આજે જોઈશું કે ખાટ્ટા ઓડકાર સતત આવતા હોય છે તો તેના માટે કયા કારણો જવાબદાર છે. અને તેના માટે શું કરી શકીએ. તો કેટલાક લોકોની ફરિયાદ એવી હોય છે કે તેમને સતત ખાટ્ટા ઓડકાર આવ્યા કરતા હોય છે. આવું થયા કરવાથી આપણા મોંઢા અને મન નો સ્વાદ બગાડતો હોય છે અને સાથે-સાથે કેટલીક વાર બેચેનીનો પણ અનુભવ થાય છે.
સતત ઓડકાર આવવાથી પેટમાં અથવા તો છાતીમાં બળતરા થતી હોય છે. તો મિત્રો આની પાછળ મોટાભાગે આપણી ખાવા-પીવાની રીતભાત જવાબદાર ગણાય હોય છે. જે આપણી સમસ્યાનું મુખ્ય કારણ બને છે. એવું પણ માનવામાં આવે છે કે વધારે માત્રામાં પ્રોટીન વાળો ખોરાક અને આલ્કોહોલના સેવનથી આવી સમસ્યાઓ થઈ શકે છે.
આલ્કોહોલવારી વસ્તુઓ વધુ પ્રમાણ માં ન લેવી જોઈએ. જો તમને પણ ખાટા ઓડકારની સમસ્યા છે. તો તમે કેટલાક ઘરેલુ ઉપાય કે જેનો પ્રયોગ કરી અને તમે ખાટા ઓડકારની સમસ્યા થી આરામ મેળવી શકો છો. જો તમને પણ ખાટા ઓડકારની સમસ્યા રહે તો તમે તરત એક ગ્લાસ લીંબુ શરબત પીવું. જો તમે સાદા લીંબુ મીઠા સાથે મરી નાખી લેશો તો તમને આ ખાટા ઓડકારથી જલ્દીથી રાહત મેળવી શકો છો.
મિત્રો બપોરના ભોજનમાં એક વાટકી મીઠુંદહી ખાવાનુ રાખવું જોઈએ. આ મીઠું દહીં તમારા પેટને ઠંડુ કરે છે અને સાથે-સાથે ખાટા ઓડકાર થી પણ તાત્કાલિક રાહત અપાવે છે. જો તમને રાત્રે ખાટા ઓડકારની સમસ્યા સતાવી રહી છે તો લીંબુનું શરબત અને દહીંનું સેવન ન કરવું જોઈએ તે તમને નુકસાન પહોંચાડી શકે છે.
જો તમે રાત્રે વળીયાળિ સાથે ખાંડ ભેરવી અને ખાઈ શકો છો મિત્રો આનું સેવન કરવાથી તમને નિશ્ચિતરૂપે આરામ મેળવી શલો છો. ખરેખર જોઈએ તો વરીયાળી એ પાચન શક્તિને વધુ સારી બનાવે છે અને પેટમાં ગેસ બનતો હોય તો તેને પણ અટકાવવાનું કાર્ય કરે છે .જ્યારે વરીયાળી સાથે ખાંડ લેવામાં આવે તો વ્યક્તિના શરીરમાં થતી પેટની સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
મિત્રો આની સાથે જમતી વખતે ખુબ જ શાંતિથી જમવાનું રાખવું જોઈએ તેમજ ચાવી ચાવી એક કોળિયો ૨૦-૩૦ વખત ચાવવો જોઇએ. ઉતાવળમાં ખોરાક ખાવાની અથવા તો ઉતાવળમાં પાણી પીવાનું છોડી દેવી જોઈએ. વધારે પ્રમાણમાં મીઠું અથવા તો તેલવાળો ખોરાક પણ ન ખાવા જોઈએ.
તેમજ પુષ્કળ પાણી પીવું જોઈએ અને ખોરાક ખાધા પછી ઓછામાં ઓછું એક કલાક સુધી સૂવું જોઈએ નહીં. મિત્રો આ તમામ ઉપાયો વ્યક્તિના પાચનતંત્રને સુધારવા માટેનું કાર્ય કરે છે કારણ કે જો વ્યક્તિ નું પાચન બરાબર થશે તો આ ખાટા ઓડકારની સમસ્યા આપમેળે જ દૂર થઈ જશે તો મિત્રો આ સતત ખાટા ઓડકાર આવતા હોય તેના માટેના કેટલાક ઘરેલુ ઉપાયો જણાવ્યા.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.