શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં મૂળા ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ જ લાભદાયક છે. મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ક્લોરીન, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ મળી આવે છે.
મૂળામાં વીટામીન એ, બી અને સી પણ હોય છે જે શરીર માટે ખૂબ જ લાભદાયક છે. તો અહીંયા આપણે મૂળા ખાવાના ફાયદા વિષે જોઈશું. 1) કેન્સર થી છુટકારો: મૂળામાંથી ખૂબ જ વધારે માત્રામાં ફોલિક એસિડ અને વિટામિન સી મળે છે. જેના કારણે કેન્સરની બીમારીમાંથી રાહત મળે છે.
મોં, પેટ અથવા કિડનીના કેન્સરમાં પણ રાહત આપે છે એટલા માટે મૂળાએ કેન્સરના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. 2) ખીલથી છૂટકારો: યુવાપેઢીને ખીલની સમસ્યા ખૂબ જ સતાવે છે. એવામાં જો તમે ખીલ થી પરેશાન હોય તો તમારા માટે આ મૂળા ખુબ જ મહત્વની શાકભાજી છે. મૂળા ખાવાથી ખીલમાં તુરંત રાહત મળે છે.
3) શરદી- ઉધરસ થી રાહત: કેટલાક લોકોનું એવું માનવું હોય છે કે મૂળા ખાવાથી શરદી ઉધરસ થઈ જાય છે. પણ જો તમને એવું હોય અને તમને શરદી ઉધરસ હોય તો મૂળાનું સેવન કોઈ પણ બીકે વગર કરો કારણકે મૂળા ખાવાથી તમારી શરદી ઉધરસ ઝડપથી ઠીક થઈ જશે.
4) પાયોરિયા માં ફાયદાકારક: પાયોરિયા થી બીમાર વ્યક્તિઓને મૂળાના રસ દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવા જોઇએ અને સાથે જ તેનો રસ પણ પીવો જોઈએ. એટલું જ નહીં મૂળાને ચાવી-ચાવીને ખૂબ જ ખાવાથી દાંત સંબંધી તમામ રોગોમાં ફાયદો થાય છે.
5) ડાયાબિટીસ કંટ્રોલ: મૂળો તેના નીચા ગ્લાયસેમિક ઇન્ડેક્સ માટે જાણીતો છે. આવામાં ડાયાબિટીસના દર્દીઓએ રોજ સવારે મૂળો ખાવો જોઈએ તેનાથી જલ્દી ડાયાબિટીસ માંથી છુટકારો મળે છે અને શુગર લેવલને કંટ્રોલમાં રહે છે.
6) થાક ઉતારવા માટે: જો તમે થોડી વારમાં વારંવાર થાકી જાઓ છો તો તમારા માટે મૂળાનું સેવન કરવું ખૂબ જ ઉપયોગી છે. તેનાથી તમારું શરીર પણ એકદમ સુડોળ અને સ્ફૂર્તિવાળું રહે છે.
7)વજન ઘટાડવા માટે: જો તમે વધારે વજનથી પરેશાન છો તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. વજન ઘટાડવા માટે તમારે દરરોજ સવારે ઉઠીને મૂળા ખાવા જોઈએ. તેના કારણે તમારા વજનમાં ઘણી હદ સુધી ઘટાડો થાય છે અને મૂળાના રસમાં લીંબુ મેળવીને પીવાથી પણ વજન ઝડપથી ઘટે છે.
8) કબજીયાતથી છુટકારો: તમને જાણીને નવાઈ લાગશે કે મૂળા ખાવાથી કબજીયાત થી પણ રાહત મળે છે. કાચા મૂળાનું શાક બનાવીને ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે.
9)કમળાના રોગથી રાહત: કમળાના રોગથી છુટકારો મેળવવા માટે તમારે સવારે ખાલી પેટ માં કાચો મૂળોઅથવા પાંદડા ખાવા જોઈએ. આમ કરવાથી તમને તરત રાહત મળશે. આ ઉપરાંત ડોક્ટરનો સંપર્ક કરવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
10) ઉધરસથી છુટકારો: જો તમે લાંબા સમયથી ઉધરસ થી પીડાતા હોય તો તમારે મૂળાના પાનનો રસ પીવાથી લાંબા સમયથી ચાલી આવતી ઉધરસ થી રાહત મેળવી શકો છો. એટલા માટે જ મૂળાના પાન પણ ખૂબ જ ઉપયોગી છે.
તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.