lasan dungri ni durgandh door karava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણી મહિલાઓ ખાવાની સાથે ડુંગળી અને લસણ ખાવાનું પસંદ કરતી હોય છે. આને કારણે દરરોજ શાક કરતા તેના સ્વાદમાં અનેકગણો વધારો થઇ જાય છે. ડુંગળીમાં તમે લીંબુ નીચોવીને ખાઓ તો તેનો સ્વાદ દરેકને ગમતો હોય છે.

પરંતુ આપણા બધાની સમસ્યા એ છે કે ડુંગળી અને લસણ ખાધા પછી મોમાંથી દુર્ગંધ લાંબા સમય સુધી આવ્યા કરે છે. શ્વાસમાંથી આવતી આ ખરાબ દુર્ગંધને કારણે, મજા બગડી જાય છે.

જો તમે પણ આ વસ્તુથી પરેશાન થયા છો, તો આજે અમે તમને કેટલાક ઘરેલૂ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપતોગ કરીને તમે તમારા મો માંથી આવતી દુર્ગંધને સરળતાથી દૂર કરી શકો છો.

મો માંથી દુર્ગંધ આવવાનું કારણ શું છે? ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે ડુંગળી અને લસણમાં એલીસિન, અલાયલ મિથાયલ સલ્ફાઈડ અને સિસ્ટીન સલ્ફોક્સાઈડ જેવા તેજ ગંધવાળા તત્વો હોય છે, જેના કારણે તેમને ખાધા પછી મોઢા માંથી દુર્ગંધ આવવા લાગે છે.

લીંબુ પાણી : લીંબુનું પાણી ખોરાકને પચાવવામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જાણીને આનંદ થશે કે જો તમે ખાધા પછી લીંબુ શરબત પીવો છો તો તે મોમાંથી આવતી દુર્ગંધને પણ દૂર થઈ શકે છે. લીંબુમાં જોવા મળતા સાઇટ્રિક એસિડ અને એન્ટીબેક્ટેરિયલ તત્વો ડુંગળી અને લસણની દુર્ગંધ દૂર કરીને શ્વાસને સંપૂર્ણપણે ફ્રેશ રાખવામાં મદદ કરી શકે છે.

આ માટે થોડું નવશેકું પાણી લઈને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. જો તમે ડુંગળી અને લસણની દુર્ગંધથી તાત્કાલિક છુટકારો મેળવવા માંગતા હોવ તો થોડું પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને તેના કોગળા કરો.

ગરમ પાણી : ડુંગળી અને લસણની દુર્ગંધથી તાત્કાલિક છુટકારો મેળવવાનો માટે સૌથી સહેલો રસ્તો અને અસરકારક ઉપાય છે હુંફાળું ગરમ પાણી પીવું. ખાધા પછી હૂંફાળું પાણી પીવાથી તે માત્ર પાચનમાં જ મદદ નથી કરતુ, પણ તે મો માં રહેલા બેક્ટેરિયા અને ઝેરી પદાર્થોથી પણ છુટકારો મેળવી શકાય છે સાથે સાથે મોંમાંથી આવતી દુર્ગંધ પણ દૂર કરી શકાય છે.

વરિયાળી અને ઈલાયચી : ભોજન પછી હંમેશા વરિયાળી અને ઈલાયચી ખાવામાં આવે છે. ખાવાનું પચાવવામાં આ બંને વસ્તુઓને અસરકારક માનવામાં આવે છે. તેમનો બમણો ફાયદો એ છે કે તે મો ની દુર્ગંધને પણ દૂર કરી શકે છે. જો આ બંનેને નવશેકું પાણી પીવાની સાથે પીવામાં આવે તો તમારી મોં ની દુર્ગંધને સંપૂર્ણપણે દૂર કરી શકે છે.

દૂધ : નિષ્ણાતોનું માનવું છે કે ડુંગળી અથવા લસણની તીવ્ર ગંધને દૂધ અસરકારક છે પણ ખોરાક ખાધા પછી તરત જ દૂધ ના પીવું જોઈએ. ધ્યાનમાં રાખો કે ડુંગળી અને લસણ ખાધા પછી ઓછામાં ઓછી 20 મિનિટ પછી દૂધ પીવો.

આનું કારણ એ છે કે દૂધ ભારે હોય છે અને તેને પચવામાં પણ સમય લાગી શકે છે. જ્યારે ખોરાક લીધા પછી અને દૂધ પીવું વચ્ચે અંતર રાખવાથી ખોરાક સારી રીતે પાચન થાય છે.

સફરજન : ડેન્ટિસ્ટ પણ કહેતા હોય છે કે ખાધા પછી સફરજન ખાવું ખૂબ જ ફાયદાકારક છે કારણ કે સફરજનમાં રહેલા ઈંજાઈમ્સ ડુંગળી અને લસણના સલ્ફર કમ્પાઉન્ડને તોડી શકે છે જેથી મોંમાંથી આવતા ખરાબ શ્વાસથી છુટકારો મેળવી શકાય છે. આનથી તમારા દાંત પણ સ્વસ્થ રહે છે . જો તમે ઈચ્છો તો સફરજન ખાવાના બદલે તમે સફરજનનો રસ પણ પી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા