makai na vada banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમારા માટે તમારી પસંદની વાનગી લઈને આવી રહ્યા છીએ. બારે મહિના મકાઈ મળતી જ હોય છે ચોમાસામાં ભજીયા, દાળવડા અને મકાઈના વડા ખાવાની જે મજા છે ને એકદમ અલગ હોય છે.

  • સામગ્રી:
  • 2.5 મકાઈના દાણાં,
  • એક જીણી સમારેલી ડુંગળી,
  • ઝીણા સમારેલા લીલા ધાણા,
  • 1.5 કપ ચણાનો લોટ,
  • 1/2 ટીસ્પૂન હળદર,
  • ૨ ટી.સ્પૂન લાલ મરચું,
  • ૧ ટી સ્પૂન ધાણાજીરુ,
  • ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  • એકથી દોઢ ઇંચ ઝીણું સમારેલું આદુ,
  • એકથી બે ઝીણા સમારેલા લીલા મરચાં,
  • સ્વાદ પ્રમાણે મીઠું

મકાઈ ના વડા બનાવવાની રીત : 

અઢી કપ મકાઈના દાણાને મિક્સરમાં અચકાચરા વાટી લઈશું. અચકાચરા ગ્રાઈન્ડ કરેલા કોર્નમાં એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, સમારેલા લીલાં મરચાંના ટુકડા, એકથી દોઢ ઇંચ ઝીણું સમારેલું આદુ, આદુ તમે ગ્રેટ કરીને પણ નાખી શકો છો,

અડધી ચમચી હળદર, એકથી દોઢ ટીસ્પૂન ધાણાજીરું, દોઢથી બે ટી સ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો ,સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સમારેલા લીલા ધાણા અને જરૂરિયાત પ્રમાણે આપણે દોઢ કપ ચણાનો લોટ નાખીશું.

ચણાનો લોટને ચારીને લઈશું તો કોર્ન વડા સરસ બનશે. મિત્રો, ઘણી વખતે મકાઈના દાણા માંથી પાણી છૂટતો હોય છે જ્યારે તમે વડા માટે લોટ તૈયાર કરો અને ઢીલું લાગે તો તમે એ પ્રમાણે ચણાનો લોટ ઉમેરી શકો છો.

હવે આ મિશ્રણમાંથી તમે વડા બનાવી લો. હવે આ હાથની મદદ વડે તૈયાર કરેલા વડાને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરવા માટે મુકીશું. વડા તળતી વખતે ગેસની ફ્લેમ મીડીયમ રાખીશું. મિત્રો આ વડા ગરમાગરમ સર્વ કરીને ખાવાની વધારે મજા આવશે.

જયારે સરસ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને પલટાવી લઈશું. વડાને આપણે બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. તૈયાર થયેલા આ વડાને આપણે બાઉલમાં કાઢી લઈશું. મિત્રો તમે પણ આજે જ ટ્રાય કરો. કેવી લાગી જરૂરથી જણાવશો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા