આજે આપણે બનાવીશું ગુજરાતી ખાખરા. ગુજરાતીઓના દરેક ઘરમાં સવારના નાસ્તામાં ખાખરા જોવા મળતા જ હોય છે. તો આજે આપણે એવા જ ખાખરા બનાવીશું જેવા કે માર્કેટમાં મળે છે. ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે સાથે એટલા જ હેલ્ધી પણ છે.
- સામગ્રી:
- 2 કપ જેટલો લોટ,
- અડધી ચમચી થોડીક ઓછી હળદર,
- અડધી ચમચી જેટલું લાલ મરચું,
- 1/4 ચમચી ધાણાજીરું,
- સ્વાદ પ્રમાણે મીઠું,
- 2 ચમચી અજમો,
- 3 ચમચી કસ્તુરી મેથી,
- દોઢ ચમચી જેટલું તેલ
ખાખરા બનાવવાની રીત :
ખાખરા બનાવવા માટે લેવાનો છે ઘઉંનો જીણો લોટ. જે આપણે રોટલી માટે લોટ યુઝ કરીએ છીએ એજ લોટ લઇ શકો છો. તો હવે આપણે અંદર મસાલા કરીશું તો અડધી ચમચી થોડીક ઓછી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું,1/4 ચમચી ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી અજમો, 3 ચમચી કસ્તુરી મેથી, હાથથી મસળીને એડ કરો.
દોઢ ચમચી જેટલું તેલ મોણ માટે હવે આને સારી રીતના મિક્સ કરી લેશો અને જરૂર પ્રમાણે પાણી એડ કરતાં જશો અને તેમાં પણ રોટલીનો લોટ બાંધીએ છે એમ જ લોટ બાંધી લેશો, પણ રોટલી કરતા આપણે થોડો કઠણ લોટ બાંધીશું.
લોટ બંધાઈ ગયા પછી, હવે હાથ ને થોડાક તેલવાળા કરી અને લોટને સારી રીતના મસળી લો, જેથી કરીને લોટ ખૂબ જ સારો બંધાઈ જાય. હવે આ લોટને ઢાંકીને પાંચ મિનિટ સુધી રેસ્ટ કરવા છોડી દેશો, જેથી કરીને સેટ થઈ જાય.
તો પાંચ મિનિટનો સમય થઈ ગયા પછી, તમે જોઈ શકશો કે, રોટલી કરતા થોડો કઠણ લોટ રાખવાનો છે જેથી ખાખરા છે તે ખૂબ જ ક્રિસ્પી બને. હવે રોટલીના લુઆ કરતાં થોડાક નાના નાના લુઆ બનાવી લો. એક લુવો લઈને, સૌથી પહેલા લોટ વાળો કરીને, આમાંથી ખૂબ જ પતલો એવો ખાખરો વણી લેવાનો છે.
આપણે જેટલા થેપલા ને પતલા રાખીએ છીએ એનાથી પણ વધારે પતલા ખાખરા વણવાના છે જેથી કરીને ખુબ જ ક્રિસ્પી બને. હવે આને એક સરખી સાઈઝના બનાવવા માટે તમે કોઈપણ ડબ્બાના ઢાંકણના મદદથી પણ કટ લગાવી શકો છો કારણ કે કટ લગાવવાથી બધા જ ખાખરા એક સરખી રીતના બને છે.
આવી રીતે બધા જ ખાખરા રેડી કરી લો. હવે તવાને ગરમ કરી કરવા મુકો. વધારે ગરમ નથી કરવાનો નહીતર ખાખરા ક્રિસ્પી નહિ બને. તો એક સાઇડથી એકથી દોઢ મિનિટ થવા દેશો પછી પલટાવી લો અને બીજી સાઈડ થી પણ એકથી દોઢ મિનિટ માટે થવા દેશો.
આ સમયે આની ઉપર થોડું તેલ લગાવો. તેલ ખાખરામાં ખૂબ જ ઓછું થાય છે તો ખૂબ ઓછું તેલ લેવાનું છે, હવે આપણે આને પલટાવીને સારી રીતના દબાવી દબાવીને શેકી લેવાનું છે.
તમે કોઈપણ કપડા ની મદદથી કે પછી પોટેટો ક્રશિંગની અથવા વાટકીની મદદથી દબાવી શકો છો. હવે બીજી સાઈડ પર થોડું તેલ લગાવીને શેકી લો. બીજી સાઈડ પણ આ જ રીતે દબાવી અને શેકેલી લેવાનો છે. ખાખરાને શેકાતા પાંચ મીનીટ જેવો સમય લાગે છે.
તો માર્કેટમાં મળે એવા જ ખાખરા રેડી છે. તમે પણ ઘરે આ રીતે ખાખરા જરૂરથી બનાવજો. આ ખાખરાને એક થી દોઢ મહિના સુધી ખાઈ શકો છો.
નોંધ: જો તમારે જીરા ફ્લેવરના ખાખરા બનાવવા હોય તો તમે અજમાની જગ્યાએ જીરું પણ એડ કરી શકો છો. જો તમારે બધા જ ખાખરા એક સાથે બનાવી પછી શેકવા હોય તો ખાખરાને કોઈપણ કપડા ઉપર અલગ અલગ મૂકી દેવા કેમકે તમે ભેગા મુકશો તો ચોટી જશે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Comments are closed.