masoor dal facial in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમારા રસોડામાં ઘણી દાળ હશે, જેમકે ચણા, તુવેર, મગ અને મસૂર દાળ. તમે પણ આ બધી દાળનો સ્વાદ તો ચાખ્યો જ હશે. દાળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી ડૉક્ટરો પણ રોજ દાળ ખાવાની સલાહ આપતા હોય છે.

એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે મસૂર ત્વચા માટે પણ ફાયદાકારક છે. મસૂરની દાળ ત્વચા પર લગાવવાથી ફોલ્લીઓ અને લાલાશ જેવી ત્વચાની સમસ્યાઓ ઓછી થાય છે. ઘણીવાર મહિલાઓ ગ્લોઈંગ સ્કિન માટે પાર્લરમાં જઈને હજારો રૂપિયા ખર્ચતી હોય છે.

પરંતુ ફેશિયલમાં ઘણા કેમિકલ વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. તેને લગાવવાથી ત્વચા પર તરત ગ્લો આવે છે પણ લાંબો સમય ટકી શકતો નથી. આવી સ્થિતિમાં તમે રસોડામાં રહેલી મસૂરની દાળથી ફેશિયલ કરી શકો છો. જાણો કેવી રીતે.

સ્ટેપ 1 : સૌ પ્રથમ ફેશિયલ શરૂ કરતા પહેલા ત્વચાને સાફ કરવી ખુબ જ જરૂરી છે. એટલે કે, પ્રથમ પગલું છે ત્વચાની સફાઇ. આ માટે તમારે મસૂરની દાળ અને દૂધની જરૂર પડશે. 1 વાટકી મસૂર દાળ અને અડધી વાટકી કાચું દૂધ મિક્સરમાં નાખીને પીસી લો.

તેમાંથી એક બરછટ પેસ્ટ બાનવીને તેને તમારી ત્વચા અને ગરદન પર સારી રીતે લગાવી લો.
ત્વચા પર 10 મિનિટ રાખીને ચહેરાને હૂંફાળા પાણીથી સાફ કરો. ત્વચા પર 10 મિનિટ થી વધુ સમય સુધી પેસ્ટ ન રાખો.

સ્ટેપ 2 : બીજી સ્ટેપ છે ત્વચાને મોઈશ્ચર કરવાનું છે. તેના માટે 1 ચમચી મસૂરનો પાઉડર, ચમચી હળદર અને થોડું ગુલાબજળ લો અને મિક્સ કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવીને 20 મિનિટ રાખો અને પછી ત્વચાને પાણીથી સાફ કરો. આમ કરવાથી તમારી ત્વચામાં મોઈશ્ચર આવશે.

સ્ટેપ 3 : ત્રીજું સ્ટેપ છે ત્વચા સ્ક્રબ અથવા એક્સ્ફોલિએટેડ કરવું. તેનાથી ત્વચા પરની ડેડ સ્કિન નીકળી જાય છે. આ માટે તમે મસૂરની દાળમાંથી સ્ક્રબ બનાવી શકો છો. આ માટે એક નાના બાઉલમાં 2 ચમચી મસૂર દાળનો પાવડર, 1 ચમચી કાચું દૂધ અને 1 ચમચી પીસેલા ઓટ્સ લો.

હવે બધી સામગ્રીને મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવો અને સ્ક્રબ કરો. સ્ક્રબ કરતી વખતે ધ્યાન રાખો કે ચહેરા પર વધુ દબાણ ન કરો. તેનાથી ત્વચા છોલાઈ શકે છે. તેથી થોડી વાર માટે આંગળીઓથી સ્ક્રબ કરો અને પછી ચહેરાને સાફ કરો.

સ્ટેપ 4 : ચોથું સ્ટેપ છે ફેસ પેક. ફેસપેક માટે 2 ચમચી દૂધ, 1 ચમચી મુલતાની માટી અને 1 ચમચી હળદર લો અને બધી વસ્તુઓને મિક્સ કરો. હવે ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો. તેનાથી તમારા ચહેરા પર તરત જ ચમક આવી જશે. તો થઇ ગયો ઘરે બેસીને ફેશિયલ.

ફેશિયલ કર્યા પછી આ કામ ન કરો : ફેશિયલ કર્યા પછી તમારી ત્વચા પર હાથને સ્પર્શ ન કરો. ફેશિયલ કર્યા પછી તરત જ ત્વચા પર કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ ના કરો. સીધી તડકાના સંપર્કમાં પણ ના આવો તેનું ધ્યાન રાખો.

ફેસિયલ કર્યા પછી થોડા દિવસો માટે મેકઅપનો ઉપયોગ ઓછો કરો. કારણ કે મેકસપનો ઉપયોગ કરવાથી ફેશિયલની અસર ઝડપથી ઓછી થઇ જાય છે. આશા છે કે તમે પણ બ્યુટી પાર્લરમાં જઈને ફેસિયલ કરવા કરતા આ રીતે ઘરે સસ્તામાં ફેસિયલ જરૂર કરશો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા