મૂળા ગાજરનું અથાણું બનાવવાની રીત | Mula gajar athanu in gujarati

Spread the love

શિયાળામાં સૌથી વધારે ખાવાની મજા ત્યારે જ આવે જયારે આપણા ભોજનમાં અથાણું હોય, તો આવું જ ક્રન્ચી અને સ્વાદિષ્ટ, મૂળા અને ગાજરનું અથાણું શિયાળામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તમે તેને ઘરે સરળ રીતે બનાવી શકો છો.

મૂળા ગાજરનું અથાણું સામગ્રી : ગાજર 2, મૂળા 2, લીલા મરચા – 4 મસાલા માટે સામગ્રી : રાઈ 1 ચમચી, કોથમીર 1 ચમચી, વરિયાળી 1 ચમચી, જીરું 1 ચમચી, મેથી 1 ચમચી, આખા કાળા મરી 1 ચમચી, અજમો 1 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, સરસોનું તેલ 1 નાની વાટકી, હળદર 1 નાની ચમચી, મરચું પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ

મૂળા ગાજરનું અથાણું બનાવવાની રીત : સૌથી પહેલા ગાજર, મૂળા અને મરચાંને સારી રીતે ધોઈ સૂકવી લો. હવે આ 3 વસ્તુઓને લાંબા ટુકડામાં કાપો. આ પછી એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સૌથી પહેલા ઝીણા સમારેલા મરચાંને શેકી લો.

મરચાને 5 મિનિટ શેક્યા પછી તેમાં ગાજર અને મૂળો ઉમેરીને 3 થી 4 મિનિટ સુધી પકાવી લો. બીજી બાજુ અથાણાંનો મસાલો બનાવવા માટે એક વાસણમાં બધા સૂકા મસાલાને સારી રીતે ડ્રાયરોસ્ટ કરી લો. બધી વસ્તુઓને એકસાથે શેકી લીધા પછી તેને મિક્સરમાં પીસીને અલગ વાસણમાં કાઢો.

4

હવે શેકેલા ગાજર, મૂળા અને મરચાંમાં હળદર, મરચું પાવડર, મીઠું, અજમો અને આમચૂર પાઉડર ઉમેરીને બરાબર હલાવો.
આ પછી તેમાં પીસેલો મસાલો હતો તેમાંથી 2 ચમચી મસાલો નાખી બધા મસાલાને ધીમા ગેસ પર 4 મિનિટ માટે મિક્સ કરો. તો તૈયાર છે તમારું મૂળા ગાજરનું અથાણું.


Spread the love

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા