Rangooni Vaal Nu Shaak: આજે આપણે જે રીતે લગ્ન પ્રસંગ માં વાલ નું શાક બનતું હોય એવી જ રીત વાલ નું શાક ઘરે બનાવીશું. ઘણી વખત વાલ નું શાક પાતળું બને છે તો ઘણી વખત તે ઘટ્ટ બની જતું હોય છે. તો આજે આપણે વાલ નું શાક એકદમ ચટાકેદાર અને જોતાજ ખાવાનુ મન થઇ જાય એવુ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. બજાર માં ૨-૩ પ્રકાર ના વાલ મળતા હોય છે પણ અહી લગ્ન મા વપરાતા રંગુન વાલ નો ઉપયોગ કરેલો છે.
- સામગ્રી:
- ૨૫૦ ગ્રામ રંગુની વાલ
- ૫ ચમચી તેલ
- ૧ ચમચી રાઇ
- ૧ ચમચી જીરૂ
- ૨ સુકા મરચા
- ૩-૪ તમાલ પત્ર
- તજ અને લવિંગ ( ઉમેરવી હોય તોજ)
- ૧૦-૧૨ લીલાં લીમડાના પાન
- અડધી ચમચી હીંગ
- ૩ ચમચી ચણાનો લોટ
- ૧ ચમચી લાલ મરચુ
- ૧ ચમચી હળદળ
- ૧ ચમચી ધાણાજીરૂ પાઉડર
- ૩-૪ કોકમ
- ૧ ચમચી ખાંડ
- બાફેલાં વાલ નું પાણી
- ૧ ચમચી ગરમ મસાલો
- કોથમીર
વાલ નું શાક બનાવાની રીત (Vaal Nu Shaak) : સૌ પ્રથમ વાલ ને એક દિવસ પહેલાં આખી રાત પાણીમાં પલાળી રાખો. પાણી માં વાલ આખો દિવસ પલળીને મૂકશો એટલે વાલ મોટાં થઇ જસે. હવે એક કુકર મા આ વાલ ને રાખી તેમાં પાણી એડ કરો. તેમાં ૧ ચમચી મીઠુ એડ કરી પ્રેશર કુકર ની ૪ વિશલ વગાળ લો. ૪ થી વધુ કે ઓછી વિશલ વગાડવાની નથી. વાલ બફાઈ ગયાં પછી તેમાંથી પાણી કાઢી મુકી દો.
હવે એક પેન મા તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરું, સુકા મરચા, તમાલ પત્ર, લીમડાના પાન એડ કરો. બધું સારી રીતે મિક્સ કરીલો. હવે તેમાં હીંગ એડ કરી તેમાં ચણાનો લોટ એડ કરી ૩-૪ મીનીટ માટે હલાવો. ચણાનો લોટ ઉમેરવાથી રસો સારો બને છે.
હવે તેમાં લાલ મરચું, હળદળ અને જીરું પાઉડર એડ કરી સારી રીત સાંતળી લો. અહિયાં મસાલા બળે નહિ તેનું ઘ્યાન રાખવું. હવે તેમાં વાલ બાફ્યા હતા તેમાં જે પાણી નો ઉપયોગ કર્યો હતો તે પાણી એડ કરો. પાણી એડ કર્યા પછી બધો મસાલો બરાબર હલાવી દો.
શાક માં ખટાસ આપવા માટે ગરમ પાણીમાં રાખેલા કોકમ એડ કરો. કોકમ એડ કરવાથી શાક માં ખટાસ આવશે. તમે લીંબૂ નો રસ એડ કરી શકો. હવે ઘડપણ માટે ખાંડ એડ કરો.૩-૪ મીનીટ માટે બાફવા દો.
૩-૪ મીનીટ થયા પછી તેમાં બાફેલાં વાલ ને એડ કરો. વાલ ને હળવા હાથે મિક્સ કરી લો. હવે પેન નું ઢાંકણ બંધ કરી તેને ૪-૬ મીનીટ માટે થવા દો. તમારે અહિયાં વાલ ચેક કરતાં રહેવાનું છે. જો પાણી હોય વધુ તો ફરીથી તેને ગેસ પર થવા દો.
શાક સારી રીતે થયેલું દેખાય એટલે તેમાં ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર. હવે તેમાં કોથમીર એડ કરો. તો તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ લગ્ન મા હોય તેવું વાલ નું ચટાકેદાર, ખટાસ વાળું વાલ નું શાક.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.