lili makai na bhajiya
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Lili Makai Na Bhajiya: આજે આપણે બનાવીશું લીલી મકાઈ ના ભજીયા જે બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે અને તે ખાવ્મા પણ ખુબ જ સરસ લાગે છે. તમે સવારના નાસ્તામાં ચા સાથે બનાવીને ખાઈ શકો છો અથવા તો કોઇ પાર્ટી કે ફંક્શનમાં તરીકે પણ સર્વ કરી શકો. તમે બાળકોને લંચબોક્સમાં પણ આપી શકો છો તો ચાલો જોઈ લઈએ એકદમ ટેસ્ટી લીલી મકાઈ ના ભજીયા ની રેસીપી.

સામગ્રી:

  • એક કપ લીલી મકાઇ ન દાણા
  • ૧ ટેબલ સ્પૂન આદૂ મરચાની પેસ્ટ
  • ૨ ટેબલ સ્પૂન ખમણેલું ગાજર
  • ઝીણી સમારેલી ડુંગળી
  • ઝીણી સમારેલી કોથમીર
  • ૧/૪ ટેબલ સ્પૂન જેટલી હળદર
  • ૧ ટેબલસ્પૂન જેટલી ખાંડ
  • ૧ ટેબલ સ્પૂન દળેલી ખાંડ
  • ચપટી ખાંડ
  • ૧/૪ ટેબલ સ્પૂન ગરમ મસાલો
  • સ્વાદપ્રમાણે મીઠું
  • લીમ્બુ નો રસ
  • ૧/૩ ચણાનો લોટ
  • ૧/૩ ચોખાનો લોટ

બનાવવાની રીત

1- સૌથી પહેલા લીલી મકાઈ ના ભજીયા બનાવવા માટે મેં એક કપ મકાઈના દાણા લીધા છે તમે કોઈપણ મકાન લઈ શકો છો હવે આપણે આને અધકચરી પીસવાની છે. પીસતા સમયે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નહીં કરીએ

2- હવે આ મકાઈની પેસ્ટ બનાવી છે એને આપણે એક બોલમાં લઈ લઈએ. ત્યારબાદ હવે આપણે આ ભજીયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપડે એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ ઉમેરી શું (અહીંયા આપણે લાલ મરચું પાવડર ખૂબ જ ઓછું ઉપયોગ કરીશું). જો તમારે તીખું ખાવું હોય તો લીલું મરચું વધારે લઈ શકાય. ત્યારબાદ બે ટેબલસ્પૂન જેટલું ખમણેલું ગાજર ઉમેરીશું

makai na bhajiya

3- એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું (તમે ડુંગળી ના ખાતા હોય તો તમે ના પણ લઈ શકો). હવે આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું (તમે ભજીયા માં લસણ ખાતા હોય તો આપણે ત્યાં લસણ નો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે). ૧/૪ ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરીશું ત્યારબાદ ૧ ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું.

4- ત્યારબાદ ૧ ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું. ત્યારબાદ ૧/૪ ટેબલ સ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યારબાદ ૧/૪ ટેબલ સ્પૂન લીંબુ ઉમેરો. ૧/૩ કપ જેટલો ચણા નો લોટ અને ૧/૩ કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશૂ.(તમને આગળ જરૂર લાગે છે વધારે લાગતું હોય તો તમે લોટ વધારે પણ ઉમેરી શકો છો)

5- અહીંયા આપણે ચોખાનો લોટ ઉમેર્યો છે એનાથી ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ભજિયાંમાં બિલકુલ તેલ નહી રહે. તો હવે આપણે આમ બધી વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લે શું આપણે જે મકાઈની પેસ્ટ બનાવી છે એમા જ આપણું ભજીયા નૂ બટર તૈયાર થઈ જશે આપણામાં બિલકુલ પાણી નથી ઉમેરવાનું

6- આપણે બે થી ત્રણ મિનિટ માટે મુકી રાખો. (ખીરુ પતલુ લાગતું હોય તો કોઈપણ લોટ તમે થોડો એડ કરી શકો છો). તળવા માટે તેલ ગરમ કરો તે પછી તમે નાના સાઇજ ના ભજીયા ઉમેરી ને થોડા બ્રાઉન થાય એટલે નીકાડી દઇશુ. ( ગેસ થોડો ધીમો રાખીશુ જેથી કરીને ભજીયા અંદર થી કચા ના રહી જાય)

નોંધ:

તમે કોઇ ફંક્સન કે પાર્ટી માટે સ્ટાટર તરીકે ભજીયા બનાવતા હોય તો તમે આ રીતે થોડા ભજીયા કાચા પાકા તરાઇ જાય ત્યારે તેલ મા થી નીકાડી લો. અને જ્યારે પીરસવા હોય ત્યારે 45 સેકંડ, ૧ મિનિટ તરીને કાઢી લેવાના.