methi khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે જોઈશું મેથી વિશે. મેથી જ બહુ જ ગુણકારી છે અને આપણે તેનો ઉપયોગ રોજીંદા જીવન માં કરતા હોઈએ છીએ. આપણે મેથીનો ઉપયોગ વઘાર કરવા, દાળ માં, દૂધીના શાક વગેરેમાં કરતાં જ હોઈએ છીએ. તો આમ રસોઈમાં જે શાક ખાવાથી વાયુના પ્રોબ્લેમ થાય એટલે કે વાયુકારક જે પણ શાક હોય છે તેમાં આપણે તેનો ઉપયોગ કરતા જોઈએ છીએ.

મેથી શરીર માં વાયુ નથી થવા દેતી, અને પાચનક્રિયાને પણ એકદમ તંદુરસ્ત બનાવે છે. મેથી શરીરના નાના-મોટા ઇન્ફેક્શનને ઓછું કરે છે અને  સોજો હોય તો તેને પણ ઓછું કરે છે. તેથી જ આપણને ખબર છે ખાસ લેડીઝ ને ડિલિવરી પછી સુવાવડ પછી મેથીના લાડુ ખવડાવવામાં આવે છે અથવા તો મેથી અજમાનો ઉકાળો બનાવીને ખાસ તે લોકોને પીવડાવવામાં આવે છે.

પાણીમાં થોડી મેથી પલાળીને તેને ઉકાળીને પીવાથી, તે ઉકાળાથી શરદી જુકામ માં પણ રાહત મળે છે. જે બાળકોને દૂધ સરળતાથી પચતું ના હોય તો તેમના માટે મેથી શેકીને તેનો પાઉડર બનાવીને તેને દૂધમાં ઉમેરીને પીવડાવી શકાય છે. અહિયાં આપણે જોઈશું  ડાયાબિટીસ વિશે, વજન ઓછું કરવા અને શરીર ડિટોકસ કરવા માટેના ફાયદા આપણે જોઇશું, કે કેવી રીતે આપણે મેથીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો તેના માટે બે રીત છે.

૧) એક તો તમે મેથીને ફાકી ને એટલે કે કાચા દાણા સીધા મોમાં નાખીને થોડું ગરમ પાણી પી જવાનું. પણ જો એ રીતે તમને ના ફાવે તો બીજી પણ એક રીત છે. ૨)  બે ચમચી જેટલી મેથી આપણે ક્લાસમાં ઉમેરવાની છે અને તેમાં ધીરે ધીરે પાણી ઉમેરવું. આપણે મેથીને પાણીમાં ૯ થી ૧૦ કલાક જેટલું રાખવાનું છે, એટલે ૯ થી ૧૦ કલાક સુધી મેથી આપણે પલાળી રાખવાની છે.

આ પાણી ડાયાબીટીસ માટે તો ઉપયોગી છે જ પણ સાથે જ જેને માથું દુખતું હોય, માઇગ્રેનની પ્રોબ્લેમ હોય તેમને પણ ઘણી રાહત મળશે. સાથે જ શરીર નો બેડ કોલેસ્ટ્રોલ દૂર કરશે અને સાથે જ હાર્ટ પ્રોબ્લેમ માં પણ રાહત રહે છે. જેથી બ્લડ સર્ક્યુલેશન સારુ રહેશે અને બ્લડ સર્ક્યુલેશન સારું રહેવાથી જે લોહી છે એ આપણા શરીરના દરેકે દરેક અંગને પૂરતા પ્રમાણમાં મળવાની શરૂઆત થશે જેથી બ્લડ પ્રેશર પણ જળવાઈ રહેશે.

તો મેથીને પાણીમાં ઢાંકીને ૮ થી ૧૦ કલાક માટે રાતે પલાળીને રાખી દેવાની અને સવારે ઉઠીને તમારે નાસ્તો કરતા પહેલાં જ આ મેથીનું પાણી છે તે પી જવાનું.  સવારે તમે મેથી જોશો તો તમને તે ફૂલેલી જોવા મળશે અને તેનું પાણી પણ બદામી રંગ નું જોવા મળશે. અહિયાં તમારે પાણી તો પી જવાનું છે સાથે મેથી ને પણ ચાવીને ખાઈ જવાની છે.

આ મેથીનો પ્રયોગ ખાસ ડાયાબિટીસવાળા લોકોએ જરૂર કરવો જોઈએ. તમે રોજ એક કે બે ચમચી પલાળીને પી શકો છો અથવા તો બે ત્રણ દિવસે પીવાનાં માગતા હોય તો ૨-૩ ચમચી જરૂર પલાળવી. શિયાળામાં ખાસ આનો પ્રયોગ કરવો જોઇએ. ખાસ જો વજન ઉતારવું હોય તેના માટે પણ બહુ જ લાભકારી રહેશે અને જેમને ડાયાબિટીસ હોય, ગેસની પ્રોબ્લેમ હોય તેમને ખાસ આ વસ્તુ ટ્રાય કરવી જોઈએ.

આનો બેસ્ટ સમય સવારનો છે. નાસ્તો કરતા પહેલાં પાણી પી લેવું. આ મેથી નો સ્વાદ પલાળ્યાં પછી ૬૦ થી ૮૦ ટકા તેની કડવાશ દૂર થઈ જાય છે. તો તમતે જરાય પણ ટેન્શન નાં લેતા કે આ કડવી લાગશે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા