ઘરે સરળ રીતે બનાવો મિક્સ વેજ ટોસ્ટ સેન્ડવિચ

0
284
Vegetable Sandwich

હેલ્લો ફ્રેન્ડ, આજે તમને જે રેસિપી બતાવાના છીએ એ રેસિપી નાનાં બાળકો, કાકા- કાકી, મામાં- મામી, માસા- માસી અને ફોઈ- ફુઆ અને બીજા સગા- સબંધી ઘરે આવે ત્યારે તમે ઘરે સરળ રીતે મિક્સ વેજ ટોસ્ટ સેન્ડવિચ રેસિપી બનાવીને આપી શકો છો. તો રેસિપી જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન જરૂર થી કરજો.

સામગ્રી :

  • બ્રેડ ની સ્લાઈસ
  • બાફેલા બટાટા ૨ નંગ મીડીયમ
  • ગાજર ૧ નંગ મીડીયમ
  • ડુંગળી ૩ નંગ મીડીયમ
  • લીલા વટાણા ૧/૨ વાટકી
  • મકાઈ ના દાણા ૧/૨ વાટકી
  • ફણસી ૧૦-૧૨ નંગ
  • લીલા મરચા ૨-૩
  • કોથમીર
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧-૧૧/૨ ચમચી આમચૂર પાવડર
  • મીઠું સ્વાદઅનુસાર
  • બટર

Mixed Vegetable Sandwich

બનાવાની રીત :

  1. ડુંગળી,ગાજર,ફણસી,મરચા ને ઝીણા સમારી લો.
  2. ત્યારબાદ એક પેન મા બટર મૂકી ડુંગળી અને મરચા નાંખી ૧-૨ મિનીટ સાંતળો.
  3. પછી બધુ શાક નાંખી મીઠું અને હળદર નાંખી સંતળાવો.
  4. શાક સંતળાય ગયાબાદ બટાટા ને મસળી ને નાખો.
  5. હવે તેમાં ગરમ મસાલો આમચૂર કોથમીર અને સ્વાદઅનુસાર મીઠું નાખો.
  6. આ મસાલા ને બ્રેડ વચ્ચે મૂકી બ્રેડ ની બન્ને બાજુ બટર લગાવી ટોસ્ટ કરો.
  7. સેન્ડવીચ ને કોથમીર ફુદીના ની ચટની અને ટોમેટો સોસ સાથે પીરસો.