આજના સમયમાં મહિલાઓ પોતાની ત્વચા અને વાળની સાથે સાથે નખ પર પણ એટલું જ ધ્યાન આપે છે. સામાન્ય રીતે નખને ચમકદાર અને સુંદર બનાવવા માટે દરેક મહિલા નેલ પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હંમેશા નખ પર નેલ પોલિશ લગાવવું એ પણ સારો વિચાર નથી.
હકીકતમાં નેઇલ પેઇન્ટમાં રહેલા કેમિકલ્સ તમારા નખને નુકસાન પહોંચાડી શકે છે અને નખને વધારે પીળા કરી શકે છે. તો આવી સ્થિતિમાં નખને પણ શ્વાસ લેવાની જરૂર પડે છે અને તેથી જ થોડા સમય માટે નખ પર નેલ પેઇન્ટ ના કરાવી જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.
જો કે તમારા નખ વધુ ડલ દેખાય છે અને તમે નેલ પેઈન્ટ લગાવ્યા વગર જ તમારા નખને ચમકદાર દેખાવા માંગતા હોય તો, અમે તમને આ લેખમાં જણાવી રહ્યા છીએ તે કેટલીક સરળ ટિપ્સની મદદ લઈ શકો છો.
લીંબુ : જો તમે દરરોજ નેલ પોલીશ લગાવો છો તો તમારા નખ પીળા થવાની સંભાવના વધી જાય છે. તો આવી સ્થિતિમાં તમારા નખને કોઈપણ નેલ પોલિશ વગર જ ચમકદાર બનાવવા માટે, તમે નખ પર લીંબુના ટુકડા ઘસવાનો પ્રયાસ કરો. આ તમારા નખના પીળાશને ઘટાડવામાં મદદ કરશે અને તેમને ચમકદાર બનાવવામાં મદદ કરશે.
આ માટે તમે 1 ચમચી ખાવાનો સોડા અને 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ઓલિવ તેલ મિક્સ કરો, જ્યાં સુધી તમને જાડી પેસ્ટ ના બને. હવે આ પેસ્ટને તમારા નખ પર ઘસીને રગડો અને પછી પાણીથી ધોઈ લો. આ રીતે તમે તમારા નખને ખૂબ જ સરળતાથી ચમકદાર અને મજબૂત બનાવી શકો છો.
ગુલાબજળ : ગુલાબજળ તમારી ત્વચા માટે ઉપયોગમાં લેવામાં આવે છે પણ ત્વચાની સાથે તે નખની પણ એટલી જ સરસ રીતે કાળજી રાખે છે. આ માટે રોજ નખ પર ગુલાબજળ લગાવીને હળવો મસાજ કરો. આમ કરવાથી તમારા નખ વધુ ચમકદાર દેખાશે.
જો તમે આ સરળ ટીપને અનુસરો છો તો તમને તમારે અઠવાડિયામાં મેડિકયોર કરવાની જરૂર નહીં પડે. સતત ગુલાબજળથી તમારા નખ કોઈપણ નેલ પોલીશ વગર ચમકદાર દેખાશે.
પેટ્રોલિયમ જેલી : પેટ્રોલિયમ જેલી તમારા નખને કુદરતી રીતે ચમકદાર અને સુંદર બનાવવામાં મદદ કરશે. તમે સ્નાન કર્યા પછી નખ પર પેટ્રોલિયમ જેલી લગાવો. આ તમારા નખને કુદરતી ભેજ ખોવાથી અટકાવવામાં મદદ કરે છે અને તમારા નખને ચમકદાર અને સ્વસ્થ રાખશે.
તેલની મદદથી : સામાન્ય રીતે સ્ત્રીઓ તેમના નખ કેર માટે ક્યુટિકલ તેલને છોડી દે છે, જો કે તે નખ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેની મદદથી તમે તમારા નખને સુકા અને નબળા પડવાથી બચાવી શકો છો, પરંતુ તેની સાથે નખને ચમકદાર પણ બનાવે છે. આ માટે ઓલિવ ઓઈલ, બદામ ઓઈલ અથવા બેબી ઓઈલને થોડું ગરમ કરો.
હવે તમારા નખને તેલમાં બોળીને બે મિનિટ માટે પલાળીને રાખો. બે મિનિટ પછી તમારા હાથ અને નખને પ્લાસ્ટિકની થેલીથી લપેટી લો, અથવા તમે પ્લાસ્ટિકના ગ્લોવ્ઝ પણ પહેરી શકો છો અને તેને એક કલાક કે તેનાથી વધારે સમય માટે છોડી દો . આ પછી તમારા હાથને પાણીથી ધોઈ લો અને પછી મોઇશ્ચરાઇઝ કરો.
આ પછી તમે જોશો કે તમારા નખ એટલા જ ચમકદાર દેખાશે જેટલા નેલ પોલિશ લગાવ્યા પછી દેખાય છે. જો તમને આ લેખ બ્યુટી ટિપ્સ ગમી હોય તો આવી જ વધારે બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ, રેસિપી અને અવનવી જીવન ઉપયોગી જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.