જો તમને દરરોજ ખાવામાં ગરમ ગરમ રોટલી મળે તો મજા પડી જાય છે. જો રોટલી નરમ હોય અને બરાબર સેકાઈ હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે, પરંતુ ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓને રોટલી બરાબર નથી બનતી. ઘણી વાર રોટલી કાળી થઈ જાય છે, ઘણીવાર રોટલી નરમ નથી બનતી અને કેટલાક લોકોને રોટલી ફુલતી નથી. રોટલી બનાવવી ખૂબ સરળ છે જો તમને રસોડાની કેટલીક ખાસ ટિપ્સ ખબર હોય તો. આજે આપણે રોટલી સંબંધિત એવી રસોઈ ટિપ્સ વિશે વાત કરીશું.
શા માટે રોટલી ફાયદાકારક છે? રોટલીમાં ફાઇબર ભરપૂર હોય છે અને કેલરી પણ ઓછી હોય છે. રોટલી ખાવાના ફાયદા ઘણા છે. આમાં, ઘણા જરૂરી પોષક તત્વો જેવા કે સોડિયમ, પ્રોટીન, ફાઇબર, કાર્બ્સ, પોટેશિયમ વગેરે જોવા મળે છે. દાળ અને શાકભાજી સાથે, તે સંપૂર્ણ આહાર બની જાય છે.
1. કણક બાંધતી વખતે નવશેકું પાણી વાપરો : જ્યારે પણ તમે રોટલી માટે કણક બાંધો ત્યારે ધ્યાન રાખો કે હળવું ગરમ પાણી હોવું જોઈએ. જો તમારી રોટલી નરમ નથી બનતી, તો પછી આ એક ટિપ્સની મદદથી, તમને ઘણો ફેરફાર જોવા મળશે. જો તમે ઇચ્છતા હોવ તો, તમે રોટલીના કણકમાં થોડો મોયન એટલે કે અડધો ચમચી તેલ ઉમેરો. પરંતુ તેને બાંધતી વખતે, પાણીને હળવું ગરમ કરી લો. આ એક ખૂબ જ ઉપયોગી કિચન હેક છે .
2. કણક બાંધ્યા પછી તરત રોટલી બનાવશો નહિ : રોટલી બનાવતી વખતે ઉતાવળ ન કરવી. જો કણક બાંધી લીધી છે, તો પછી તેને ઓછામાં ઓછા 10 મિનિટ સુધી ઢાંકીને રાખો.જો તમે ઇચ્છતા હોવ તો શાક બનાવતા પહેલા કણકને બાંધી રાખો. રસોડામાં સમય બચાવવા માટે આ એક સારો રસ્તો હોઈ શકે છે. પરંતુ આ ભૂલશો નહીં. વધારે નહિ તો તમે કણકને પાંચ થી સાત મિનિટ સુધી રાખી શકો છો.
3. સુકા લોટ રોટલી પરથી દૂર કરો : જો તમે એવા લોકોમાંથી એક છો કે જેઓ વધારે સૂકા લોટ ઉપયોગ રોટલી બનાવે છે, તો તેને ગરમ તવી પર નાખતા પહેલા ઉપર થી સૂકા લોટ ને દૂર કરો. નહીં તો રોટલી ઉપરનો સૂકો લોટ બળી જાય છે.
આ કારણે રોટલી કાળી દેખાવા લાગે છે અને પરફેક્ટ લગતી નથી. તેથી તમે ધ્યાન રાખો કે રોટલી બનાવતી વખતે સૂકા લોટ ને દૂર કરો. ઉપરાંત, રોટલીને શેકતી વખતે ગેસની ફલેમને ફૂલ રાખો. રોટલી ધીમા તાપ પર નરમ થતી નથી.
4. કણક સ્ટોર કરતી વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખો : કણકનો સંગ્રહ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તેને સીધા ડબ્બામાં બંદ કરીને રેફ્રિજરેટરમાં ના રાખો. આમ કરવાથી કણક કાળી પડી જાય છે. આવી લોટની રોટલી સ્વાદમાં સારી હોતી નથી અને ના તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી. સૌ પ્રથમ એવો પ્રયત્ન કરો કે કણક ખૂબ લાંબા સમય સુધી સ્ટોર ના રહે. 24 કલાક જૂનો લોટ બિલકુલ વાપરશો નહીં.
કણકને સ્ટોર કરતી વખતે, ધ્યાન રાખો કે તેલ અથવા ઘી લગાવવું. ઉપરાંત, ખૂબ ભીની કણક સ્ટોર ના કરો. આમ કરવાથી, કણક ખરાબ થવાની સંભાવના વધારે રહે છે. તેમજ ઘી અથવા તેલ લગાવ્યા પછી તેને એલ્યુમિનિયમ વરખમાં લપેટીને ફ્રિજમાં એર ટાઇટ કન્ટેનરમાં રાખી દો. આ કરવાથી કણક લાંબા સમય સુધી તાજી રહેશે.
5. તમે રોટલી ને ફ્રોઝન કરી શકો છો : તમને આ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ એકદમ સાચું છે. તમે રોટલી ફ્રોઝન કરી શકો છો. ફ્રોઝન રોટલી એક અઠવાડિયા સુધી રહી શકે છે. આના માટે ટિપ્સ છે કે તમે જ્યારે રોટલી થોડી જ ગરમ હોય ત્યારે જ ફ્રોઝન કરો.
ખૂબ જ ઠંડી રોટલી કે ના તો વધારે ગરમ રોટલી ફ્રોઝન ના કરો. ઝિપલોક બેગમાં ગરમ રોટલી મૂકો અને તેને ફ્રોઝન કરો. આ કરવાથી, જ્યારે પણ તમે તેને બહાર ખાવા માટે કાઢશો ત્યારે તે નરમ જ હશે.
આ બધી ટિપ્સ અજમાવીને જુવો, ચોક્કસ તમારો રસોઈનો અનુભવ પણ ખૂબ સારો રહેશે. આ કરવાથી તમારી રોટલી પણ નરમ બનશે અને સ્ટોર કરવામાં પણ આસાન રહેશે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.