cooking oil used gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તેલ વગર તો આપણે રસોડાની કલ્પના પણ નથી કરી શકતા. ભારતીય ખોરાકમાં તેલ કેટલું મહત્વનું છે તે કોઈપણ ભારતીયને પૂછી લો. તેલનો ઉપયોગ ઘણી બધી રીતે અને ઘણી વસ્તુઓમાં કરીએ છીએ, પછી તે શાક બનાવવા, ભજીયા તળવા, પરાઠા કે તડકા માટે હોય.

કચોરી, પુરી, સમોસા, માલપુઆ જેવી વસ્તુઓ આપણા ઘરે બનતી હોય છે. આ બધામાં ઉપયોગ કર્યા પછી વધેલા તેલને પણ 2-3 વધુ વખત ઉપયોગ કરવામાં આવે છે. તેલ ખાવામાં સ્વાદ વધારે છે.

પરંતુ સામાન્ય રીતે એક વસ્તુ પર કોઈ ધ્યાન આપતું નથી તે છે ઘરોમાં એક વખત વપરાતા તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. તેલનો બગાડ ન થાય તે માટે આપણે બધા આવું કરતા હોઈએ છીએ.

પરંતુ શું તમે જાણો છો કે તેલનો વારંવાર ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે?? હવે તમારા મગજમાં એક પ્રશ્ન થતો હશે કે આપણે વધેલા તેલનો કેટલી વાર ઉપયોગ કરી શકીએ છીએ. તેથી વધેલા તેલનો વારંવાર ઉપયોગ તમારા કેવી રીતે નુકસાનકારક છે તે આવો જાણીએ.

બચેલું તેલ કેન્સરનું કારણ બની શકે છે : જો એકવાર વપરાયેલ તેલનો ફરીથી ઉપયોગ કરવામાં આવે તો તેનાથી બળતરા અને સુજન જેવી સમસ્યાઓ થઇ શકે છે. આ સાથે કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય તેલનો વારંવાર ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ વધે છે અને ધમનીઓ બ્લોક થઈ શકે છે.

આ સિવાય એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવાથી હૃદયના રોગો, અલ્ઝાઈમર રોગ, એસિડિટી, પાર્કિન્સન જેવા રોગો પણ થઈ શકે છે. એકવાર તેલનો ઉપયોગ કર્યા પછી એજ તેલનો ફરીથી ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. પરંતુ જો તેલ વધારે હોય અને તમે તેને ફેંકી દેવા નથી માંગતા તો કેટલાક કિસ્સાઓમાં તે કરી શકાય છે.

જો કે, તમે કયા તેલનો ઉપયોગ કરો છો તેના પર પણ આધાર રાખે છે, પછી ભલે તે સરસવનું તેલ હોય કે રીફાઇન્ડ તેલ. સરસોના તેલનો ફરીથી ઉપયોગ કરી શકાય છે પરંતુ રિફાઇન્ડ તેલનો ફરીથી ઉપયોગ કરવાનું હંમેશા ટાળવું જોઈએ.

રિફાઇન્ડ તેલનો ફરીથી ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ એવું ડૉક્ટરો પણ ભલામણ કરતા હોય છે. બધા તેલ એકબીજાથી તદ્દન અલગ હોય છે કારણ કે કેટલાકમાં ડીપ ફ્રાઈંગ વખતે અમુકમાં વધારે ધુમાડો નીકળે છે અને અમુકમાં ઓછો નીકળે છે.

કેટલાક તેલ એવા છે કે જે ગરમ થાય ત્યારે તેમાંથી ધુમાડો નથી નીકળતો, જેમ કે સૂર્યમુખી તેલ, સોયાબીન તેલ, સીંગ તેલ વગેરે વગેરે. એટલા માટે રાંધ્યા પછી બાકીના તેલને ઠંડુ થવા દો અને તેને હવાચુસ્ત પાત્રમાં ગાળી લો. તેનાથી તે તેલના ખોરાકના કણો નીકળી જશે.

પરંતુ જો તેલનો બીજી વખત ઉપયોગ કરતી વખતે પહેલા કરતા વધુ ધુમાડો કાઢે છે તો તે તેલનો ફરીથી ઉપયોગ કરશો નહીં. તમે તેલનો ફરીથી ઉપયોગ કરતા પહેલાં તેનો રંગ અને તેની જાડાઈ જરૂર તપાસો.

જો તેલનો રંગ કાળો થઈ ગયો હોય તો સમજી લેવું કે આ તેલ ખરાબ છે અને તેનો ઉપયોગ બિલકુલ ના કરો. અમને આશા છે કે તમને માહિતી પસંદ આવી હશે, આવી રસોઈ સબંધિત માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા