લીંબુના રસમાં આ પાણી મિક્સ કરીને પી જાઓ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને પેટમાં કોઈપણ પ્રકારના ચેપને દૂર કરવામાં ફાયદાકારક

Spread the love

નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધી દરેકે કિસમિસ ખાધી હશે. કોઈ પણ એવું માણસ નહિ હોય કે જે કિસમિસ ના સ્વાદથી વાકેફ નહીં હોય છે. કિસમિસનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે. કિસમિસ સ્વાદમાં ખુબજ સારી લાગે છે તે જ રીતે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

જેટલો ફાયદો કિશમિશ ખાવાથી થાય છે એટલો જ ફાયદો કિશમિશનું પાણી પીવાથી પણ થાય છે. તમને આ જાણીને નવાઈ લાગશે પરંતુ જો તમે કિસમિસનું પાણી લીંબુના રસમાં ભેળવીને પીવો છો, તો તે તમારા શરીરને અદ્ભુત ફાયદાઓ અપાવે છે.

તમને જણાવી દઈએ કે કિશમિશનું પાણી એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. જોકિશમિશના પાણીમાં લીંબુનો રસ ઉમેરવામાં આવે તો તે વધુ ફાયદાકારક બને છે. આનાથી વધુ સારું ડિટોક્સ વોટર કોઈ હોઈ શકે નહીં. તો ચાલો જાણીએ લીંબુના રસમાં કિશમિશનું પાણી મિક્સ કરીને પીવાથી થતા ફાયદા વિષે.

1) દાંત અને હાડકા માટે ફાયદા: જે લોકોના હાડકાં અને દાંત નબળા છે તે લોકો માટે લીંબુના રસમાં કિસમિસનું પાણી ભેળવીને પીવું ખૂબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે કિસમિસમાં કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ એ હાડકા અને દાંત બંનેના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી તત્વ છે.

4

આ સાથે જ્યારે તમે કિસમિસના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને સેવન કરો છો, તો તે તમારા દાંતની પીળાશને પણ ઘટાડે છે. 2) પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય: આ ડિટોક્સ પાણીનું રોજ સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. કિશમિશનું પાણી લીંબુના રસમાં ભેળવીને પીવાથી પાચનતંત્રને ઘણો ફાયદો થાય છે.

કારણ કે તેમાં ફાઈબર સારી માત્રામાં હોય છે. જો તમારા શરીરમાં સારી માત્રામાં ફાઈબર પહોંચે છે, તો તમારે કબજિયાત, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓથી તમે દૂર રહો શકો છો. લીંબુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેથી, તે પેટમાં કોઈપણ પ્રકારના ચેપને પણ દૂર કરે છે.

3) એનિમિયાનું જોખમ ઓછું રહે: એનિમિયાની સમસ્યાથી બચવા માટે શરીરમાં આયર્નનું યોગ્ય પ્રમાણ પહોંચવું ખૂબ જ જરૂરી છે. આયર્ન પોતે જ શરીરમાં લાલ રક્તકણો બનાવે છે. કિસમિસમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, તે શરીરમાં આરબીસી કાઉન્ટને પણ વધારે છે અને એનિમિયા જેવી બીમારી પણ બચાવે છે.

આ સિવાય કિસમિસના પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી શરીરને નાઈટ્રિક ઑક્સાઈડ મળે છે, જેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે. 4) બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે : જે લોકોને બ્લડપ્રેશર કંટ્રોલમાં ના રહેતું હોય તેવા લોકોએ કિસમિસનું પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

તેમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી પણ લોહી શુદ્ધ થાય છે. કિસમિસનું પાણી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડે છે. કિસમિસ પોટેશિયમનો સારો સ્ત્રોત છે, તેનું નિયમિત સેવન હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને ઘણી રાહત આપે છે. જો તમને ડાયાબિટીસ હોય તો કિસમિસ ખાવાને બદલે કિસમિસનું પાણી પીવું જોઈએ.

5) ત્વચા અને વાળ માટે ફાયદાકારક: કિસમિસનું પાણી વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તમે આ પાણીનું સેવન કરીને ચહેરા પર પણ લગાવી શકો છો. કિસમિસના પાણીમાં લીંબુનો રસ ઉમેરીને ત્વચા અને વાળને ફ્રી રેડિકલના કારણે થતા નુકસાનને રોકી શકાય છે.

6) વજન ઘટાડવામાં મદદરૂપ થાય: રોજ લીંબુ સાથે કિસમિસનું પાણી પીવાથી વજન ઘટાડવામાં ખુબજ મદદ મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે માત્ર આ ડિટોક્સ પાણી પીવાથી તમારું વજન ઘટશે નહીં. વાસ્તવમાં, કિસમિસમાં ડાયેટરી ફાઈબર અને પ્રીબાયોટિક્સ મળી આવે છે, જે બંને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હવે જાણીએ કે કિસમિસ અને લીંબુ પાણી કેવી રીતે બનાવવું: સામગ્રી: – એક મુઠ્ઠીભર કિસમિસ, એક લીંબુ, એલ ગ્લાસ પાણી

બનાવવાની રીત: કિસમિસને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને ગાળી લો અને તેમાં લીંબુનો રસ નાખીને પી લો. તમે પલાળેલી કિસમિસને ખાલી ખાઈ શકો છો અને કોઈપણ શાકભાજીમાં તેનો ઉપયોગ કરી શકો છો.

તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.


Spread the love

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા