pet na dukhava mate dava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જે પ્રમાણે આજની જીવનશૈલી બદલાઈ ગઈ છે તે રીતે આજનું યુવાધન બહારનું ખાવાનું અને ફાસ્ટ ફૂડ તેમની જીવનશૈલીનો એક ભાગ બની ગયા છે. આની પાછળનું મોટું કારણ છે આપણી આળશ. બજારમાં મળતી આ બધી વસ્તુઓ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તેનાથી આપણા પેટની વાટ લાગી જાય છે.

જી હા, આ વાત આપણે બધા જાણીયે છીએ કે આ વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ આપણા પાચનતંત્ર પર ખરાબ અસર કરે છે. જો તમને પણ બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું બહુ ગમે છે અને જેના કારણે તમારું પેટ ખરાબ રહેતું હોય તો નિષ્ણાત મુજબ વરિયાળી, આદુ, દહીં અને પપૈયા વગેરેને ઓછી માત્રામાં ખાવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખી શકાય છે.

તો આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે, જો તમે ફાસ્ટફૂડ ખાધું અને પેટ ખરાબ થયું છે તો પાચનતંત્રને સ્વસ્થ રાખતી કેટલીક વસ્તુઓની યાદી આપી રહયા છીએ, જે તમારા રસોડામાં સરળતાથી મળી જશે. તો ચાલો અમારી સાથે તમે પણ જાણો કઈ છે આ વસ્તુઓ.

ઔષધિ સ્વરૂપ આદુ : લિસ્ટમાં સૌથી પહેલું નામ આદુ છે. પાચનતંત્રને મજબૂત કરવા માટે આ એક શ્રેષ્ઠ ઔષધિ છે. તે બળતરા અને છાતીમાં જલનને રોકવામાં મદદ કરે છે. આ અદ્ભુત ઔષધિનો ફાયદો મેળવવા માટે જમ્યા પછી આદુના પાણીમાં લીંબુના થોડા ટીપાં મિક્સ કરીને એક ચુસ્કી પીવો. તે તમને પેટ સબંધીત ઘણી સમસ્યાઓને દૂર કરે છે.

પેટ માટે જીરું : જીરું વગર ભોજનને સ્વાદ અધૂરો છે અને તે દરેકના રસોડામાં સરળતાથી મળી રહે છે. સ્વાદુપિંડમાં વિવિધ પાચન ઉત્સેચકોના સ્ત્રાવમાં મદદ કરે છે જે પોષક તત્વોના પાચન અને શોષણમાં મદદ કરે છે. શેકેલા જીરાના સ્વાદ અને ફાયદા માટે તમે તેને દહીં, છાશ, શિકંજી, સલાડ અને સૂપમાં ઉમેરીને લઇ શકો છો.

વરિયાળી : વરિયાળીમાં મળતા ફાયટોન્યુટ્રિઅન્ટ્સ તમને એન્ટીઑકિસડન્ટ ગુણ આપે છે જે તમને પેટનો ગેસ ઘટાડવામાં અને પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. વરિયાળી ચાવવાથી અથવા તેને ચામાં ઉમેરવાથી પાચનતંત્ર સક્રિય થાય છે જેનાથી છાતીમાં દુખાવો, પેટ અને આંતરડાની સમસ્યાઓ દૂર થાય છે.

તમે તેનું સેવન દૂધ, દહીં, શિકંજી, સલાડ અથવા સૂપમાં ઉમેરીને ખાઈ શકો છો અથવા દરરોજ જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાવાની આદત બનાવી શકો છો.

દહીં : જો કે દૂધમાંથી બનેલી મોટાભાગની વસ્તુઓ ખાવાથી પાચનની સમસ્યા ઉભી થાય છે પરંતુ દહીં વિપરીત અસર કરે છે. દહીંમાં રહેલા પ્રોબાયોટીક્સ પેટને સ્વસ્થ રાખવા માટે સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે જે પાચનક્રિયા વધારવામાં અને ગેસ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.

પપૈયા અપાવે છે ઝાડાથી છુટકારો : પપૈયું ઝાડા અને પેટની સમસ્યાઓની સારવાર માટે શ્રેષ્ઠ ફળ છે. તેને ખાવાથી પાચન, ખાટા ઓડકાર અને કબજિયાતમાં આરામ મળે છે અને પેટના રોગો પણ મટે છે. તેમાં જાદુઈ એન્ઝાઇમ પેપેઇન હોય છે તે એક કુદરતી એન્ઝાઇમ છે જે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે અને તંદુરસ્ત એસિડિક વાતાવરણને પ્રોત્સાહન આપીને પેટને શાંત કરે છે.

તરત એનર્જી માટે કેળું : કેળા એક એવું ફળ છે જે ઝડપથી પચી પણ જાય છે અને તમને તરત જ એનર્જી આપે છે. પપૈયાની જેમ તેમાં પણ પેક્ટીન હોય છે જેના કારણે પેટના રોગો સરળતાથી દૂર કરી શકાય છે. તો આ લેખ વાંચ્યા પછી પેટના રોગોને દૂર કરવા માટે તમે આ વસ્તુઓનું સેવન કરી શકો છો.

જો તમને આ પેટ સબંધિત માહિતી ગમી હોય તો, આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ ટિપ્સ અને બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા