાણા ન મળે તો સૂકા વટાણાને પાણીમાં પલાળી રાખી તેનો ઉપયોગ કરી શકો.
- તેલ ગરમ કરી તેમાં રાઇ જીરાંનો વઘાર કરો અને બધી સામગ્રી તેમાં નાખીને સાંતળો.
- તેમાં બધા શાક નાખી થોડી વાર હલાવો અને દાળ ચોખા ઉમેરી દસેક મિનિટ રહેવા દો.
- આમાં પાંચ કપ પાણી રેડી કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી રાખી આંચ પરથી ઉતારી લો.
- કઢી કે છાશ સાથે ગરમાગરમ ખીચડીની મઝા માણો