આજે આપણે વાત કરીશું કે છાસ કોને કોને પીવાની નથી અથવા તો ઓછી પીવાની છે. અને જો પીવો તો તેનું શું નુકશાન છે એ વિષે જાણીશું. એમ કહેવાય છે કે છાશ તો પૃથ્વીલોકમાં અમૃત છે. છાસ પેટના તથા અન્ય અનેક રોગોમાં ખુબ જ ઉપયોગી છે. છાશ પાચનશક્તિ વધારનારું છે. પેટના રોગીઓ માટે છાશ રામબાણ ઈલાજ છે. પરંતુ છાશ અમુક લોકો પીવાની નથી, જેના વિશે હું આગળ તમને જણાવીશ.
તો કે છાશ કયા લોકોએ પીવાની નથી, જે લોકોને ખૂબ જ એસિડિટીની સમસ્યા છે, જે લોકોને પેટમાં બળે રાખે છે, જે લોકોને છાતીમાં બળતરા થાય છે, જે લોકોને આંખો બળ્યા કરે છે, જે લોકોને અડધું માથું દુખ્યા કરે છે તેવા લોકોએ બિલકુલ છાશ પીવાની નથી. જો આવી કન્ડિશનમાં છાશ પીશો તો હોજરીનું આપણા પેટમાં એસિડ નું પ્રમાણ વધી જશે પરિણામે આપણે અરુચિ, મંદાગ્નિ, ક્યાં ગમે નહીં, બેચેની, ગુસ્સો આવવો, ઉધરસ થવી, ઉંઘ આવી તમામ શરીરને અસર થઈ શકે છે. માટે આ પ્રકારના તમામ આરોપીઓએ છાશ પીવાની નથી.
જે લોકોને શરીરની અંદર ચાંદા પડ્યા હોય, જે લોકોને મોઢામાં ચાંદા પડ્યા હોય, અલ્સર થયા હોય એવા લોકોએ છાશ બિલકુલ પીવાની નથી. આ સમયે જો તમે છાશ પીશો તો હોજરીમાં ચાંદા મટવાની બદલે વધવા લાગશે, અલ્સર વધવા લાગશે પરિણામે આપણે ગંભીર પરિણામ ભોગવવાનું આવી શકે છે. માટે આ પ્રકારના લોકો એ છાશ બિલકુલ પીવાની નથી.
જે લોકોને માથું દુખવાની ફરિયાદ છે, જે લોકોને પિત્તના વિકારો થી માથું દુખવાની ફરિયાદ છે, અડધું માથું દુખે છે તેવા લોકોએ બિલકુલ છાશ પીવાની નથી. જો આ સમય માં છાસ પીવો તો શરીર માં એસિડ નું પ્રમાણ વધશે, પરિણામે અડધું માથું, આખું માથું, આ તમામ વસ્તુ દુખશે. માટે આ પ્રકારના લોકો એ બિલકુલ છાશ પીવાની નથી.
જે લોકોને ભ્રમ એટલે કે ચક્કરની સમસ્યા હોય તેવા લોકોએ બિલકુલ છાશ પીવાની નથી. ચક્કર આવવાના અનેક કારણો છે. જે લોકો મન સાથે સતત યુદ્ધ કર્યા કરે છે, જે લોકો સતત ચિંતા રાખે છે તેવા મોટા ભાગના લોકોને ચક્કરની સમસ્યા હોય છે. આ વિટામિન્સ, મિનરલ્સ, પોષક તત્વો, સપ્તધાતુ આ બધું શરીરમાં ધટતું હોય તો પણ ચક્કર આવી શકે છે પરંતુ આ સમયે છાશ બિલકુલ પીવાની નથી.
જે લોકો શારીરિક રીતે દુબળા હોય તેવા લોકોએ સાથ બિલકુલ પીવાની નથી. જે લોકોને શરીર ઘટતું જાય છે અથવા તો જે લોકો એકદમ દુબલા પતલા છે તેવા લોકોએ છાશ પીવાની હિતાવહ નથી. જો આ પ્રકારના લોકો છાશ પીશો વજન ઘટશે તો નહિ, પણ વધશે પણ નહિ. તો ખાસ ધ્યાન આપવું.
જે લોકો માનસિક બીમાર છે. જે લોકોને પિત્તજન્ય રોગો છે. જે લોકો મગજથી એકદમ બે બાકડા રહ્યા કરે છે. જે લોકો રાજી ખુશી હંમેશા ખુશ રહેતા નથી. જે લોકો સતત ચિંતામાં રહ્યા કરતા હોય આ પ્રકારના લોકો એ છાશ પીવી હિતાવહ નથી. જે લોકો અત્યંત સ્ટ્રેસ ધરાવે છે.
ધંધા-રોજગાર બાબતે ચિંતા કરતી હોય, પરિવાર બાબતે ચિંતા રહ્યા કરતી હોય, પત્ની બાબતે ચિંતા રહ્યા કરતી હોય, બાળકોના ઉજ્વળ ભવિષ્ય બાબતે ચિંતા રહ્યા કરતી હોય, કે મારું બાળક આગળ શું કરશે? શું થશે? પૈસા ક્યાંથી આવશે? ઘર કેમ ચાલશે? આ તમામ પ્રકારની જ્યારે અર્થવ્યવસ્થાઓમાં આપણે જોડાયેલા છીએ તો આ પ્રકારની ચિંતાઓ જો કરશો, તો પણ આપણા શરીરમાં પિત્ત જન્ય રોગો વધશે અને પિત્ત જન્ય રોગો વધશે શરીરમાં તો એસિડીટી વધશે. તો આ સમયે ભૂલથી પણ આપણે પેટમાં છાશને નાખવાની નથી. જો આ પ્રકારના રોગો માટે છાશ પીશો તો આપણે તેને અનેક રોગોના ભોગ બનશો.
જે લોકોને દાહ તથા મૂર્છા નામ ના રોગો છે તેવા લોકોએ પણ છાશ બિલકુલ પીવાની નથી. ખાસ એક વાત તમને જણાવવા માગું છું કે ખાસ ઉનાળામાં અને શરદ ઋતુમાં છાશ એકદમ માપમાં લો. મોટાભાગના લોકો ગરમીની ઋતુમાં છાસ નો ખૂબ જ ઉપયોગ કરે છે. ગરમી પડે એટલે છાશ તો લેવી જ પડે. છાશ પીવાથી તો ટાઢક મળે પરંતુ ઉનાળામાં ખુબ જ તાપ પડતો હોય ત્યારે બહારની ગરમી સાથે અંદર ની ગરમી પણ પેદા થાય છે. આવી સ્થિતિમાં ફળોના રસ તથા શીતળ પ્રવાહી પદાર્થો લેવા જોઇએ. છાસ તો ગરમ છે. ઠંડી નથી. તેમાં ભારોભાર એસિડ હોય છે. તથા આ એસિડ છાશ પીવાથી શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે. અને રક્તસ્રાવ જન્ય રોગો તથા લોહીના વિકારો ઉત્પન્ન થાય છે. ભાદરવા તથા આસો માસમાં એટલે કે ઉનાળામાં છાશ બિલકુલ પીવાની નથી. મહેરબાની કરી આ પ્રકારની ભૂલો બિલકુલ કરશો નહીં.
છાશ અમુક લોકો માટે પીવી હિતાવહ નથી, છાશ પૃથ્વી પરનું અમૃત છે પણ જો આગળ વાત કરી તેમ તેમાંની કોઈ સમસ્યા હોય તો પીવાનું બંધ કરી દેશો તો આપણા રોગમાં ઘટાડો થશે આપણે દવાઓ લાંબો ટાઈમ લેવી નહીં પડે અને આપણે દવાઓથી દૂર રહીશું તો દવાઓથી દૂર રહેશો તો જ સ્વચ્છ ખડતલ અને રોગ પ્રતિકારક શક્તિ અનુભવ છે. કોઇપણ પ્રયોગ વૈધની સલાહ મુજબ કરવાં હિતાવહ છે.