ભારતીય રસોડામાં વપરાતો મસાલામાંથી એક એવો મસાલો મેથી પણ છે. જેનો ઉપયોગ કરવાથી ખાવાનો સ્વાદ અદ્ભુત થાય છે અને જો ઉમેરવામાં ના આવે તો ભોજનનો સ્વાદ પણ બગડી શકે છે. ઘણા લોકો મેથીના દાણા પાઉડરનો ઉપયોગ ખોરાકમાંથી તીક્ષ્ણતાને દૂર કરવા માટે કરે છે.
આ સ્થિતિમાં તમે પણ મેથીનો પાવડર ખરીદવા માટે વારંવાર પૈસા ખર્ચો છો તો હવે તમારે તે કરવાની જરૂર નહિ પડે કારણ કે આજે આ આર્ટીકલમાં અમે તમને કેટલીક શાનદાર કિચન ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે ઘરે સરળતાથી શુદ્ધ મેથીનો પાવડર બનાવી શકો છો.
મેથી પાવડર બનાવવાની રીત : જો તમે બજાર કરતાં પણ શુદ્ધ મેથીનો પાઉડર બનાવવા માંગતા હોવ તો તમે તેને એક નહીં પણ બે સરળ રીતથી બનાવી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા બજારમાંથી 400 થી 500 ગ્રામ મેથી ખરીદીને લાવાની છે.
આ પછી મેથીને એક થી બે વાર સારી રીતે સાફ કરીને તેને એક દિવસ માટે તડકામાં રાખો. બીજા દિવસે એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો અને તેલ ગરમ થયા પછી તેમાં મેથી નાખીને તે બ્રાઉન થાય ત્યાં સુધી સારી રીતે શેકી લો.
બ્રાઉન થઇ ગયા પછી થોડી વાર માટે ઠંડુ દો. આ પછી તેને મિક્સરમાં નાખીને પીસી લો.
ધ્યાનમાં રાખો કે એક ચમચીથી વધારે તેલ ના નાખો અને મેથીને પાણીથી પણ સાફ ના કરવું જોઈએ તેનું પણ ધ્યાન રાખો.
મેથી પાવડર બનાવવાની બીજી રીત : આ માટે સૌથી પહેલા મેથીને સારી રીતે સાફ કરો અને તેને એક દિવસ માટે તડકામાં રાખો. હવે બીજા દિવસે મેથીમાં એક ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરીને એક વાસણમાં રાખો.
અહીંયા માઇક્રોવેવને ચાલુ કરો અને મેથીના દાણા મૂકીને તે બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. મેથીને શેક્યા પછી થોડી વાર ઠંડુ થવા બાજુમાં માટે રાખો અને ઠંડુ થઇ જાય પછી તેને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.
સ્ટોર કરવાની રીતો : તૈયાર કરેલા આ મેથીના પાવડરનો ઉપયોગ એક નહીં પરંતુ ઘણા દિવસો સુધી કરી શકો છો. મેથીના પાવડરને સ્ટોર કરવા માટે તમારે કાચની બરણીમાં કરી શકો છો અને આ સિવાય એર ટાઈટ કન્ટેનરમાં પણ સ્ટોર કરી શકો છો.
મેથી પાવડરનો ઉપયોગ કર્યા પછી ઢાંકણને હંમેશા ચુસ્તપણે બંધ રાખવું જરૂરી છે અને જો ઢાંકણ યોગ્ય રીતે બંધ કરવામાં ના આવે તો ક્યારેક આ પાવડર બગડી શકે છે. તમે ગ્રેવીવાળું શાક અને બીજા ભોજનમાં પણ મેથીના પાવડરનો ઉપયોગ કરી શકો છો. જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો આવી જ બીજી રેસિપી વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.