pet ni charbi utarva mate su karvu
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

પેટ પર વધી રહેલી ચરબી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી તમને ડાયાબિટીસ, હૃદય રોગ અને મેટાબોલિઝમ સંબંધિત ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. પેટ પર ચરબી જમા થવી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કારણ કે આપણા શરીરના મોટાભાગના અંગો જેમ કે કિડની, આંતરડા, લીવર અને સ્વાદુપિંડ આ ભાગમાં હોય છે, જે ચરબીના કારણે આ અંગોને કામ કરવામાં મુશ્કેલી આવે છે.

ઘણી વાર આપણે પેટની ચરબી ઘટાડવા પર ધ્યાન આપતા નથી અને તે વધવાનું કારણ શું છે તેના વિશે પણ ક્યારેય વિચારવાનો પ્રયાસ નથી કરતા, પરંતુ દરરોજ અરીસા સામે ઉભા રહીને ચરબી ઘટાડવા વિશે વિચાર ચોક્કસ કરીએ છીએ. ચાલો, આજે અમે તમને મદદ કરીએ અને તમને જણાવીએ કે પેટ પર ચરબી જમા થવાનું કારણ શું છે.

1.  આંતરડાના ખરાબ બેક્ટેરિયા : આપણા આંતરડામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા રહે છે. કેટલાક આપણા શરીર માટે ફાયદાકારક છે તો કેટલાક નુકસાનકારક છે. જ તમારે સારું સ્વાસ્થ્ય અને સારી રોગપ્રતિકારક શક્તિ મેળવવી છે તો તમારે તમારા આંતરડામાં આ બેક્ટેરિયાનું સંતુલન જાળવી રાખવું પડશે.

જો આ બેક્ટેરિયાનું સંતુલન ખોરવાઈ જાય એટલે કે ખરાબ બેક્ટેરિયા વધી જાય તો ડાયાબિટીસ, પેટની ચરબી, હૃદયની બીમારીઓ, કેન્સર જેવી અનેક સમસ્યાઓ આપણા શરીરમાં જોખમ વધી જાય છે.

2. ઓછો પ્રોટીનવાળો ખોરાક : શરીર સારી રીતે કામ કરે તે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે યોગ્ય માત્રામાં પ્રોટીનનું સેવન કરીએ. જો તમે વજનને નિયંત્રણમાં રાખવા માંગતા હોય તો પણ પ્રોટીન મહત્વનો ભાગ ભજવે છે.

ઉચ્ચ પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તેની સાથે મેટાબોલિઝમ પણ વધે છે અને કેલેરી પણ બર્ન થાય છે. પરંતુ તેનાથી વિપરિત લો-પ્રોટીનવાળો ખોરાક ખાવાથી વજન વધે છે અને પેટની આસપાસના ભાગમાં ચરબી એકઠી થવા લાગે છે.

એક અભ્યાસ સૂચવે છે કે જ્યારે આપણે પ્રોટીન ઓછું ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ન્યુરોપેપ્ટાઈડ y નામનું હોર્મોન વધવા લાગે છે અને આ હોર્મોન આપણી ભૂખ અને પેટની ચરબી વધારવાનું કામ કરતુ હોય છે

3. કાર્બ ખોરાક અને પીણાં : મોટાભાગના લોકો વિચારતા પણ નથી કે તેઓ એક દિવસમાં કેટલું કાર્બોહાઇડ્રેટ લે છે. ખાંડ, બ્રેડ, રોટલી, ભાત, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ એ બધા કાર્બોહાઇડ્રેટ્સના શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. આપણે કેક, ટોફી, કેન્ડી જેવી વસ્તુઓ ખાઈએ છીએ, પરંતુ અમે આપણા બાળકોને પણ ખૂબ ઉત્સાહથી ખવડાવીએ છીએ.

સંશોધન મુજબ, પેટની ચરબી અને ઉચ્ચ કાર્બ ખોરાક અને પીણાં વચ્ચે સીધો સંબંધ છે. નિયમિત ખાંડમાં 50% ફ્રક્ટોઝ હોય છે અને બ્રેડ, પિઝા વગેરેમાં બનાવવા માટે વપરાતા કોર્ન સ્ટાર્ચમાં 55% ફ્રક્ટોઝ હોય છે.

ફ્રુક્ટોઝ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, જેનું વધુ પ્રમાણ આપણા હૃદય અને મગજ માટે હાનિકારક છે. કાર્બોહાઇડ્રેટ્સનો મોટો ગેરલાભ એ છે કે તે શરીરમાંથી ઇન્સ્યુલિનની સેન્સિટિવિટીને ઘટાડે છે અને ડાયાબિટીસને પ્રોત્સાહન આપે છે.

4. તણાવ અને હોર્મોન્સ : તણાવને કારણે પણ પેટ અને કમર પરની ચરબી વધી શકે છે. આપણા શરીરમાં એડ્રેનેલ ગ્રંથિમાંથી કોર્ટિસોલ નામનું હોર્મોન નીકળે છે. આ હોર્મોનને તણાવ હોર્મોન કહેવામાં આવે છે કારણ કે તે ભય અથવા તણાવની પરિસ્થિતિઓમાં સ્ટ્રેસ માટે જવાબદાર છે.

જો આ હોર્મોન વધારે માત્રામાં બનવા લાગે છે તો તે વજનમાં એટલે કે પેટની ચરબીમાં વધારો કરે છે. ઘણા લોકો તણાવમાં વધુ પડતું ખાવાનું શરુ કરે છે. પરંતુ આ કેલરીને આખા શરીરમાં સમાનરૂપે વિતરિત કરવાને બદલે, કોર્ટિસોલ તેને માત્ર પેટના ભાગમાં જ સંગ્રહિત કરે છે.

5. આલ્કોહોલ : દરેક વ્યક્તિ જાણે છે કે આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે જોખમી છે. પરંતુ તેની સીધી અસર તમારા વજન પર પણ પડે છે. જો કે, તમામ પ્રકારના આલ્કોહોલ હાનિકારક નથી હોતા, જેમ કે રેડ વાઇન ખાસ કરીને હૃદય માટે સારી માનવામાં આવે છે. પરંતુ વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવાથી લીવરમાં બળતરા, ફેટી લીવર જેવી સમસ્યાઓ થઈ શકે છે.

કેટલાક સંશોધનો મુજબ આલ્કોહોલ પીવાથી શરીરની ચરબી પચાવવાની ક્ષમતા ઘટી જાય છે. જેના કારણે પેટની આસપાસ વધુ ચરબી જમા થાય છે અને તેને બીયર બેલી કહેવામાં આવે છે એટલે કે હાર્ટ એટેકનું જોખમ વધવું.

6. પૂરતી ઊંઘ ના લેવી : સારી ઉંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ઘણા અભ્યાસો મુજબ ઓછી ઊંઘ પણ વજન વધવાનું કારણ હોઈ શકે છે. એક સંશોધનમાં 68,000 મહિલાઓ પર 16 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. જેમાં 7 કલાકથી વધુ ઊંઘ લેનારી મહિલાઓની સરખામણીમાં 5 કલાક કે તેથી ઓછી ઊંઘ લેતી મહિલાઓનું વજન 15 કિલો વધી ગયું હતું.

સ્લીપ એપનિયા નામની બીમારીને કારણે પણ પેટની ચરબી વધી શકે છે. તેથી જો તમને ઊંઘ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો કારણ કે તે તમારા પેટની ચરબી માટે જ નહીં, પરંતુ તમારા હૃદય માટે પણ એટલું જ જોખમી હોઈ શકે છે.

પેટની ચરબી શરીરમાં ઘણી બધી બીમારીઓ લઈને આવે છે. એટલા માટે હેલ્દી ખોરાક, નિયમિત વર્કઆઉટ કરીને અને તણાવ ઓછો કરીને આ ખતરનાક રોગોથી પોતાને બચાવવાનો પ્રયાસ કરો. આવી જ આરોગ્ય અને ફિટનેસ સબંધિત માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા