હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું મસાલા પરાઠા(Masala Paratha). અત્યારે આ મસાલા પરાઠા ખુબ જ ટ્રેન્ડિંગ અને લોકપ્રિય રેસીપી બની ગઈ છે. આજે તમને આ ઝડપી અને ટેસ્ટી મસાલા પરાઠા રેસિપી બતાવીશું જેે તમે ઘરે સરળ રીતે બનાવી શકો છો.આમ તો આપડે પરાઠા માં શાકભાજી નાખીએ છીએ. પણ આજે શાકભાજી વગર આપણે પરાઠા બનાવિશુ.
તો જ્યારે પણ તમે હળવા રાત્રિભોજનની ઇચ્છા કરો અથવા કંઈક સ્વાદિષ્ટ અને ઝડપી બનાવવા માંગો છો, તો આ મસાલા પરાઠા રેસીપી તમે બનાવી શકો છો. તમે આ મસાલા પરાઠાને અથાણા અથવા દહીં ની સાથે ખાઈ શકો છો. તો આ મસાલા પરાઠાની રેસીપી કેવી રીતે બનાવી શકાય તે જોઈલો સાથે રેસિપી ગમે તો શેર અને લાઈક કરવાનું ભૂલતા નહિ.
- સામગ્રી:
- ૨ કપ ઘઉંનો લોટ
- ૧ ચમચી લાલ મરચું પાવડર
- ૧ ચમચી આમચુર પાવડર
- ૧ ચમચી ગરમ મસાલા
- ૧ ચમચી શેકેલા જીરું જીરા નો પાવડર
- ૨-૩ ચમચી કસૂરી મેથી
- ઝીણા સમારેલા ધાણા ના પાન
- મીઠું
- ઘી
- તેલ
- મસાલા પરાઠા બનાવવાની રીત
- સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કસૂરી મેથી, અને મોણ માટે તેલ એડ કરો. હવે થોડું પાણી એડ કરી લોટ બાંધી લો. અહિયાં તમારે આપડે પરાઠા માટે જે લોટ બાંધીએ છીએ એવોજ લોટ બાંધવાનો છે. લોટ બંધાઈ ગયા પછી તેની ઉપર થોડું તેલ એડ કરી સારી રીતે કણક બાંધી ૧૦ મીનીટ માટે મુકી દો.
- મસાલા પરાઠા માટે મસાલો બનાવવા
- એક બાઉલમાં લાલ મરચું, શેકેલા જીરાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મસાલો સારી રીતે મિક્સ કરીલો.
હવે જે કણક તૈયાર કરી છે તેમાંથી થોડો લોટ લઇ નાનું ગુલ્લુ કરી પરાઠા વણી લો. અહિયાં તમારે પરાઠા મોટાં બનાવાના છે. પરાઠા વણાઈ ગયા પછી તેની પર ઘી લગાવી દો. ઘી સારી રીતે બધી જગ્યા મા ફેલાઈ જાય એમ લગાવી દો.હવે તૈયાર કરેલો મસાલો આ પરાઠા પર સ્પ્રિંગલ( એડ) કરી દો. અહિયાં મસાલો થોડો વધુ નાખવાનો જેથી ખાતી વખતે સારો સ્વાદ આવે. હવે પરાઠા પર કોથમીર નાં પાન એડ કરો.
હવે આ પરાઠા ને એક બાજુથી ફોલ્ડ કરી દો. એક બાજુથી ફોલ્ડ કર્યાં પછી બીજી બાજુ પણ ફોલ્ડ કરી લુવો તૈયાર કરી. લુવો બનાવ્યાં પછી ફરીથી તેને વણી લો.
આ વણેલા પરાઠા ને તવા પર શેકવા માટે મુકો. એક બાજુથી શેકાઈ ગયા પછી તેને પલટાવી બીજી બાજુ ઘી લગાવી શેકાવ દો.આમ બન્ને બાજુ ઘી લગાવી સારી રીતે પરાઠા ને શેકી લો.
તો તૈયાર છે તમારા મસાલા પરાઠા. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.