parenting tips gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

એવા ઘણા ઓછા બાળકો હોય છે જેઓ પોતાની જાતને સ્વયં પ્રેરિત કરે છે. તમે તમારી આસપાસ એવાં કેટલા બાળકોને જોયા હશે કે જેઓ તેમની શાળાનું કામ કહયા વગર જ પૂરું કરે છે અથવા રમત રમ્યા પછી તેમના રમકડાં સાચવીને રાખે છે અથવા કોઈને પૂછ્યા વગર હંમેશા પોતાનો રૂમ સાફ રાખે છે.

કદાચ તમારે પણ વિચારવું પડશે. કોઈપણ યુવાનની જેમ, બાળકોને પણ સમય સમય પર મોટીવેશની જરૂર હોય છે જેથી કરીને તેઓ પોતાનું કામ પૂરું મન લગાવીને કરી શકે. સામાન્ય રીતે આપણા ઘરમાં એવું જોવા મળે છે કે મમ્મી વારંવાર બાળકોને કામ કરવાનું કહેતી રહે છે અને પછી માતા-પિતાના ગુસ્સાના ડરથી બાળકો કામ કરે છે.

આનાથી બાળકો ભલે તે સમયે કામ તો કરે છે પરંતુ તે તેમને હકારાત્મક મોટિવેશન નથી આપતું. તેઓ એ કામ માત્ર કામ પૂરું કરવા અથવા પોતાના માથા પરથી બોજ ઉતારવા માટે જ કરે છે.

આવી સ્થિતિમાં દરેક માતાપિતાએ પદ્ધતિઓ બદલવાની જરૂર છે. તમારે આવા કેટલાક મનોરંજન આઈડિયા અપનાવવા જોઈએ, જેના પછી બાળકો પ્રેરિત થાય અને તેમનું મન જાતે જ તે કામ કરવા સક્ષમ બને. તો આજે અમે તમને આવી જ કેટલીક મજેદાર રીતો વિશે જણાવીશું.

વખાણ કરો અને ઈનામ આપો : મોટા થયા પછી અને સમજદાર થયા પછી પણ, આપણા બધાના મનમાં આ લાગણી હોય છે કે જ્યારે પણ આપણે કંઈક સારું કરીએ છીએ ત્યારે અન્ય લોકો આપણા વખાણ કરે. બાળકો પણ આ લાગણી ઈચ્છે છે.

જ્યારે પણ તે કંઇક સારું કાર્ય કરે છે ત્યારે તેના મનમાં એક જ આશા હોય છે કે તેની માતા તેના વખાણ કરશે. તેથી તમે તેને મોટીવેશનનો માર્ગ પણ બનાવી શકો છો. ઉદાહરણ તરીકે, જો બાળક પોતે અભ્યાસ કરી રહ્યું છે અથવા તે કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો તેના વખાણ ખુલ્લા દિલથી કરો.

જો તે ભૂલ કરે તો પણ તમે તેને કહો કે જો તે આ નાની-નાની વસ્તુઓને સુધારશે તો તે તેના કામમાં પરફેક્ટ થઇ જશે. આવી બાબતો બાળકને પ્રોત્સાહિત કરે છે અને તેને વધુ મહેનત કરવા પ્રેરિત કરે છે. આ સિવાય તેના પ્રયત્નો માટે તેને ઇનામ આપવાનું ભૂલશો નહીં. ભલે તમે તેના માટે સાંજે આઈસ્ક્રીમ લાવીને ખવડાવો.

તમે પણ થઇ જાઓ સામેલ : જો તમે ઈચ્છો છો કે તમારું બાળક કોઈ કામ માટે પ્રેરિત કે ઇન્સ્પાયર થાય, તો તમારે પોતે પણ તે કામનો ભાગ બનવું જોઈએ. ઉદાહરણ તરીકે જો તમે બાળકને વાંચવા માટે પ્રોત્સાહિત કરવા માંગતા હોય તો તમે તેની સાથે ગણિતની કેટલીક ક્વિઝ રમી શકો છો.

તેને પણ ઘણી માજા આવશે. કદાચ એવું બને કે તે તમારાથી હારી જાય, પરંતુ તે પછી તે તમને હરાવવા માટે જાતે જ પ્રેરિત થશે અને પછી તમારે તેને ભણવાનું નહીં કહેવું પડે. તે જાતે જ ભણવા માટે પ્રેરિત થશે.

સ્પર્ધાત્મક બનાવો : જ્યારે કોઈપણ સ્પર્ધાની વાત આવે ત્યારે બાળકો ચોક્કસપણે તેને જીતવા અને તેમનું શ્રેષ્ઠ આપવા માટે તેમના બેસ્ટ પ્રયાસો કરે છે. તેથી તેમને પ્રોત્સાહિત કરવા માટે તમે તેને પ્રતિયોગિતા બનાવો.

ઉદાહરણ તરીકે, તમે બાળકને કહો કે જે પણ પહેલા ખાઈ લેશે તે આજે મમ્મા સાથે સૂશે અથવા મામા તેને સરપ્રાઈઝ આપશે. આ રીતે બાળક સરપ્રાઈઝ મેળવવા માટે વહેલું ભોજન પૂરું કરવા ઈચ્છશે. જો કે, સ્પર્ધા દરમિયાન તેની બીજા ભાઈ-બહેનો સાથે સરખામણી ન કરો.

જો તમે પણ તમારા બાળકોને જાતે કામ કરવા માટે પ્રેરિત કરવા માંગતા હોય તો આ 3 ટિપ્સ અપનાવી શકો છો, જો તમને આ લેખ ગમ્યો હોય તો, આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા