methi na muthiya
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Methi Na Muthiya : મેથી સ્વાસ્થ્યમાં કડવી લાગે છે, પરંતુ મેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મેથીના ગોટા, મેથીના ઢેબરા તો તમે ખાધા હશે પરંતુ તમે હવે ટ્રાય કરો મેથીની ભાજીના મૂઠીયાં જે ખાવામાં પણ સ્વાદિષ્ટ છે. મેથીની ભાજીના મૂઠીયાં કેવી રીતે ઘરે જ બનાવી શકાય તે વિશે જણાવીશું

સામગ્રી

  • 250 ગ્રામ મેથીની ભાજી
  • 50 ગ્રામ લીલા ધાણા લેવ
  • 200 ગ્રામ ચણાનો લોટ લેવો
  • 100 ગ્રામ કણકી કોરમાનો લોટ
  • 50 ગ્રામ દહીં દેવુ
  • 1 ટેબલસ્પૂન તલ લેવા
  • 1 કટકો આદું, 5 લીલાં મરચાં લેવા
  • 7 કળી લસણ લેવુ
  • મીઠું, મરચું, હળદર, તેલ, ખાંડ – પ્રમાણસર લેવી

methi na muthiya

બનાવવા ની રીત

મેથીની ભાજી અને લીલા ધાણાને ઝીણા ઝીણા સમારી, ધોઈ, નિતારી, અંદર ચણાનો અને કણકી કોરમાનો લોટ ભેળવવો. હવે તેમાં મીઠું, મરચું, હળદર, ખાંડ, દહીં, તેલ, વાટેલાં આદું-મરચાં, વાટેલું લસણ અને તેલનું મૂઠી પડતું મોણ નાંખી, કઠણ કણક બાંધિ લેવી . અથાણાનું તેલ હોય તો એક ચમચો નાંખવું જેથિ સારુ લાગે .

પછી પેણીમાં તેલ મૂકી ગરમ થાય એટલે થોડી હિંગ નાંખી નાનાં મૂઠિયાં બનાવી અંદર મૂકવા. ઢાંકણ કાંઢી, તાપ ધીમો રાખવો. અંદરથી સિઝાઈને રતાશ પડતા થાય એટલે ઉતારી લેવાં. આ રીતે લૂ્ણીની ભાજી, પાલકની ભાજી વગેરેના મૂઠિયાં બનાવી શકાય. મેથીની ભાજીનાં મૂઠિયાં બાફી, વઘારીને પણ બનાવી શકાય.