જે કારણે તણાવ ચિંતા તથા ઉજ્જૈન પેદા થાય છે એ કારણો ગંભીર ન હોય તો તેને છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. શરીર ને આરામ ત્યારે જ મળે જયારે મગજ ને આરામ મળે. સામાજિક તથા પારિવારિક જીવનમાં સંબંધોનું ઉડાન ઓછું થવું જોઈએકારણ કે સબંધો નું ઊંડાણ હોય એનાથી આપણું મન દ્રવી જતું હોય છે. સમસ્યાઓ વધવા માંડે એટલે ચીડિયાપણું મગજ માટે ઘાતક નીવડતું હોય છે. માનસિક તણાવ માટે ફેફસામાં પૂરતા પ્રકમાં માં ઓક્સિજન મળવો જરૂરી છે.
માનસિક તણાવ ઘટાડવા માટે સામાન્ય રીતે ટૂંકા શ્વાસો, એક તૃતીયાંશ ના ભાગના ફેફસામાં પહોંચતા હોય છે. એવું કે છે પરંતુ ઊંડા શ્વાસ લેવાથી ફેફસાને ખૂબ રાહત મળે છે. તણાવ ચિંતા અને સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. લાંબા શ્વાસ જે સમયાંતરે લેતા રહેવું જોઈએ.
ક્રોધને કાબૂમાં લેવા માટે પણ ઊંડા શ્વાસ લેવા ખૂબ જ જરૂરી છે. લાંબા શ્વાસ લેવાથી ઓક્સિજનનો વિપુલ જથ્થો ફેફસામાં પહોંચતા ફેફસા પ્રફુલ્લિત રહે છે જેનાથી આપણું મગજ પણ શાંત રહેવા માંડે છે.
ઊંડા શ્વાસ લેવાથી વિપુલ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ આપણે છોડી શકીએ છીએ તેવી જ રીતે આપણે દીર્ઘ નીરોગિતા માટે આયુર્વેદમાં પ્રાણાયામને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ચિંતા કરવાવાળા લોકો તેમની ભાવનાઓ પર કાબૂ રાખતા નથી. સામાન્ય ચિંતા કરતા રહેવાથી વ્યક્તિ અંદરથી ભય અને અસુરક્ષાની થી પીડાતો હોય છે. તેથી સામાન્ય ચિંતા કરવાની છોડી દેવી ખૂબ જરૂરી છે.
જીવનમાં સાવચેતી તો બહુ જ જરૂરી છે પણ સાવચેતીઘાતક ના બને તે માટે એન્જાઇટી, ટ્રેસ વગેરે માટે ફીલ્ડેફિયામાં આવેલી અમેરિકા ની એક થોમસ યુનિવર્સિટીમાં આ માટે બહુ મોટું સંશોધન થયું છે અને એમાં ભારતીય યોગ અને પ્રાણાયામથી કોઈ મોટી દવા નથી એવું સાબિત થયેલ છે. તેથી આપણે સમય પ્રમાણે અધીરતા અને ઉતાવળાપણું છોડી દઈએ, ક્રોધ અને અહમ ન વધે તે વિચારવાની એક સામાન્ય પ્રક્રિયા માં આવી જઈએ.
આપણે કોઈપણ બાબતો દવાઓ ઉપર છોડશું પણ આખરે દવાઓની પણ મર્યાદા છે. દેશી દવાઓ હોય તે આપણી એલોપથી દવાઓ હોય આપણને ઉપયોગી હોય, શરીરને નડતરરૂપ ન હોય ત્યાં સુધી લેવી, પણ મનની શાંતિ અને મનની પ્રફુલ્લિતતા એના માટે ધ્યાન યોગ અને જે ભારતીય જીવન પદ્ધતિમાં પ્રાણાયામ છે એ અદભુત ક્રિયા છે.