એક સામાન્ય પ્રશ્ન તમારી માટે, શું તમે પણ ઊંઘ ના આવવાની સમસ્યાથી પરેશાન છો? ઘણીવાર આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે જેમને ઊંઘ સંબંધિત કોઈની કોઈ સમસ્યા હોય જ છે અથવા તો તેમને આંખની કોઈ તકલીફમાં પસાર થવું પડતું હોય છે.
આમ તો આ સમસ્યા સામાન્ય છે, પણ આ પણ સામાન્ય છે કે લોકોને તેમના સ્માર્ટફોન સાથે સૂવાની ટેવ હોય છે. સ્માર્ટફોન ઓશીકાની નીચે રાખીને સુવે છે અથવા તેમની બાજુમાં મૂકીને સુવે છે. રાત્રે કોઈપણ સમયે રીંગ વાગે અથવા મેસેજ આવે તો તરત જ જવાબ આપે છે. આપણે તેને ટેક્નોલોજીનો એક ભાગ માનવો જોઈએ પણ આ ટૅકલનોલોજી ઘણા કિસ્સામાં તમારી ઊંઘને છીનવી રહી છે.
તમને કદાચ ખબર પણ નહીં હોય પરંતુ તમારા ફોનને જોવાની આ ટેવ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓનું મૂળ કારણ છે. એક રિસર્ચ અનુસાર આપણે સૂવાના 1 કલાક પહેલા ફોન જોવાનું બંધ કરી દેવો જોઈએ. આ 1 કલાક તમારા શરીરના ઘણા કામોમાં સુધાર લાવવામાં મદદ કરે છે.
1. મોબાઈલ ફોન મગજને રાખે છે વ્યસ્ત : સ્માર્ટફોનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે આપણને વધારે પ્રોડકિટવ બનાવે છે અને સાથે સાથે તે આપણા કામને પણ સરળ બનાવે છે. પરંતુ કેટલીકવાર આપણને એ ખબર નથી હોતી કે તેને ક્યારે બંદ કરી દેવો જોઈએ.
રૂમની લાઈટ બંધ થઈ ગયા પછી આપણા મગજને વધારે પ્રોડકિટવ બનવાની કે વધારે જાણકારીની જરૂર નથી હોતી. ફોનનો વધારે પડતો ઉપયોગ આપણું મગજ થકવી દે છે અને મગજને લાગે છે કે તેણે સક્રિય રહેવું જોઈએ. આ સ્થિતિમાં ઊંઘને તો ભૂલી જ જાઓ અને મગજને તેની આદત પડી જશે.
ઘણા લોકોને તમે જોયા હશે કે તેમને સતત ફોન સાથે કનેક્ટ રહેવાની આદત પડી ગઈ હોય છે. સ્માર્ટફોનની સ્પીડને એવા બનાવી દીધા છે કે જાણે ક્યારેક ઑફલાઇન રહેવું ખોટું છે. આ જ કારણ છે કે આપણી ઊંઘ બગડી રહી છે. આપણું મગજ સતત સક્રિય રહે છે અને તેથી ફોન બંધ કર્યા પછી પણ આપણને લાંબા સમય સુધી ઊંઘ નથી આવતી.
જ્યારે ઊંઘ આવે છે ત્યારે તે ખૂબ જ અટકીને આવે છે અને એક નાની હલનચલનને કારણે જાગી જવાય છે. આ અસર થાય છે મગજ એક્ટિવ રહેવાથી. રાત્રે વધારે જાગવાના કારણે આંખ નીચે ડાર્ક સર્કલ પણ થવા લાગે છે.
2. સ્ક્રીનની બ્લુ લાઈટ છે સૌથી ખતરનાક : સ્માર્ટફોનમાંથી આવતી બ્લુ લાઈટ તમારી આંખો માટે તો ખરાબ છે જ પરંતુ સાથે મગજ માટે પણ ખતરનાક છે. આ અંગે ઘણા બધા સંશોધનો થયા છે અને જે વાત બહાર આવી છે તે ચોંકાવનારી છે. રિસર્ચ કહે છે કે આ બ્લુ લાઇટથી રેટિનાને નુકસાન થાય છે.
આનાથી મેક્યુલર ડિજનરેશનની સમસ્યા થાય છે, જેથી તમે અંખીની કેન્દ્રીય દ્રષ્ટિ નબળી પડી જાય છે. આતો વાત થઇ આંખો વિશેની, હવે શરીર અને મગજની વાત કરીએ. સંશોધન એમ પણ કહે છે કે તે મેલાટોનિન નામના હોર્મોનને અસર કરે છે અને તે આપણા શરીરમાં સૂવાની અને જાગવાની પ્રક્રિયાને મદદ કરે છે.
હકીકતમાં આ બ્લુ લાઈટ કૃત્રિમ દિવસનો પ્રકાશ બતાવે છે. તેનાથી મગજને એવું લાગે છે કે તેણે સતર્ક રહેવું પડશે. આ બ્લુ લાઇટ શરીરની ઘડિયાળને ખરાબ કરે છે અને તેથી ઊંઘની સમસ્યા પેદા થાય છે. વધે છે. હવે સમજો કે રાત્રે એનર્જી આવશે અને દિવસે આળસ આવે તો સમસ્યા કેટલી વધી જાય છે.
ત્યારે આવું થાય છે જ્યારે મગજને કૃત્રિમ પ્રકાશને કારણે દિવસનો ભ્રમ થાય છે. ચોક્કસ પછી તમે આખા સમય આળસુ રહેશો. આ કિસ્સામાં સ્માર્ટફોનને દૂર રાખવો સારો વિકલ્પ છે.
3. REM ઊંઘમાં સમસ્યા થવી : REM ઊંઘ એ ઊંઘ માટેનો વૈજ્ઞાનિક શબ્દ છે જે કારણે તમને થોડા થોડા અંતરે ઊંઘ આવે છે. તેને ઘણીવાર આંખની હલચલ દ્વારા માપવામાં આવે છે. સ્વપ્ન જોવા, ઝડપી પલ્સ અથવા શરીરની કોઈપણ હલચલ ને કારણે થઈ શકે છે.
હવે તમે કલ્પના કરો કે તમે સૂતી વખતે ફેસબુક જોઈ રહ્યા છો અને કોઈ વાતના કારણે મૂડ બગડે છે. જો આવું થાય છે તો ઊંઘવામાં કેટલો સમય લાગે છે? આવું ત્યારે પણ થાય છે જયારે તમે વધારે ખુશ હોય. આપણી આ બધી લાગણીઓ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને સાથે ચિંતા પણ વધારી શકે છે.
આ બધા REM તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને આ સ્થિતિમાં ઊંઘ પૂરી નથી થતી અને સાથે જ ઊંઘને લગતી અમુક પ્રકારની સમસ્યા થઇ જાય છે. તે માત્ર સોશિયલ મીડિયાથી જ નહિ પરંતુ એક નોટિફિકેશનથી પણ થઈ શકે છે. વારંવાર ફોન ચેક કરવો એ ટેવ પડી શકે છે.
આ સ્થિતિમાં તમે તમારું જીવન વધારે મુશ્કેલ બનાવી રહ્યા છો. જો તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ગણવાનું શરૂ કરશો તો ફોન સાથે જોડાયેલી કેટલી બધી સમસ્યાઓ બહાર આવી શકે છે.
આ ત્રણ મહત્વપૂર્ણ કારણો છે જે આપણને સમજાવે છે કે શા માટે વ્યક્તિએ સૂવાના સમય 1 કલાક પહેલા સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું જોઈએ. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.