kachi keri chutney gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચટણીનું નામ સાંભળતાની સાથે જ બાળકોથી લઈને વડીલોના પણ મોઢામાં પાણી આવવા લાગે છે. જો ખાવાની સાથે તીખી અને ચટપટી ચટણી મળી જાય તો ખાવાનો સ્વાદ બમણો થઇ જાય છે.

ભલે તે ગમે તે પ્રકારનું સ્વાદ વગરનું જ શાક હોય. તેથી જ આજે અમે તમને આજની રેસિપીમાં કાચી કેરી અને ફુદીનાની ચટણીની રેસિપી જણાવી રહ્યા છીએ. આ ચટણી ઉનાળામાં તમારા ખાવાનો સ્વાદ વધારવાની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે.

ઉનાળાની ઋતુમાં કાચી કેરી પુષ્કર પ્રમાણમાં મળે છે અને તે શરીરને ઠંડક પણ આપે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વિટામિન સીનો સારો સ્ત્રોત હોવાને કારણે તે શરીરને ડિહાઇડ્રેટ થવાથી બચાવે છે. આ સિવાય ફુદીનામાં ઠંડકનો ગુણ રહેલો છે.

ફુદીનાનું સેવન પેટને અંદરથી ઠંડક આપવામાં મદદ કરે છે અને ખરાબ પાચનતંત્રને ઠીક કરે છે. ઉનાળામાં કાચી કેરી અને ફુદીનાની ચટણી ખાવાથી લૂ લાગતી નથી. આ ચટણીની સૌથી સારી વાત એ છે કે તેને ઘરે બનાવવી સરળ છે અને તમે તેને થોડી સામગ્રીઓથી બનાવી શકો છો.

સામગ્રી : ફુદીનો 2 કપ, કાચી કેરી 1 મોટી સાઈઝની, લીલા મરચા 4-5, શેકેલું જીરું 1 ચમચી, કાળું મીઠું સ્વાદ મુજબ અને મીઠું સ્વાદ મુજબ

બનાવવાની રીત : ફુદીના અને કેરીની ચટણી બનાવવા માટે પહેલા ફુદીનાના પાન તોડીને પાણીથી સારી રીતે ધોઈ લો અને તેને ચાળણીમાં નાખીને પાણી નીકળી જવા રાખો. હવે બીજી તરફ, કેરીને સારી રીતે ધોઈ લો અને તેના નાના ટુકડા કરીને તેનો પલ્પ કાઢી લો અને ગોટલાને કાઢી નાખો.

હવે બાજુમાં જીરું લો, તેને શેકી લો અને પીસી લો. પછી એક મિક્સર જારમાં કેરીના ટુકડા, ફુદીનાના પાન, લીલા મરચાં, મીઠું, કાળું મીઠું અને જીરું નાખીને બરાબર રીતે મિક્ષ કરી લો. જો તમે ઈચ્છો તો તેને પાતળું કરવા માટે થોડું પાણી ઉમેરી શકો છો.

તો તમારી ચટપટી ચટણી તૈયાર છે, હવે તેને તમે બાઉલમાં નાખીને ફ્રિજમાં ઠંડી થવા મૂકી દો. જો તમને આ ચટણીમાં થોડો ખટ્ટો મીઠો સ્વાદ જોઈતો હોય તો થોડી ખાંડ પણ ઉમેરી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ફક્ત 10 મિનિટમાં ઘરે જ બનાવો કાચી કેરી અને ફુદીનાની ચટણી અને ખાવાનો સ્વાદ બમણો કરો”

Comments are closed.