દરેક માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે તેઓ પોતાના બાળકને દુનિયાની દરેક પ્રકારની ખરાબ સંગત અને બુરાઈથી બચાવે અને તેને એક સારો વ્યક્તિ બનાવે. જો કે, બાળકો જે જુએ છે તે તેવું કરવા લાગે છે, કારણ કે બાળકોનો પહેલો શિક્ષક ઘરના માતાપિતા જ કહેવાય છે.
જો કે, કેટલીકવાર આપણે પોતે તેમની સામે અજાણતાંમાં કેટલીક એવી ભૂલો કરીએ છીએ, જેના કારણે તેમનામાં ખોટા સંસ્કાર આવી જાય છે. આ જ બાળક પાછળથી જ્યારે તમારા જેવી જ હલનચલનનું પુનરાવર્તન કરે છે ત્યારે તમને તે બિલકુલ ગમતું નથી.
તેથી, તમે પણ એક માતા-પિતા તરીકે, આપણા બધાની ફરજ છે કે આપણા બાળકોની સામે કોઈ પણ વાત કરતા પહેલા અને કોઈપણ કામ કરતા પહેલા, આપણે એક વાર વિચારવું જોઈએ કે તેની બાળકો પર કેવી અસર થશે.
ચોક્કસ બાળકની પહેલી શાળા તેનું ઘર જ છે અને તે પોતાના ઘરમાં જે પણ જુએ છે અને સાંભળે છે તેનો ઉપયોગ તે બહારની દુનિયામાં કરે છે. તો આજે આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને દરેક માતાપિતાએ બાળકોની સામે બિલકુલ ના કરવું જોઈએ.
જીવનસાથી સાથે ઝઘડો : એક દંપતી અથવા માતાપિતા તરીકે, તમારી અને તમારા જીવનસાથીના વિચાર અલગ જોઈ શકે છે. તો આવી સ્થિતિમાં, તમારા જીવનસાથી સાથે દલીલ કરવી અથવા ઝઘડો કરવો તે દરેક માટે સામાન્ય છે. પરંતુ જયારે બાળકો હોય ત્યારે તેમની સામે ક્યારેય ઝઘડો ન કરો.
આનાથી બાળક પર નકારાત્મક અસર જ પડે છે અને તે તમારા બંનેને માન આપવાનું પણ બંધ કરી શકે છે. ઘણીવાર બાળકો, તમારા પરસ્પર ઝઘડાઓનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કરવા લાગે છે. આ સિવાય, જ્યારે બાળકોને ઘરમાં સુખ વાતાવરણ નથી મળતું ત્યારે તે બહારની દુનિયામાં સારા મિત્રો શોધી કાઢે છે અને ક્યારેક ખોટી સંગતમાં પડી જાય છે.
ખરાબ શબ્દોનું ઉચ્ચારણ : આ એક એવી ભૂલ છે જે માતા-પિતાએ પોતાના બાળકોની સામે ભૂલથી પણ ન કરવી જોઈએ. ક્યારેક એવું બને છે કે આપણે કોઈની મજાક ઉડાવીએ છીએ ત્યારે તેના માટે ખોટા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય, જ્યારે આપણે ખુબ જ ગુસ્સામાં હોઈએ છીએ ત્યારે આપણા મોઢામાંથી ગાળો પણ નીકળી જાય છે.
તમારું ધ્યાન તે બાબતો પર ધ્યાન નથી હોતું, પરંતુ બાળક તમારી દરેક નાની-નાની બાબતો પર ધ્યાન આપે છે. પાછળથી બાળક પણ તે જ શબ્દો બોલવાનું શરૂ કરે છે, પછી ભલે તે તે શબ્દોનો અર્થ જાણતો ન હોય. ચોક્કસ તમે આવું ક્યારેય નહીં ઇચ્છતા હોય.
મોબાઈલ, ટેબલેટ અથવા કોમ્પ્યુટર પર વધુ સમય પસાર કરવો : આજના સમયમાં માતા-પિતા તેમના બાળકોના સ્ક્રીન ટાઈમને લઈને ખૂબ જ ચિંતિત હોય છે, પણ એમને એમ કરવા માટે ક્યાંક ને ક્યાંકથી એમના માતા-પિતા પાસેથી જ આ બધું શીખતાં હોય છે.
જો માતા-પિતા ફોન અથવા લેપટોપ પર વધારે સમય પસાર કરે છે, તો તેમના બાળકો પણ તે જ કરે છે. તેથી જ્યારે કામ ના હોય ત્યારે તમારો ફોનને બાજુમાં મૂકીને પુસ્તકો વાંચવામાં સમય પસાર કરો, બાળકો સાથે ગેમ રમો અને તેમની સાથે સમય વિતાવો.
ધૂમ્રપાન કરવું અથવા ડ્રિન્ક કરવું : ક્યારેય પણ કોઈપણ માતાપિતાએ તેમના બાળકની સામે ભુલ થી પણ ધૂમ્રપાન અથવા ડ્રિન્ક ના કરવું જોઈએ. જો તમને લાગતું હોય કે બાળકની સામે ધૂમ્રપાન કે ડ્રિંક કરવામાં કંઈ ખોટું નથી, તો આ તમારી ભૂલ છે, હકીકતમાં તમે તમારા બાળકને ક્યાંકને ક્યાંક ખોટી આદતો તરફ પ્રોત્સાહન આપી રહયા છો.
જ્યારે બાળકો તેમના માતા-પિતાને તેમના પોતાના ઘરમાં ધૂમ્રપાન અથવા ડ્રિંક કરતા જોઈ જાય છે ત્યારે તેઓ તેના તરફ આકર્ષાય છે અને તેઓ તેને એકવાર ટ્રાય કરવાનો પ્રયત્ન કરે છે કે આ છે શું. આ રીતે તમારું બાળક પણ ધીમે ધીમે ખરાબ ટેવોની જાળમાં ફસાઈ જાય છે.
જો તમે પણ આ ભૂલો કરતા હોય તો આજથી તેને ટાળવાનો પ્રયત્ન કરો. જો તમને આ લેખ ગમ્યો છે અને આવા જ બીજા લેખ વાંચવા ગમે છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.