grape leaf benefits
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા લોકો ઋતુ પ્રમાણે ફળો ખાતા આવ્યા છીએ. ઘણા ફળો ખાટા હોય છે, તો ઘણા ફળો ગળ્યા હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ઋતુ પ્રમાણે ફળો અને શાકભાજી ખાવી એ આપણા સ્વાસ્થ્ય ખુબજ ફાયદાકારક છે. ઘણા એવા ફળ હોય છે કે જે ફળ ખાવાથી લાભ થાય તો થાય જ છે પરંતુ તેના પાન પણ તેટલા ગુણકારી હોય છે.

અહીંયા આપણે એક પાન વિષે  જોઈશું  જે પાન સ્વાસ્થ્ય માટે તેના ફળ જેટલુ જ ફાયદાકારક છે. તો અહીંયા આપણે વાત કરીશું  દ્રાક્ષના પાંદડાવિષે.  દ્રાક્ષના પાંદડા મધ્યમથી મોટા, સાથે હૃદયના આકારના હોય છે. આ પાંદડા સુંવાળા હોય છે.

દ્રાક્ષના પાંદડા હળવા સાઇટ્રસ, લીલા અને તીખા સ્વાદ સાથે કોમળ હોય છે. આ પાંદડાનો ઉપયોગ વિવિધ વાનગીઓ બનાવવા માટે થાય છે. આ પાંદડા તેના વેલામાંથી તોડીને ઉપયોગમાં લેવામાં આવે છે અને સ્વાદિષ્ટ ભોજનની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં, તેને સલાડની જેમ પણ ખાઈ શકાય છે. તો ચાલો જાણીએ આ પાંદડાના કેટલાક એવા સ્વાસ્થ્ય લાભો વિશે જે તમે કદાચ પહેલાં નહીં સાંભળ્યા હોય.

1) ગ્લુકોઝ સ્તર નિયંત્રિત કરે: દ્રાક્ષના પાંદડામાં ગ્લાયકેમિક લોડ ઓછો હોય છે. ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે તે એક આદર્શ આહાર છે. આ ઉપરાંત, તેમાં વધુ માત્રામાં  ફાઇબર હોય છે જે બ્લડ સુગર લેવલને ઘટાડે છે. ડાયાબિટીસથી પીડિત લોકો તેમના આહારમાં સામેલ કરીને શરીરના બ્લડ સુગર લેવલને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. પરંતુ એવું ન કહી શકાય કે આ પાંદડા ડાયાબિટીસના દર્દીઓ માટે દવા છે પરંતુ તે ઘણી હદ સુધી શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

2) પાચન મજબૂત કરે છે: દ્રાક્ષના પાનમાં ફાયબરનું પ્રમાણ વધુ હોય છે જે પાચનને પ્રોત્સાહન આપવા અને પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે. તે ખોરાકના પાચનમાં મદદ કરે છે જેથી પેટનો કચરો સરળતાથી દૂર થઈ શકે છે. આ પાનમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે તેથી જેઓ કબજિયાત જેવી સમસ્યાથી પીડાતા હોય તેને આહારમાં સામેલ કરવું. આ પાંદડા પેટને સાફ કરે છે અને આંતરડાની પ્રક્રિયાને સરળ બનાવે છે.

3) એનિમિયાને રોકવા માટે: દ્રાક્ષના પાન ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે જેમાં મુખ્યત્વે આયર્ન હોય છે. આયર્ન એક ખનિજ છે જે એનિમિયાને રોકવા માટે જાણીતું છે . તે લાલ રક્ત કોશિકાઓમાં હિમોગ્લોબિનની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પાંદડામાં હાજર વિટામિન-સી આયર્નના શોષણમાં મદદ કરે છે જેથી એનિમિયાને અટકાવી શકાય છે.

4) રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે: દ્રાક્ષના પાનમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતું છે. તે શરીરમાં બેક્ટેરિયા અને વાયરસ સામે લડવા માટે એન્ટિબોડીને ચેતવણી આપે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ એ અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે. તેથી, આહારમાં દ્રાક્ષના પાનનો સમાવેશ કરીને રોગોનું જોખમ ઘટાડી શકાય છે.

5) હૃદયને સ્વસ્થ રાખે: હૃદયના સામાન્ય સંકોચનને જાળવવા માટે પોટેશિયમ એક મહત્વપૂર્ણ તત્વ છે. તે શરીરના તમામ અવયવોને અસરકારક રીતે લોહી પમ્પ કરવામાં મદદ કરે છે. દ્રાક્ષના પાનમાં પોટેશિયમ નામનું તત્વ ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનો આહારમાં સમાવેશ કરવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

6) હાડકાંને મજબૂત કરે છે : દ્રાક્ષના પાનમાં પણ કેલ્શિયમ તત્વો હોય છે જે હાડકાના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે. તે હાડકાંને મજબૂત અને સ્વસ્થ રાખે છે. તમારા નિયમિત આહારમાં આ પાંદડાઓનો સમાવેશ કરીને, સંધિવા જેવી હાડકા સંબંધિત ઘણી સમસ્યાઓનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

7) વજન નિયંત્રિત કરે: દ્રાક્ષના પાનમાં રહેલા ફાઈબર તત્વો પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે તેનું સેવન કર્યા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. ભૂખ ન વધુ ન લાગવાથી તમે આસાનીથી વજન નિયંત્રણ રાખી શકો છો.

વિવિધ પૌષ્ટિક ગુણોથી ભરપૂર આ પાંદડા તમારા આહારમાં અવશ્ય સામેલ કરવા જોઈએ, પરંતુ જો તમને અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તેનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા