મકાઈના હેલ્થ માટે અઢળક ફાયદાઓ | makai khava na fayda in gujarati

makai khava na fayda in gujarati

વરસાદની સિઝનમાં મળતી અમેરિકન મકાઈ ટેસ્ટમાં અત્યંત મીઠી અને બહુ સરસ હોય છે. આ મકાઈ શરીર માટે પણ એક જ ફાયદાકારક છે. સ્વીટ કોર્ન મકાઇના દાણાં ભરપૂર પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે અને સાથે જ તેમાં ઘણા બધા ન્યુટ્રિસન રહેલા હોય છે તેની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે.

અમેરિકન મકાઈ નાં દરેક દાણામાં ફાઇબર હોય છે જે પાચન પ્રક્રિયા માટે બહુ જ ફાયદાકારક છે. તે પાચન પ્રક્રિયા ને મજબૂત કરે છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી. મકાઈ ને ધોઈને કૂકરમાં મૂકી દેવી અને તેની અંદર પાણી એડ કરી દેવું. મકાઈમાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ રહેલા હોય છે જેના લીધે આપણે આખો દિવસ એનર્જેટિક રહે છે. તે ભરપૂર પ્રમાણમાં શક્તિ પ્રદાન કરે છે.

હવે તેમાં હળદળ અને મીઠું એડ કરી દો. મીઠું અને હળદળ નાંખવાથી બાફ્યા પછી મકાઈ નો સ્વાદ ખુબજ સરસ આવશે. મકાઈમાં વિટામિન બી હોય છે જે શરીર માટે અને હાર્ટ માટે બંને માટે બહુ જ હેલ્ધી છે. તેની અંદર રહેલા વિટામિન સી ના લીધે તે લોહી પરિભ્રમણ ને બ્લોક થવા દેતું નથી અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે.

તેમાં રહેલા આયર્નને લીધે એનીમિયા રોગ થતો નથી અને સાથે જ શરીરના બ્રેઈન ફંકશન ને એક્ટીવ કરે છે. સ્વીટ કોર્ન મકાઈમાં વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંખો માટે ખૂબ જ લાભકારી હોય છે.

તમે મકાઈ છે બહાર પણ બાફી શકો છો અથવા તો પછી કુકર મા પણ બાફી શકો છો. ચાર થી પાંચ સીટી વાગે એટલે મકાઈ બફાઈ જાય છે. મકાઈ બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. મકાઈમાં રહેલા ફોલિક એસિડ ના લીધે મકાઈના દાણા, બાફેલી મકાઈના દાણા પ્રેગ્નેન્ટ વુમન માટે પણ સૌથી બેસ્ટ સ્તોત્ર છે.

તો ગર્ભવતી મહિલાઓ માટે પણ બાફેલી મકાઈ ખુબજ ફાયદકારક છે. તેમે નાસ્તા તરીકે સાંજે અથવા સવારે ઉપયોગ કરી શકો છો. મકાઈના વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે સ્કિન અને વાળને પણ એકદમ હેલ્ધી રાખે છે.

મીઠાં અને હળદળ વાળી મકાઈ પર તમે લીંબુ, સંચળ, જીરૂ, અજમો આ બધા મસાલા ને ઉપર સ્પ્રેડ કરી ને ખાઈ શકો છો.તમે મકાઈ ને એમનમ પણ ખાઈ શકો છો કારણ કે તેને હળદળ અને મીઠાં માં બાફી છે તેથી તેનો સ્વાદ અંદર આવે જ છે. મકાઈ જો તમે થોડી ગરમ હોય અને ખાસો તો વધુ ફાયદાકરક હોય છે.

મકાઇને લગતા કેટલાક સવાલો એવા હોય છે ક શુ હુ રોજ મકાઈ નું સેવન કરી શકુ? તો હા, થોડી માત્રામાં તેનું રોજ સેવન કરી શકો છો. બીજો સવાલ એવો હોય છે રાત્રે મકાઈ નું સેવન કરવું જોઈએ? તો હા, ૨૫-૩૦ ગ્રામ સુધી રાત્રે તમે મકાઈ નું સેવન કરી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.