mixer care tips and tricks in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં મિક્સર દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે. રસોડામાં ઘણા ઉપકરણો હોય છે, તેમાંનું મિક્સર પણ આપણું ઘણું કામ સરળ બનાવે છે. મોટાભાગના ઘરો માં મિક્સરનો ઉપયોગ દરરોજ કરવામાં આવતો હશે.

દાદીમાના જમાનામાં, ખાંડણીમાં મસાલા નાખીને હાથથી પીસતા હતા અને આપણે બધાએ તેમના મોઢેથી આ વાતો સાંભળી હશે કે ત્યારે રસોઈ બનાવવામાં કેટલો સમય અને મહેનત લગતી હતી. મરચાં અને મસાલા જેવી વસ્તુઓને પીસીને તેમના હાથ બગડી જતા.

આજે મિક્સરના કારણે આપણને આવી તકલીફ સહન કરવી પડતી નથી અને સાથે આપણો સમય પણ બચી જાય છે. આજે 1 સ્વીચ ચાલુ કરો, એટલે 1 જ મિનિટમાં કામ થઇ જાય છે અને મોટાભાગનું કામ મિક્સર દ્વારા કરવામાં આવે છે.

રસોડાના કામને મિક્સર વગર ઝડપથી પૂર્ણ કરવું એ એક સ્વપ્ન સમાન લાગે છે. આ જ કારણ છે કે રસોડામાં સૌથી વધુ મિક્સરનો ઉપયોગ થાય છે. તેનો વધારે પડતો ઉપયોગ થવાને કારણે તે ઝડપથી બગડવાની શક્યતા પણ વધી જાય છે.

જો તમે તેની યોગ્ય કાળજી લેશો તો જ મિક્સરનો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકો છો. એટલા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે મિક્સરની યોગ્ય કાળજી લો. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે મિક્સરની સારી રીતે કાળજી રાખવી જોઈએ.

મિક્સર ચલાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેને ક્યારેય ફુલ સ્પીડથી સ્ટાર્ટ ના કરો અને બંધ કરતી વખતે પણ તેને ફુલ સ્પીડ બંધ ના કરો. આમ કરવાથી મશીન પર વધારે જોર પડે છે અને તેને ખરાબ થવાની સંભાવના વધી જાય છે.

મિક્સર ચાલુ કરતા પહેલા જાર સારી રીતે લૉક કરેલું છે કે નહીં પહેલા તપાસો, અન્યથા મિક્સર બ્લેડ તૂટી શકે છે. મિક્સર ચલાવતી વખતે ધ્યાન રાખો કે તેને એક સમયે માત્ર 6 થી 8 મિનિટ જ ચલાવો. જો તમારે વધારે વસ્તુઓને પીસવાની છે તો તેને નાના અંતરાલમાં પીસો.

મિક્સરની બ્લેડને હંમેશા સાફ રાખો અને આ માટે કોઈપણ ભીની વસ્તુને પીસ્યા પછી છેલ્લે જારમાં થોડું પાણી નાખીને તેને એકવાર ચલાવો જેથી બ્લેડમાં ફસાયેલી નાની વસ્તુઓ સરળતાથી સાફ થઈ જશે.

મિક્સરમાં ક્યારેય ખૂબ ગરમ કોઈપણ વસ્તુ પીસવું નહીં. આ ઝડપથી મિક્સરને ખરાબ કરી શકે છે. તેથી, હંમેશા પીસવાની વસ્તુને સંપૂર્ણપણે ઠંડી કર્યા પછી જ પીસો. ઘણા લોકોની આદત હોય છે કે વસ્તુને પીસ્યા પછી સાફ નથી કરતા, તો ઉપયોગ કર્યા પછી તરત જ મિક્સરને સાફ કરવાની આદત બનાવો.

જો પીસતી વખતે મિક્સર પર કંઈક પડી ગયું હોય તો તેને અવગણશો નહીં, તેનાથી મશીનગંદુ પણ દેખાશે અને ખરાબ પણ થઇ શકે છે. જો તમે મિક્સરને લાંબા સમય સુધી ચલાવવા માંગતા હોય તો, તો તેને હંમેશા ધીમા, મધ્યમ, ઝડપી, પછી ઝડપીથી મધ્યમ, મધ્યમથી ધીમા અને ધીમાથી બંધના ક્રમમાં જ ચલાવો.

હંમેશા ધ્યાન રાખો કે મિક્સર જારને ક્યારેય પણ સંપૂર્ણ ના ભરો, તેને હંમેશા અડધું જ ભરો. જાર અડધાથી વધુ ભરાઈ જવાથી મિક્સર મશીન પર વધુ દબાણ આવે છે અને તેના કારણે મશીન જલ્દી બગડી શકે છે. આ સાથે જ વસ્તુ પણ સારી રીતે પીસાતી નથી.

ધ્યાન રાખો કે, મિક્સર ચલાવતી વખતે બરણીના ઢાંકણા પર હાથ રાખો અને હળવું દબાણ રાખો. આમ કરવાથી પીસવામાં આવતી વસ્તુ બહાર નહીં પડે અને મશીનને કોઈ નુકસાન નહીં થાય. મિક્સરનો ઉપયોગ કર્યા પછી, તરત જ તેને પ્લગમાંથી કાઢી લો અથવા તેને બંધ કરો.

જો પ્લગ નથી દૂર કરતા તો, તે સતત વીજળીનો પ્રવાહ ચાલુ રહે છે, જે મિક્સરની કાર્યક્ષમતા પર ખરાબ અસર કરે છે. આ ઉપર જણાવેલી આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે પણ મિક્સરને લાંબા સમય સુધી ખરાબ થતા અટકાવી શકો છો. આશા છે કે આ જાણકરી તમને મદદરૂપ થશે. આવી જાણકરી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા