દરેક માતાપિતાની એવી ઈચ્છા હોય છે કે તેમનું બાળક ભણી ઘણીને મોટો આદમી બને અને તેમના બાળકો વધુ ઉદાર અને સારા વ્યક્તિ બને. પરંતુ આજકાલ મોટાભાગના માતાપિતા એવું માને છે કે બાળક શાળામાંથી બધું શીખી જશે.
પરંતુ આજે અમે તમને કહેવા માંગીએ છીએ કે શાળા કરતા તેનું ઘર તેની પ્રથમ શાળા છે. બાળક તેના ઘરેથી આવા ઘણા સંસ્કારો શીખે છે જે તે શાળામાં અથવા પુસ્તકોમાંથી સારી રીતે શીખી શકતો નથી. આવી જ એક ગુણ ગોય છે ભાઈ-બહેન સાથે શેર કરવું.
જેમના ઘરે 2 બાળકો હશે તે લોકો જાણતા જ હશે કે તેમને ઘરે કપડાંથી લઈને રમકડાં સુધીની દરેક બાબતને લઈને ઘણીવાર ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થાય છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આ સ્થિતિમાં દરેક માતા-પિતા તેમના બાળકો પર ખૂબ ગુસ્સે થઈ જાય છે. તમારા ગુસ્સા થવાથી બાળક થોડા સમય માટે શાંત તો થઈ જશે, પરંતુ ખરેખર શેર કરવાની ટેવ છે તે શીખી શકતું નથી.
એવામાં કેટલીકવાર માતાપિતા પણ બાળકો વચ્ચે વસ્તુઓની વહેંચણી અંગે પક્ષપાત કરી બેસે છે. જેની બાળકના બાળક મન પર ખરાબ અસર પડે છે. તો આજે આ લેખમાં અમે તમને બે બાળકો વચ્ચે વસ્તુઓ શેર કરવા સંબંધિત કેટલીક ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જે ચોક્કસ તમારા કામ લાગશે. આ માહિતી સરસ લાગે તો તમે જે લોકોને 2 બાળકો છે તેમને પણ જણાવી શકો છો.
એક જ પ્લેટમાં ખાવાનું આપો : આ એક નાનું સ્ટેપ લાગે છે પરંતુ તે બાળકોને શેર કરવાનું શીખવી શકે છે. જો તમારે પણ બે બાળકો છે તો તેમને અલગ અલગ પ્લેટમાં ખાવાનું પીરસવાને બદલે એક જ થાળીમાં પીરસો. જ્યારે તેઓ થાળીમાં ભોજન વહેંચીને ખાય છે તો તેનાથી તેમની વચ્ચેનો પ્રેમ પણ વધે છે અને પોતાના ભાઈ-બહેન સાથે વસ્તુઓ શેર કરવાનું પણ શીખી જાય છે.
જીદ કરે તો ના આપો કોઈ વસ્તુ : ઘણીવાર તમે પણ એવું કર્યું જ હશે, જે ભૂલ ઘણા માતાપિતા કરી બેસે છે. ક્યારેક એવું બને છે કે જ્યારે બે બાળકમાંથી કોઈપણ એક બાળક કોઈ વાતની જીદ કરે છે અને રડે છે ત્યારે માતાપિતા તેને શાંત કરવા માટે તે વસ્તુ લાવીને આપે છે. પરંતુ આ પદ્ધતિ બંને બાળકો માટે યોગ્ય નથી.
સૌથી પહેલી વાત એ છે કે, બાળકો તમારી જોડેથી એવું શીખે છે કે , જો તેઓ રડશે, બૂમો પાડશે અથવા જીદ પકડશે તો તેઓને જે જોઈએ છે તે મળી જશે અને તેને તે વસ્તુ બીજા ભાઈ કે બહેન જોડે શેર કરવાની જરૂર નથી. આ તમારી નાની ભૂલ બાળકના વર્તનમાં નકારાત્મક પરિવર્તન તરફ દોરી જાય છે.
વહેંચવાનું મહત્વ સમજાવો : જો તમારે બાળકો વચ્ચે વસ્તુઓ શેર કરવાનું શીખવવું હોય તો, તમારે બાળકોને શેરિંગના મહત્વ વિશે જણાવવું પડશે. શેરિંગ બાળકોને બીજા બાળકો સાથે ભળવામાં મદદ કરે છે. તે ટીમમાં કામ કરવાનું શીખે છે અને જે વસ્તુઓ તેમની પાસે નથી, તે વસ્તુઓનો પણ આનંદ માણી શકે છે. જયારે બાળકો શેરિંગ વિશે જાણશે ત્યારે તેઓ પણ વસ્તુ શેર કરવા લાગશે.
ઈનામ આપો : કોઈપણ કામ કરવા માટે પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે. બાળકો માટે નાનો પુરસ્કાર ખૂબ જ સારી રીતે કામ કરે છે. જ્યારે બાળક તેના કોઈપણ રમકડાં અથવા કોઈપણ મનપસંદ વસ્તુ બીજા બાળક સાથે શેર કરે છે તો તમારે આ માટે તેની પ્રશંસા જરૂર કરવી જોઈએ. આ કામ કરવાથી તે ફરીથી તે વસ્તુ શેર કરવાનું પસંદ કરશે.
આ પણ શેર કરવાની રીત છે : જો એવી કોઈ વસ્તુ છે જે એકસાથે બંને બાળકો વચ્ચે શેર કરવી શક્ય નથી, તો તમે તે વસ્તુને શેર કરવા માટે એક ટાઈમર સેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો કોઈ એક રમકડું છે અને બાળકો 2 છે તો, થોડા સમય માટે એક બાળક તેની સાથે રમશે અને પછી બીજું બાળક તેની સાથે રમશે.
આ રીતે જ્યારે બાળકો બદલામાં વસ્તુઓનો ઉપયોગ કરે છે ત્યારે તેઓ શેર કરવાની આદતની સાથે ધીરજ જેવા ગુણો પણ વિકસાવે છે. આવી જ આ માહિતી પસંદ આવી છે તો તેને બીજા લોકો સુધી પહોંચાડો, આવી જ બીજી કિચન ટિપ્સ, બ્યુટી અને હોમ ટિપ્સ મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.