આજે આપણે શક્તિથી ભરપૂર અને મગજ ને તેજ કરવાવાળા લાડવાની રેસિપી વિશે જાણીશું. આ લાડવામાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવેલો છે તે બધી જ સામગ્રી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે અને તમે તેને 1 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. આ રેસિપી તમે પણ ઘરે સરળતાથી બનાવી શકો છો.
સામગ્રી : 5 મોટી ચમચી દેશી ઘી (1 કપ), 1 કપ પિસ્તા, 1 કપ અખરોટ, 1 કપ બદામ અને 1 કપ કાજુ, 1 કપ કિસમિસ, 1 કપ મખાના, 1 ચમચી ખસખસ, 1 કપ છીણેલું નાળિયેળ, 2 કપ ખાંડ, 1 કપ પાણી.
લાડવા બનાવવા માટે, એક પેન લો અને તેમાં 5 ચમચી શુદ્ધ દેશી ઘી ઉમેરો. ઘી ને ગરમ થવા દો. ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ પિસ્તા, 1 કપ અખરોટ, 1 કપ બદામ અને 1 કપ કાજુ ઉમેરીને સારી રીતે ઘીમાં શેકી લેવાના છે. અહીંયા તમારે લગભગ 1 મિનિટ સુધી મીડીયમ ગેસ પર સતત હલાવતા રહેવાનું છે.
1 મિનિટ થી વધારે ના શેકો, વધારે શેકવાથી ડ્રાયફ્રૂટનો સ્વાદ બગડી શકે છે અને લાડવાનો ટેસ્ટ બગડી શકે છે. ડ્રાયફ્રુટ શેકાઈ જાય એટલે તેને ઘી માંથી બહાર કાઢી લો. હવે એ જ ઘી માં 1 કપ કિસમિસ ઉમેરીને શેકી લો. કિસમિસને પણ સતત હલાવતા રહો જ્યાં સુધી તે ફૂલી ન જાય.
જયારે કિસમિસ ફૂલી જાય એટલે તેને ઘી માંથી બહાર કઢીને ડ્રાયફ્રુટ વળી પ્લેટમાં કાઢી લો. એજ રીતે 1 કપ મખાનાને 2 થી 3 મિનિટ સુધી શેકીને બહાર કાઢીને કિસમિસ અને ડ્રાયફ્રુટ પ્લેટમાં કાઢી લો.
હવે ફરીથી એક પેનલો અને તેમાં 2 ચમચી ઘી ઉમેરો. ઘે ઓગાળી જાય ત્યારે તેમાં 1 ચમચી ખસખસ ઉમેરો. 30 સેકન્ડ પછી 1 કપ છીણેલું નાળિયેળ ઉમેરીને મીડીયમ ગેસ પર સતત હલાવતા રહો. નાળિયેળનો રંગ બદલાઈ જાય એટલે તરત તેને કાઢીને ડ્રાયફ્રુટવાળી પ્લેટમાં કાઢી લો. હવે શેકેલા મખાનાને મેશ કરીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.
હવે છેલ્લે એક કડાઈ લો. તેમાં 2 કપ ખાંડ લો અને તેમાં 1 કપ પાણી ઉમેરો. હવે મીડીયમ ગેસ પર 2 મિનિટ સુધી સતત હલાવતા રહો, જયારે ચાસણી બની જાય એટલે તેમાં શેકેલી બધી મિક્સ કરેલી સામગ્રીને ચાસણીમાં ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરીને ગેસ બંધ કરીને કોઈ પ્લેટમાં કાઢી લો.
હવે હાથમાં થોડું ઘી લગાવીને લાડવા બનાવી લો. તો તૈયાર છે શક્તિથી ભરપૂર લાડવા. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. તમે આ લાડવાને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આવી જ અવનવી રેસિપી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, ધન્યવાદ.