petni charbi utarva
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પેટની ચરબી ઘટાડવા: અત્યારની ભાગદોડ જિંદગીમાં અનિયમિત ખોરાક અને એક જ જગ્યા પર કલાકો સુધી ઓફિસે બેસી ને કામ કરવાને કારણે વજન વધવાની સમસ્યા સતાવે છે. આખા દિવસ દરમિયાન ભારે દોડધામ કરી અને પછી જ્યારે પેટના ભાગે ચરબીના થર જોવા મળે ત્યારે દરેક લોકોની ચિંતામાં વધારો થવા લાગે છે.

જેમ જેમ શરીરના વજનમાં વધારો થાય છે તેમ તેમ શરીર અનેક પ્રકારના રોગનું ઘર બની જાય છે. પરંતુ જો આ સમસ્યા પર જો સમયસર નિયંત્રણ કરી લેવામાં આવે તો ફીટ એન્ડ ફાઈન બોડી સાથે લાંબુ અને સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે.

રોજ ચારથી પાંચ તુલસીના પાન ચાવી ચાવીને ખાવાથી કે તેને ફુદીનાના પાન સાથે પાણી માં નાખી તે પાણીને ઉકાળવાથી અને આ ઉકાળેલું પાણી પીવાથી વજન નિયંત્રિત થાય જ છે. સાથે-સાથે કેન્સર જેવી બીમારી પણ ન થાય અને શરદી કે ઉધરસ જો હોય તો મટી જાય છે.

1 ) આખા દિવસમાં ઓછામાં ઓછું આંઠ ગ્લાસ પાણી જરૂરથી પીવું. આંઠ ગ્લાસ જેટલું પાણી પીવાથી શરીરમાંથી ફેટ ઓછું થશે. સાથે સાથે આ ઉપરાંત દિવસ દરમિયાન લીંબુ, ફુદીનો અને કાકડીના રસનું મિશ્રણ બનાવીને પીવું.

2) હળદર: જો તમને હળદરવાળું પાણી પીવું ગમતું હોય તો તમે બે ચમચી હળદર અને એક ગ્લાસ જેટલા પાણીમાં નાખી મિક્સ કરી લો અને જમ્યાના એક કલાક પહેલા અથવા રાત્રે સૂતા પહેલાં તે પાણી પી જાઓ અથવા તો દૂધમાં હળદર બે ચમચી હળદર નાખીને તે દૂધ પણ પી શકો છો.

હળદરમાં ઓમેગા-૩ ફેટી એસિડ, વિટામિન બી, કેલ્શિયમ જેવા તત્વો રહેલા છે. જે ચરબીને આરામ થી ઘટાડી દે છે અને અન્ય ગંભીર બીમારીને પણ ઠીક કરવામાં મદદરૂપ સાબિત થાય છે. માટે હળદર વાળું પાણી કે હળદર વાળું દૂધ રોજ રાત્રે કે રોજ સવારે અવશ્ય પીવું જોઈએ.

3) જીરું: ત્રણ ચમચી જેટલું જીરું ને પાણીમાં નાખી ઉકાળીને તે પાણી પીવાથી વજન નિયંત્રિત થાય છે . જીરૂને પાણીમાં નાખીને ઉકાળીને પીવાનું આ પ્રયોગ છે તે ભારતમાં સૌથી પ્રખ્યાત પ્રયોગ માનવામાં આવે છે. જે વજનની સાથે સાથે ઘણી અન્ય બીમારીને પણ ઠીક કરી દે છે.

4) આમળા: આમળા ની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે. વિટામીન સી આપણી આંખો માટે અને શરીરમાંથી ખરાબ તત્વોને બહાર કાઢવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે. આંખોની તકલીફ ને મટાડવા માટે આમળા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત પેટની વધી ગયેલી ચરબી કે વજન નિયંત્રિત કરવા માટે પણ આમળાનું સેવન અવશ્ય કરવું જોઈએ.

5) મલાઈ વગરનું દૂધ: જો તમે ભેંસનું મલાઈવાળું દૂધ પીવો છો તો તમારે તે બંધ કરવું જોઈએ. કારણ કે ભેંસનું મલાઈવાળું દૂધ ન માત્ર તમારું વજન અને નિયંત્રિત કરે છે પણ આ દૂધ તમારા હૃદયની નસોને બ્લોક કરવાનું પણ કામ કરે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં રસોઈ ની દુનિયા ને Like & Follow કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

3 replies on “પેટની ચરબી ઘટાડવા (ચરબી ઉતારવા) માટે અપનાવો આ 5 ટિપ્સ”