ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા મચ્છર અને માખીઓની સમસ્યા હોય છે. ઘરમાં એટલા બધા જીવજંતુઓ અને કીડાઓ આવી જાય છે કે તેને સમજાતું નથી કે શું કરવું. હવે ઘરમાં બધા લોકો એટલા પરેશાન થઇ જાય છે કે આ સમસ્યાનું નિરાકરણ જરૂરી બની જાય છે.
પરંતુ આવી સ્થિતિમાં જો તમને કહેવામાં આવે કે તમે ઘરે બનાવેલા દેશી ઉપાયના મદદથી તેનાથી છુટકારો મેળવી શકો છો?, તો આજે અમે તમને એવા જ કેટલાક દેશી ઉપાય જણાવીશું જે ઉનાળામાં મચ્છર, માખીઓ અને ઉંદરોનું પ્રમાણ વધે છે તેને દૂર કરશે.
1. મચ્છર, માખીઓ, કીડીઓ અને જંતુઓ ભગાડવાનો ઉપાય : આ ઉપાય ખાસ કરીને ઉડતા જંતુઓ પર સાર રીતે કામ કરે છે અને તમે દરરોજ 5 મિનિટ કરી શકો છો. આવી સ્થિતિમાં જંતુઓ અને મચ્છર વગેરે તમારા ઘરમાંથી ભાગી જશે અને આ ઉપાય ઉનાળામાં સાંજે કરો, કારણ કે આ સમયે વધુ હોય છે.
સામગ્રી : 1 નાનો માટીનું વાસણ લેવાનું છે, જે માટે તમે માટલાનું ઢાંકણ લઇ શકો છો, થોડા તમાલપત્ર, લીમડાનું તેલ અથવા સરસોનું તેલ અને કપૂર લેવાનું છે.
સૌથી પહેલા કપૂરને પીસીને તેલમાં મિક્સ કરો. તેને પીસવા માટે ડિસ્પોઝેબલ કપનો ઉપયોગ કરો નહીંતર તેની સુગંધ વાસણમાં રહી જશે. હવે પીસેલા કપુરમાં તેલ ઉમેરો. તમાલપત્રને તોડીને માટીના વાસણમાં નાખો. હવે તેમાં કપૂર અને તેલનું મિશ્રણ મિક્સ કરો.
હવે તેને આગ લગાવો અને પછી આગ બંધ કરો જેથી આમાંથી ધીમે ધીમે ધુમાડો આવતો રહે. તેને કોઈપણ બંધ રૂમમાં 5 મિનિટ માટે રાખો. તે રૂમમાંથી માખીઓ, મચ્છર, જંતુઓ વગેરે આ ધુમાડાથી દૂર ભાગી જશે. તમે દરરોજ સાંજે આ ઉપાય કરી શકો છો.
2. વંદો, ઉંદરો અને કીડીઓથી છુટકારો મેળવવાની રીત : હવે જો તમે જમીન પર ચાલતા જંતુઓ અને ઉંદરોથી છુટકારો માટેનો ઉપાય શોધતા હોય તો તો તમે આ 4 વસ્તુનો ઉપયોગ કરીને કરી શકો છો. આ માટે આ 4 સામગ્રીની જરૂરી પડશે. થોડો લોટ ( અહીંયા તમે ઘઉંનો કે બાજરીનો કોઈપણ લઇ શકો છો), થોડી ખાંડ, બોરિક એસિડ અને થોડું તેલની જરૂર પડશે.
આ બધી સામગ્રીને મિક્સ કરીને લોટ બાંધો. તમારે તેને એવી રીતે ભેળવવાનું છે કે આ લોટમાં બોરિક એસિડની માત્રા વધારે હોય. હવે તેમાંથી નાના-નાના ગોળા બનાવીને રસોડાના સિંકની નીચે અથવા એવી કોઈ જગ્યાએ રાખો જ્યાંથી વધુ કીડા આવતા હોય. કીડા તેને ખાઈ જશે અને પછી પાછા નહીં આવે.
3. જંતુઓ માટે સ્પ્રે બનાવો : તમે એક એવો સ્પ્રે ઘરે પણ બનાવી શકો છો જે બધી જંતુઓ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. સામગ્રી : પાણી, 3-4 ચમચી સફેદ વિનેગર, 1 ચમચી પીસેલું કપૂર, થોડું ડેટોલ, 1 ચમચી મીઠું અને સ્પ્રે બોટલ. આ બધી વસ્તુઓને મિક્સ કરીને સારી રીતે હલાવીને સ્પ્રે બોટલમાં ભરી લો.
હવે આને કપડા અથવા કોટન બોલમાં ( રૂ માં) સ્પ્રે કરો અને જ્યાં પણ વધારે જંતુઓ આવતા હોય તે જગ્યાએ મૂકી દો. જો તમારા ઘરમાં પાળતુ પ્રાણી અથવા બાળકો છે તો તેની થોડી કાળજી લો અને જો ઘરે બાળકો નથી તો તમે તેનો દરરોજ સીધો છંટકાવ પણ કરી શકો છો. તેની ગંધથી જંતુઓ અને ઉંદરો ત્યાંથી ભાગી જશે.
ઘરની સ્વચ્છતામાં આ બાબતોનું ધ્યાન રાખો : જો રસોડામાં કામ કરતી વખતે ક્યાંક ખોરાક પડી જાય છે અથવા રસોડું ગંદુ થઈ ગયું હોય તો તેને તરત જ સાફ કરી લો. ભીના વાસણોને ક્યારેય ડ્રોઅરમાં ના મુકો. તેમને હંમેશા સ્વચ્છ અને સુકાઈ ગયા પછી જ રાખો.
જો ઘરમાં ઘણી બધી કીડીઓ હોય તો થોડી હળદરનો પાઉડર છાંટવાથી પણ ફાયદો થાય છે અને ઘરમાં સૂકા કડવા લીમડાના પાન બાળવાથી પણ ફાયદો થાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આ બધા દેશી ઘરેલુ ઉપાય તમારા માટે ખૂબ કામમાં આવી શકે છે.
જો તમને આ માહિતી ગમી હોય તો બીજાને પણ જણાવો. જો તમારી પાસે આવો કોઈ ઉપાય હોય તો અમને જણાવી શકો છો. આવી વધુ માહિતી વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.