lila tameta ni cahtni
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમને પણ જ્યાં સુધી શાકમાં ટામેટાં યોગ્ય રીતે ઉમેરવામાં ન આવે તો શું તમને પણ ખાવાનો સ્વાદ નથી આવતો? એટલા માટે તમે ટામેટાં પર કંજૂસાઈ કરતા નથી. એવું કહી શકાય કે ટામેટાં વિના તમારું ભોજન અધૂરું છે. તેથી જ તેનો ઉપયોગ સલાડથી લઈને રાયતા સુધીની દરેક વસ્તુમાં થાય છે.

ટામેટાની ચટણી પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. બજારમાં ઘણા પ્રકારના ટામેટાં મળતા હોય છે. શું તમે ક્યારેય લીલા ટામેટાં ચાખ્યા છે ખરા? તમે તેને જોયા તો હશે જ. લીલા ટામેટાંને આપણે કાચા ટામેટાં તરીકે ઓળખીએ છીએ.

તમે તેમને ઘણી વસ્તુઓ માટે ઉપયોગ કરી શકો છો. જો તમને રસોઈ બનાવવાનું પસંદ છે તો તમે પણ કંઈક નવું નવું ટ્રાય કરતા જ હશો. તો આ વખતે લાલ ટામેટાને બદલે લીલા ટામેટાની ચટણી બનાવો. શું તમે તેની રેસીપી બનાવવા માંગતા હોય તો આ લેખને અંત સુધી ચોક્કસ વાંચો.

આ રીતે ચટણી બનાવો : લીલા ટામેટાંનું નામ સાંભળીને તમે વિચારતા જ હશો કે તેનો સ્વાદ કેવો હશે? પરંતુ જો તમે ટામેટાંમાં બીજી કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ચટની બનાવતા હોવ તો વિશ્વાસ કરો, તમે આવી ચટણી પહેલાં ક્યારેય નહીં ખાધી હોય.

જરૂરી સામગ્રી : 10-12 લીલા ટામેટાં, 2-3 સૂકા લાલ મરચાં, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 2-3 ડુંગળી, લીલી કોથમીરના પાંદડા, 2-3 ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠું, 6-7 લસણની કળી અને 1 લીંબુ.

શુ કરવુ? ચટણી બનાવતા પહેલા ટામેટાંને સારી રીતે પાણીથી ધોઈ લો. લસણને પણ છોલીને બાજુ પર રાખો. હવે ટામેટાંના 5-6 ટુકડા કરી લો. પછી ડુંગળીને પણ છોલીને તેના જાડા મોટા ટુકડા કરી લો.

હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. ગરમ તેલમાં 4-5 લાલ સૂકા મરચાં સાથે લસણને તળી લો. હવે તેમાં ટામેટા, ડુંગળી અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીને ઢાંકીને થોડીવાર પકાવો. ધ્યાનમાં રાખો કે લીલા ટામેટાં કાચા હોય છે, તેથી તેને ચડવામાં થોડો સમય લાગશે. ઉપરાંત, ઊંચી આગ પર ચટણી બળી શકે છે.

હવે ટામેટાં અને ડુંગળીને ઓછામાં ઓછા 7 થી 9 મિનિટ માટે પકાવો. હવે ગેસ બંધ કરી દો. ચટણી ઠંડી થાય એટલે તેને મિક્સરમાં નાખીને પીસી લો. પહહી તેને એક વાસણમાં મૂકો અને ઉપરથી થોડું લીંબુ નીચોવી લો. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરો. તમારી લીલા ટામેટાની ચટણી તૈયાર છે.

લીલા ટામેટા અને ફુદીનાની ચટણી : ફુદીનો માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતો પણ તેના ઉપયોગથી ભોજનની સુગંધ પણ વધી જાય છે. તમે લીલા ટામેટાં સાથે ફુદીનાની ચટણી બનાવી શકો છો. ટામેટાની ચટણીની આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે.

જરૂરી સામગ્રી : 8 -10 લીલા ટામેટાં, ફુદીના ના પાંદડા, 5-7 લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું, 2-3 ચમચી તેલ.

શુ કરવુ? લીલા ટામેટાં અને લીલા મરચાંને ધોઈને સમારી લો. હવે ટામેટાં, ફુદીનાના પાન અને લીલા મરચાને ગ્રાઇન્ડરમાં સારી રીતે પીસી લો. હવે પેનમાં તેલ મૂકીને ગરમ કરો. પછી તેલમાં ચટણી અને સ્વાદ મુજબ મીઠું નાખો.

હવે જ્યારે ચટણીમાંથી તેલ નીકળવા લાગે તો સમજી લેવું કે ચટણી સારી રીતે ચડી ગઈ છે. હવે તેને એરટાઈટ કન્ટેનરમાં મૂકીને સ્ટોર કરો. તમે આ ફુદીનો અને લીલા ટમેટાની ચટણીને સેન્ડવીચ, દાળ-ભાત અને પરાઠા જેવી વસ્તુઓ સાથે સર્વ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારી આજની લીલા ટામેટાની ચટણી પસંદ આવી હશે. જો તમને અમારી આ રેસિપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા