તમને કાજુ દ્રાક્ષ મઠો ઘરે કેવી રીતના બનાવાય તેની રેસિપી બતાવીશુ. જો આ રીતે ઘરે મઠો બનાવશો તો બધા કરતાં પણ ટેસ્ટી બનશે તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો
Matho બનાવવાની રીત:
સૌ પ્રથમ દહીંનો મસ્કો બનાવવા માટે એક બાઉલ ઉપર ચારણી મુકી દેવાની અને ચારણી પર મલમલનુ કપડુ ભીનુ કરીને મૂકી દેવાનુ અને ઘરે બનાવેલું દહીં આ મલમલના કપડા પર મૂકી દઈશુ. કપડા ની સાઈઝ થોડી મોટી લેવી જેથી બાંધવામાં સરળ રહે અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જે દહીં છે એકદમ ઠંડુ હોવું જોઈએ અને નોર્મલ ખાટું લેવાનું છે.
દહીં ને થોડું નીતારી લેવું અન કપડાને નીચોવીને ટાઈટ બાંધી લેવું અને તેના ઉપર કોઈપણ વજનવાળી વસ્તુ મૂકી દેવું (કોઈ પણ વજનવાળી વસ્તુ મૂકી શકો છો). હવે આને પાંચ થી છ કલાક માટે ફ્રિજમાં આ રીતના મૂકી દેવાનું છે આ પ્રોસેસ જરૂરથી કરવી જેથી દહીં ખાટુ ના થાય.
હવે કપડાને નીચોવી લેેવું જેથી કપડા માંથી બધું જ પાણી નીકળી જાય. તમે આ પાણીનો પણ યૂઝ કરી શકો છો પરોઠાના લોટ બાંધવામાં, હાંડવો કે ઢોકડા અથવા તો પનીર બનાવવામાં પણ લઈ શકો છો. હવે દહીંનો મસ્કો એક બોલમાં લઈશુ.
આ પણ વાંચો:
દોઢ લિટર દહીંમાંથી ૫૦૦થી ૬૦૦ ગ્રામ દહીંનો મસ્કો તૈયાર થાય છે. હવે અહીંયા 300 ગ્રામ (૫૦૦થી ૬૦૦ ગ્રામ દહીં માટે) દળેલી ખાંડ લેવાની છે. હવે એક બોઉલમાં એકદમ ઝીણી કાણાવાળી ચારણી લઇશુ. ખાંડ હલકા હાથે મિક્સ કરી દઈશુ. આ રીતે બધી જ ખાંડ મિક્ષ કરી લેવાની છે અને હલકા હાથે જ મિક્સ કરવાનું છે અને આ રીતે બધા જ દહીને ચમચાની મદદથી ચાળી લેવાનું છે. હવે ચમચાની મદદથી મસ્કાને ઘસી ને ચારી લેવાનુ છે અને આ રીતે ચાળવાથી શીખંડ ખુબ જ સરસ, ક્રીમી અને ટેસ્ટી બને છે.
હવે અડધો કપ ઝીણા સમારેલા કાજુ, અડધો કપ સૂકી દ્રાક્ષ, (દ્રાક્ષ અને તમે બે કલાક પાણીમાં પલાળી ને પણ લઈ શકો છો), અડધી નાની ચમચી ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી દઈએ. તો તૈયાર છે શ્રિખંડ (કાજુ દ્રાક્ષ મઠો). ઉપરથી સૂકી દ્રાક્ષ અને કાજુ થી ગાર્નીશ કરી લઈએ. ઘરે બનાવેલો મઠો બજાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. આ ગરમીની સિઝનમાં આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.
નોંધ: (૧) ખાસ ધ્યાન રાખવાનુ છે કે કલરવાળું કપડું યુઝ નથી કરવાનું કારણ કે ઘણી વખત કપડાનો કલર માં બેસી જતો હોય છે.
મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.