મકાઇ નો ચેવડો ઘરે બનાવવાની સરળ રીત

0
661
makai chevdo recipe

આજે આપણે બનાવીશુ લીલી મકાઈ નો ચેવડો,જે ખાવામા ટેસ્ટી લાગે છે અને બનાવવામા પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. આ ચેવડો ઠંડો અને ગરમ બન્ને રીતે સારો લાગે છે તો તમે બાળકો ને બનાવી લંચ બોક્સ માં કે સાંજે હળવા નાસ્તા મા આપી શકો છો. તો ચાલો જોઇ લઇએ કેવી રીતે ઘરે લીલી મકાઈ નો ચેવડો બનાવી શકાય, જો રેસીપી સારી લાગે તો ઘરે જરૂર બનાવવાનો પ્રયત્ન કરજો.

સામગ્રી :

  • ૨ બાફેલી મકાઇ( મીઠા થી બાફેલી)
  • તેલ
  • ૧ ટેબલ સ્પુન રાઇ
  • ૧ ટેબલ સ્પુન જીરુ
  • ૧ ટેબલ સ્પુન ખાંડ
  • લીંબુ નો રશ
  • અડધી ટેબલ સ્પુન હળદર
  • મીઠા લિમડાના પાન
  • કોથમીર
  • હીંગ
  • તલ
  • આદૂ – મરચાની પેસ્ટ

બનાવવાની રીત:

સૌથી પહેલા મકાઇ માથી દાણા છુટા પાડી દો. હવે  તેમાથી ૧ ટેબલ સ્પુન જેટલા દાણા બહાર કાઢી લો. વધેલા મકાઇના દાણા ને એક મિક્સર મા લઇને અધકચરા ક્રસ કરી લો.( પાણી નો ઉપયોગ કરવો નહી)

હવે એક પેન મા તેલ લઇને રાઇ, જીરુ, લિમડાના પાન, હીંગ, અને આદૂ – મરચાની પેસ્ટ લઈ  બરાબર સાતવી લો. હવે તેમા થોડા તલ અને ક્રસ કરેલી મકાઇ ને ઉમેરો.

હવે બરાબર પેન મા મકાઈ ને મસાલા સાથે ભેળવી લો. હવે ૨ મીનીટ પછી  તેમા જે આપડે પહેલા થોડી મકાઇ ના દાણા બહાર કાઢ્યા હતા તે ઉમેરી સાથે લીમ્બુ નો રશ, ખાંડ, અને કોથમીર ઉમેરો. હવે તેને નીચે ઉતારી લો.

makai no chevdo

તો તૈયાર છે તમારો મકાઇ નો ચેવડો. તમે લીલા ચેવડા માં દાડમ ના દાણા નાખીને પણ ખાઇ શકો છો.