palak bhajiya recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. અત્યારે બજારમાં લીલી શાકભાજી ખુબજ જોવા મળે છે. અત્યારે બજારમાં મેથી પણ મળી રહી છે એટલે જો તમે ભજીયા ખાવાના શોખીન હશો તો તમે મેથીના ભજીયા બનાવીને જરૂરથી ખાધા હશે.

આજે અમે તમારે માટે ભજીયાની જ રેસિપી લઈને આવ્યા છીએ પરંતુ આ ભજીયામાં આપણે મેથીનો ઉપયોગ કરવાના નથી. આ ભજીયા આપણે પાલકમાંથી બનાવીશું. તમને જણાવી દઈએ કે પાલકના ભજીયા લસણની ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે. તો ચાલો જોઈ લઈએ પાલકના ભજીયા બનાવવાની રીત.

પાલક ના ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી: 70 ગ્રામ પાલકના પાન, 1 મોટી ચમચી તેલ, 1 ચમચી કાળા મરીના દાણા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, 1 ચમચી સફેદ તલ, ¼ ચમચી હિંગ, ½ ચમચી અજમો, ¼ ચમચી બેકિંગ સોડા (ખાવાનો સોડા), 4-5 સમારેલા લીલા મરચા, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, કોથમીર, 1 કપ ચણાનો લોટ, ½ કપ પાણી

પાલક ના ભજીયા બનાવવાની રીત: પાલકના પાન લઇ તેની નીચેનો ભાગ કટ કરી ને કાઢી લો. પાલકના પાનને ચપ્પાની મદદથી કટ કરી લો. નવી રીતે ગોટાનું બેટર બનાવવા માટેની રીત: એક બાઉલમાં અડધો કપ પાણી અને 1 ચમચી તેલ એડ કરો. તેને સારી રીતે મિક્સ કરો.

પછી તેમાં ખાવાનો સોડા, મીઠું, ખાંડ, હિંગ, મરીના દાણા, લીલા મરચાં, સફેદ તલ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, સમારેલા પાલકના પાન અને કોથમીર ઉમેરો. તેને ખૂબ સારી રીતે મિક્સ કરો. હવે તેમાં ચણાનો લોટ થોડો થોડો ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને જેથી બેટર સ્મૂધ બને અને ગાંઠા ન રહે.

ભજીયા તળવા માટે: એક પેનમાં તેલ એડ કરી ધીમા તાપે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તમારા હાથની મદદથી અથવા ચમચીની મદદથી તેમાં નાના-નાના બોલ બનાવી તેલમાં તળવા માટે નાખો. પાલકના ગોટાને મધ્યમ તાપ પર તળો.

4 થી 5 મિનિટમાં તમારા ગોટા સારી રીતે તળાઈ જશે. ગોટાને એક વાસણમાં કાઢી લો. તો અહીંયા તમારા સોફ્ટ પોચા રૂ જેવા પાલકના ભજીયા બનીને તૈયાર છે. લસણની ચટણી સાથે અથવા એક કપ ગરમ ચા સાથઈ પાલકના ભજીયાંને સર્વ કરો.

પાલક ભજીયા બનાવતા પહેલા નોંધ લેવી: પાલક ના પાન નાના નાના ટુકડા કરી લેવા. પાણી અને તેલનું મિશ્રણ સોફ્ટ, પોચા રૂ જેવા ગોટા બનાવવામાં મદદ કરે છે. ગોટાને હંમેશા મધ્યમ તાપ (આંચ) પર તળો.

જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા