dorda kudva
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જીવનની દોડધામમાં આપણા શરીરને સ્વસ્થ કેવી રીતે તે ભૂલી ગયા છીએ. કસરત કરવાનો આપણી પાસે સમય ન હોવાને કારણે તમામ પ્રકારની બીમારીઓ આપણને ઘેરી રહી છે. જો તમારી પાસે સમય નથી એન એવી કસરત વિશે વિચારી રહ્યા છો જે ઓછા સમયમાં વધારે ફાયદા આપી શકે તો તમારી માટે દોરડા કૂદવાની કસરત સારી છે.

આ કસરત બાળકોથી લઈને મોટી વયના કોઈપણ વ્યક્તિ કરી શકે છે. આ કરવા માટે કોઈ નિશ્ચિત સમય નથી. જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે તમે દોરડા કૂદી શકો છો. દરરોજ 10 મિનિટ દોરડા કૂદવાથી તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે, જે તમને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે.

આ સિવાય જો તમે શરીરની ચરબી ઘટાડવા માંગો છો તો દોરડા કૂદવાથી તમારું ચરબી અને વજન ઓછું થઈ શકે છે. નિયમિત દોરડા કૂદવાથી તમારા હાથ-પગના હાડકાં મજબૂત બને છે અને ચહેરા પર ચમક આવે છે, ઘૂંટણના દુખાવામાં દૂર થઇ શકે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે.

દરરોજ 10-15 મિનિટ સમય કાઢીને દોરડા કૂદવાથી શરીરમાંથી ઓછામાં ઓછી 200-250 કેલરી બર્ન થાય છે. દોરડા કૂદવા એ બાળકોની ઊંચાઈ વધારવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. હાર્ટ એટેક અને ડિપ્રેશન જેવા રોગોને દૂર કરવા માટે આ કસરત સારી માનવામાં આવે છે.

જો કે દોરડા કૂદતા પહેલા પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, જેમ કે ક્યારેય ખાલી પેટ પર દોરડું ના કૂદવું જોઈએ, કારણ કે પેટમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. દોરડા કુદવાનો સારો સમય છે જમ્યાના બે કલાક પહેલા અથવા જમ્યાના બે કલાક પછી.

આ સિવાય દોરડા કૂદતા પહેલા 5 મિનિટ થોડી હળવી કસરત પણ કરવી જોઈએ, જે તમારા શરીરને દોરડા કૂદવા માટે લગભગ તૈયાર બનાવે છે. જો તમે આ બધા લાભ મેળવવા માંગતા હોય તો દોરડા કૂદવાનું શરુ કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા