methi nu shaak recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમને મેથીના દાણા નું હેલ્દી શાક બનાવવાની રીત જણાવીશું. આપણે બધા જાણીએ છીએ કે મેથીના દાણા આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. તેના વિશે એવું પણ કહેવાય છે કે તે 100 રોગોની દવા તરીકે કામ કરે છે.

ઘણા લોકો મેથી દાણાનું પાણી સવારે પીતા હોય છે, પરંતુ કેટલાક લોકોને તે પસંદ નથી. તો તમે આજની આ રેસિપી જાણીને તમે તેનું શાક બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. આવો જાણીએ શાક બનાવવાની રીત.

સામગ્રી : અડધો કપ મેથી દાણા, 1 કપ દહીં, 1 હમચી મરચું પાવડર, આ ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી હળદળ, મીઠું સ્વાદ અનુસાર, 2 ચમચી તેલ, અડધી ચમચી રાઈ,1 ચમચી જીરું, 2 ચપટી હિંગ, 6-7 લસણની સમારેલી કળીઓ, 2 સમારેલા લીલા મરચા, 1 ઇંચ છીણેલું આદુ, 1 સમારેલું ટામેટું, ગરમ મસાલો અને લીલી કોથમીર, લીંબુનો રસ.

સૌથી પહેલા મેથીને આખીરાત માટે પાણીમાં પલાળીને આખો, જેથી તે સારી રીતે ફૂલી જાય. હવે સવારે, તેમાંથી પાણીને ગાળીને કાઢી લો. ધ્યાન રાખો કે, તમે આ પાણીને ફેંકશો નહીં, તેને પી શકો છો. આ પાણીને શાકમાં ઉમેરવાનું નથી કારણ કે તે વધુ કડવું હોય છે.

શાકનો મસાલો બનાવવા માટે, એક વાટકી દહીં લો, દહીંમાં, 1 હમચી મરચું પાવડર, આ ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી હળદળ, મીઠું સ્વાદ અનુસાર ઉમેરો અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરો. દહીંને આ રીતે શાકમાં મિક્સ કરવાથી દહીં ફાટતું નથી.

શાક બનાવવા માટે, એક કઢાઈમાં 2 ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે, તેમાં અડધી ચમચી રાઈ ઉમેરો. રાઈ તતડવા લાગે ત્યારે, 1 ચમચી જીરું, 2 ચપટી હિંગ, 6-7 લસણની સમારેલી કળીઓ ઉમેરીને, મીડીયમ આંચ પર પકાવી લો.

હવે તેમાં, 2 સમારેલા લીલા મરચા, 1 ઇંચ છીણેલું આદુ ઉમેરીને મિક્સ કરી લો. 1 મિનિટ સાંતળ્યા પછી, 1 સમારેલું ટામેટું ઉમેરો અને પકાવો. અડધી મિનિટ પછી મીઠું ઉમેરીને 2 મિનિટ સુધી, ઢાંકણ ઢાંકીને ચડવા દો.

આ પછી તેમાં દહીંનો મસાલો ઉમેરો અને મસાલામાં સારી રીતે મિક્સ કરો. હવે ત્યાં સુધી હલાવતા રહો, જ્યાં સુધી મસાલો સારી રીતે ચડી જાય. સતત હલાવતા રહો, જેથી દહીં ફાટે નહીં. હવે તેમાં મેથીના પલાળેલા દાણા ઉમેરો અને ઢાંકણું ઢાંકીને 1 મિનિટ મધ્યમ આંચ પર ચડવા દો.

મેથીમાં બધા મસાલા સારી રીતે ભળી જાય એટલે તેમાં અડધો કપ પાણી ઉમેરો અને વધુ 1 મિનિટ ચડવા દો. પછી તમે તેમાં ગરમ મસાલો અને લીલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરી લો. છેલ્લે ઉપરથી 1 લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો.

તમારું મેથીના દાણાનું શાક બનીને તૈયાર થઇ ગયું છે. છે ને એકદમ સરળ રેસિપી. જો તમે શિયાળામાં આ શાક ખાઓ છો તો ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો તમને રેસિપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા