પેટમાં દુખાવો એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે જે લગભગ દરેકને દુખાવો થતો હોય છે. ભારે ખોરાક ખાવું અથવા ભારે ખોરાક લીધા પછી તરત જ સુઈ જવાથી અપચો અથવા એસિડિટીની સ્સ્મસ્યા થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે મોટાભાગના લોકો હાજમોલાની ગોળી લેતા હોય છે.
પરંતુ આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે એક કુદરતી ઉપાય કરી શકો છો, જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ જાદુઈ દેશી ઉપાય કરવા માટે તમારે બજારમાંથી કોઈપણ વસ્તુની લાવવાની જરૂર નથી પડતી.
તમારા રસોડામાં હાજર જીરું, અજમો અને આદુનો ઉપયોગ કરીને નુસખો કરવાનો છે. તે તમારા ચયાપચયને વધારવાની સાથે પાચનને પણ સુધારી શકે છે. સારી વાત છે કે તૈયાર કરવું સરળ છે. તો ચાલો જાણીએ તેને કેવી રીતે બનાવવું અને કઈ રીતે લેવું અને તેના ફાયદા વિશે.
સામગ્રી : આદુ 1 ચમચી, જીરું 1 ચમચી અને અજમો 1 ચમચી. વિધિ – એક પેનમાં 1 કપ પાણી ગરમ કરો. તેમાં છીણેલું આદુ ઉમેરો અને પછી જીરું અને અજમો ઉમેરો. હવે તેને 5 મિનિટ સુધી ઉકાળો. પછી તેને ગાળીને દિવસમાં ઓછામાં ઓછા 2 વખત લો. પેટના દુખાવામાંથી તમને ઝડપથી રાહત મળશે.
પેટના દુખાવા માટે આદુ, જીરું અને અજમો જ કેમ? તો આદુ શાકમાં સ્વાદ ઉમેરવા સિવાય તે રસોડામાં એક ઉત્તમ મસાલો છે કારણ કે તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મદદ કરે છે અને ફેફસાની બીમારી, હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમને પણ ઘટાડી શકે છે.
જો તમને પહેલાં પેટમાં દુખાવો અથવા ઉબકાનો અનુભવ થયો હોય તો તમે કદાચ સાંભળ્યું હશે કે લોકો તમને આદુ ખાવા અથવા આદુની ચા પીવાનું કહેતા હોય છે.
જીરું : આયુર્વેદ મુજબ જીરું એક રસોડામાં રહેલો એવો મસાલો છે જે પાચન રસને ઉત્તેજિત કરે છે અને એસિડિટી અને અપચો જેવી પેટની સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. જીરાનું પાણી એસિડિટી, અપચો અને પેટનું ફૂલવું વગેરે સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
જીરાના પાણીમાં રહેલા શક્તિશાળી એન્ટિ-ગેસ કેમિકલ બોવેલ સિંડ્રોમથી સિસ્ટમને બચાવે છે અને પેટનું ફૂલવું અને એસિડિટીને ઠીક કરે છે. આ સિવાય જીરું શરીરમાં રહેલા ટોક્સિન્સને દૂર કરવામાં મદદ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટળાઇને સારા કોલેસ્ટ્રોલને વધારે છે.
અજમો : પેટના દુખાવા માટે આ શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે અજમો. પેટના દુખાવા અને એસિડિટી માટે અજમાનો લાંબા સમયથી ઘરેલુ ઉપચાર તરીકે ઉપયોગ થાય છે. અજમામાં થાઇમોલ નામનું સંયોજન હોય છે જે પેટમાં ગેસ્ટ્રિક જ્યુસના ઉત્સર્જનને વધારે છે, જેનાથી પેટનું પીએચ લેવલ નિયંત્રિત રહે છે.
આ સિવાય પાચનક્રિયા પણ સારી રહે છે, તેમાં હાજર વિટામિન-સી તમારા મેટાબોલિઝમને મજબૂત બનાવે છે અને પેટને ઓછું કરવામાં પણ મદદ કરે છે. તમે પણ આ દેશી નુસખાને અજમાવીને અપચોને કારણે થતા પેટના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
જો કે આ દેશી નુસખો સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવેલો છે અને તેની કોઈ આડઅસર નથી. પરંતુ જો તમને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ આ નુસખો અજમાવો. તમને આ લેખ ગમ્યો હોય તો આવી જ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.